________________
પ્રવચન-૨
૧૮ અણુશકિત કરતાં આત્મશકિત કૈક ઘણી પ્રબળ છે. પરમાત્મપ્રણામની આંતરિક ક્રિયા એ આત્મશકિતને જગાડે છે. એ શકિતથી વિનનાશ, દુઃખનાશ, ચિંતાનાશ થાય છે અને માણસને જીવનપંથ નિષ્કટક અને નિરામય બને છે. વિષયનિર્દેશ
મંગલ કર્યું તેમ અભિધેય પણ બતાવી દીધું. અભિધેય અર્થાત આ ગ્રન્થમાં પિતે જે લખવાના છે તે વિષયની પણ વાત કહી દીધી. તેમને વિષય છે-ધર્મ. તેઓશ્રી ધર્મના વિષય અંગે કંઈક લખવા ઈચ્છે છે. ગ્રન્થની શરૂઆતમાં જ ગ્રન્થને વિષય કહી દે–બતાવી દે એ ચગ્ય છે. આ વિષયના જે જિજ્ઞાસ હશે તે આ ગ્રંથને જરૂર વાચશે, સાંભળશે. મને જિજ્ઞાસા હતી આથી મેં તે વાં, તમને પણ જિજ્ઞાસા છે માટે તમે આ ગ્રન્ય સાભળવા અહીં આવ્યા છે.
જે વિષયને જાણવાની જિજ્ઞાસા હોય છે એ વિષય અંગે વાંચવામાં અને સાંભળવામાં આનંદ આવે છે, તૃપ્તિ થાય છે. આત્મા તરબતર બને છે દિવ્યાનંદથી! તમને પણ આ આનદ અને તૃપ્તિ થશે. ગ્રન્થકારે એવી સરસ ઢબે ધર્મને સમજાવ્યું છે કે જિજ્ઞાસા સંતોષાઈ જાય છે. અને સંતોષ એ જ આનંદ છે ને? ગ્રન્થનું પ્રયોજન
ગ્રન્થકારે અભિધેય બતાવીને પ્રજન પણ બતાવી દીધું છે. આ ગ્રન્થની પિતે શા માટે રચના કરે છે, તે સ્પષ્ટ શબ્દોમાં તેમણે કહ્યું: “જી પર ઉપકાર કરવા માટે, જીને જ્ઞાનપ્રકાશ આપવા માટે !! આ પ્રયેાજન તે તાત્કાલિક પ્રોજન છે. અંતિમ પ્રજન તે છે? મુક્તિની પ્રાપ્તિ ! નિર્વાણની પ્રાપ્તિ !
હા, કેઈ પણ પવિત્ર ક્રિયા હોય, તેનું અંતીમ ફળ નિર્વાણ હોય છે. વકતા અને શ્રોતાની ક્રિયા બેલાવાની અને સાંભળવાની જે નિર્મળ છે, વિશુદ્ધ છે તે તેનું અંતીમ ફળ નિવાણ છે. તમારૂં અને મારું અંતિમ દયેય મુક્તિ જ છે. નિર્વાણ જ છે.