________________
પ્રવચન-૧
નિર્જરા થતાં થતાં કર્મોને ક્ષય થઈ જાય છે અને આત્મા પરમ વિશુદ્ધ બને છે. ઋષિ-મુનિયાનું આજ ધ્યેય, આજ આદશ અને આજ લક્ષ્ય હાય છે. પેાતાની સપૂર્ણ ધર્મારાધનાનું.
- ૧૭
ધર્માંબિન્દુ' ગ્રન્થની રચના કરનાર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી અસાધારણ પ્રજ્ઞાવાન મહિષ હતા. તેમનું હૃદયકાના સાગર હતા. તેમણે લખેલા એકએક શબ્દ, એકએક સૂત્ર આપણા આત્માને સ્પશી જાય છે. આપણા હૃદય સુષી પહોંચે છે. તમે આ ગ્રન્થનું ધ્યાનથી વાચન કરશે તા તમારા આત્મા નાચી ઉઠશે. તમને અપૂર્વ આનંદના અનુભવ થશે,
ગ્રન્થકારે પરમાત્માને નમસ્કાર કરીને ગ્રન્થરચનાના પ્રારભ કર્યાં છે. હું' પણ પરમાત્માને પ્રણામ કરીને તેમજ ગ્રન્થકારને પણ પ્રણામ કરીને ધર્માંબિન્દુ' ગ્રન્થ પર પ્રવચન શરૂ કરૂ છું. મારી અલ્પ બુદ્ધિથી, અતિ અલ્પ જ્ઞાનથી ગ્રન્થ અને ગ્રન્થકારને પરિપૂર્ણ ન્યાય તે નહિ આપી શકું છતાંય જે કાંઈ હું સમજી શકયા છુ તે બતાવાના નમ્ર પ્રયાસ કરૂં છું.
મને ગ્રન્થકાર પ્રત્યે પૂર્ણ શ્રા છે. આ ગ્રન્થ મને ખૂબ જ પ્રિય છે, આથી પ્રવચનના હેતુ માટે તેની પસંદગી કરી છે. ગ્રન્થ અને ગ્રન્થકાર પ્રત્યે મારા હૈયે જે પ્રેમ, આદર અને આસ્થા છે તે જ મને મેાલવા પેરી રહ્યા છે. અને એ પર ખેલવામાં મને આનંદ પણ આવે છે.
જિનેશ્વર ભગવતના અચિંત્ય અનુગ્રહથી અને ગુરૂજનેાની કૃપાથી આ મહાન ગ્રન્થની વિવેચના કરવામાં હું સમર્થ બનુ એ જ મારી કામના છે.
ધર્માંના અચિ’ત્ય પ્રભાવનું વર્ણન કરીને, ગ્રન્થકાર ધબિન્દુ ગ્રન્થના કઈ રીતે પ્રારભ કરે છે તે હવે પછી.