________________
નવકાર મંત્ર
સૂચના છે કે એ પહોંચી ગયા. બીજુ કોઈ વિશેષણ જોડાયું નથી. પહોંચી ગયા એટલે શું? એ કાંઈ આપણી સમજમાં આવતું નથી. “અરિહંત’ તો એથી વધારે અગમ્ય છે, ‘શૂન્ય થઈ ગયા, ‘નિર્વાણ પામી ગયા’, ‘મટી ગયા જે હવે નથી. સિદ્ધોએ શું મેળવ્યું છે? એ કાંઈ કહેતા નથી, એમની સિદ્ધીના કોઈ પ્રમાણ કે કોઈ મૂર્તરૂપ આપણી સમક્ષ રજૂ થતાં નથી. શું મેળવ્યું છે તે વિશે સિદ્ધ કાંઈ અભિવ્યકત કરતાં નથી. બુદ્ધને કોઈએ પુછ્યું કે તમારા દસ હજાર શિષ્ય છે, એમાં બુદ્ધત્વકેટલાને મળ્યું? તમે તો બુદ્ધ થઈ ગયા, પરંતુ કેટલા શિષ્યોએ બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું? બુદ્ધે કહ્યું કે હું તો પ્રગટ બુદ્ધ છું, બીજા ધણા અપ્રગટ બુદ્ધ છે. એ બુદ્ધ પોતાનામાં છુપાયા છે, જેમ બીજમાં વૃક્ષ છુપાયું હોય તેમ. તો સિદ્ધ બીજ જેવા છે. ઘણી વાર એવું બને છે કે જે કાંઈ મેળવવાનું છે તે મળી ગયું હોય છે. પરંતુ એ મળવાની ઘટના એવી ગહન હોય છે કે એને શબ્દમાં અભિવ્યક્ત કરવાનું મન થતું નથી. એટલે બધા સિદ્ધ બોલતા નથી. તેમ બધા અરિહંત પણ બોલતા નથી. બધા સિદ્ધ સિદ્ધ થયા પછી જીવંત રહેતા પણ નથી. એમની ચેતના એ સિદ્ધિની ઉપલબ્ધિમાં એટલી લીન થઈ ગઈ હોય છે કે શરીર તત્પણ છૂટી જાય છે, સિદ્ધિ મળતાંની સાથે જ. માટે સિદ્ધ ને પણ આપણે ઠીક ઠીક સમજી નથી શક્તા. પરંતુ મંત્ર તો એવો હોવો જોઈએ કે પહેલા પગથિયા પરથી છેલ્લા પગથિયા સુધી, જે કોઇ ઊભા છે તે બધાને, જ્યાં ઊભા હોય ત્યાંથી, જે કાંઈ સમજાઈ જાય ત્યાંથી, એમની યાત્રા શરૂ થઈ જાય. એટલે ત્રીજું સૂત્ર છે “નમો આયરિયાણં.’ આચાર્યોને નમસ્કાર. ‘આચાર્ય 'નો અર્થ છે જેમણે મેળવ્યું અને જે મળ્યું તે પોતાના આચરણમાં પ્રગટ પણ કર્યું. ‘આચાર્ય નો અર્થ છે જેમનાં જ્ઞાન અને આચરણ એક છે, એમાં ભેદનથી. એવું નથી કે સિદ્ધનાં જ્ઞાન અને આચરણમાં ભેદ હોય છે. પરંતુ સિદ્ધનું આચરણ શૂન્ય હોઈ શકે છે, આચરણ પ્રગટ જ ન થાય. અરિહંતનું આચરણ પણ જ્ઞાનથી ભિન્નનથી હોતું, પરંતુ અરિહંત એવા નિરાકાર થઈ જાય છે કે એમનું આચરણ પણ આપણને દેખાતું નથી. કાંઈક સમજવા માટે, આપણને કોઈ મૂર્તિની, સીમાઓની જરૂર રહે છે. એક ચોકઠું(Frame)જે ચારસીમાઓને બાંધતું હોય એની જરૂર પડે છે. એટલે ‘આચાર્ય' શબ્દમાં એક પ્રકારની આપણી સાથેની નિકટતા દેખાય છે. આચાર્યનો અર્થ છે જેનું જ્ઞાન આચરણ છે. કારણકે જ્ઞાનને તો આપણે ઓળખી શકતા નથી, આચરણ આપણને દેખાય છે, આપણે ઓળખી શકીએ છીએ. પરંતુ એમાં એક મોટું જોખમ સમાયેલું છે. આચરણ એવું પણ હોઈ શકે જે જ્ઞાનની નીપજ ન હોય. માત્ર બાહ્ય દેખાવ હોય. કોઈ માનવી અહિંસકન હોય, પરંતુ અહિંસક હોવાનો દેખાવ કરી શકે. પરંતુ કોઈ વ્યક્તિ અહિંસક હોય, તો તે હિંસાનું ક્યારેય આચરણ કરીનશકે. એક માણસ લોભી હોય, પરંતુ અલોભી હોવાનું આચરણ કરી શકે. એથી ઊલટું અલોભી હોય, તે લોભી હોવાનું આચરણમાં મૂકી ન શકે.