________________
ભૂમિકા
લોકોત્તર એવું કવિકર્મ તે કાવ્ય છે. સ્પષ્ટ છે કે, મમ્મટાચાર્યે અર્થત્કૃતે, વ્યવહારવિવે અને શિવેતરક્ષતયે એ ત્રણ પ્રયોજનો ગણાવ્યાં હતાં તે આચાર્યશ્રીએ સ્વીકાર્યાં નથી અને તે અંગે તેઓ જણાવે છે કે, ધન તો બીજી રીતે પણ પ્રાપ્ત થાય છે, અને કાવ્યમાંથી ન પણ મળે ! વ્યવહારકૌશલ શાસ્ત્રોમાંથી અને અનર્થનું નિવારણ બીજા તરીકાઓથી પણ થાય છે તેથી આ ત્રણને ગણાવ્યાં નથી. સ્પષ્ટ છે કે કાવ્યનાં આનંદ, યશ અને પ્રીતિપૂર્વકનો ઉપદેશ—એ મુખ્ય પ્રયોજનો છે. આની આચાર્યે થોડા વિસ્તારથી વિવેકમાં પણ ચર્ચા કરી છે.
૫
કાવ્યહેતુ - (કાવ્યાનુશાસન૧/૪) હેમચન્દ્ર કાવ્યહેતુ રૂપે કેવળ ‘પ્રતિભા’ને જ ઉલ્લેખે છે. પ્રતિભા એટલે નવનવીન ઉન્મેષોવાળી પ્રજ્ઞા. કાવ્યનું આ પ્રધાન કારણ છે. મમ્મટે પ્રતિભાવ્યુત્પત્તિ-અભ્યાસ ત્રણેને એકબીજામાં ઓતપ્રોત રીતે એક કારણરૂપે ગણાવ્યાં હતાં તે આચાર્ય નામંજૂર રાખે છે. એમને મન વ્યુત્પત્તિ અને અભ્યાસ ‘પ્રતિભા'ના જ સંસ્કારકો છે. ‘પ્રતિભા’ માત્રને જ જગન્નાથે પણ કાવ્યના હેતુરૂપે સ્વીકારી છે. આ પ્રતિભા આવરણના ક્ષયથી, તથા ઉપશમથી ‘સહજા' છે, જ્યારે મંત્ર, દેવતાની કૃપા વગેરેના બળથી પ્રાપ્ત થતી પ્રતિભાને તેઓ ‘ઔપાધિકી’ કહે છે. આ ઔપાધિકી પણ આવરણક્ષય અને ઉપશમથી પ્રગટે છે. જેમ સૂર્યને વિશે, તેમ પ્રકાશસ્વભાવના આત્માને વિશે, અનુક્રમે વાદળોની માફક જ્ઞાનના આવરણ વગેરેથી દોષ આવે છે. તે દોષ આવિર્ભાવ પામેલો હોય તેનો ક્ષય, અને અનુદિત હોય તેના ઉપશમથી આત્માના પ્રકાશનો જે આવિર્ભાવ તે જ સહજા પ્રતિભા. વ્યુત્પત્તિ એટલે લોક, લોકવૃત્ત, શાસ્ત્રો, મહાકવિઓના પ્રબંધો વગેરેમાં નિપુણતા. ‘વિવેક'માં આની ઝીણામાં ઝીણી વિગતોનાં ઉદાહરણો અપાયાં છે. કાવ્યવિદ્ એટલે કે કાવ્યના સૃજન અને આલોચનમાં કુશળ એવા કવિઓ તથા સહૃદય(વિવેચકો)ના શિક્ષણથી અર્થાત્ તેમના નિરીક્ષણ નીચે કાવ્યકરણ વિશેની પુનઃ પુનઃ પ્રવૃત્તિ તે અભ્યાસ. અભિનવગુપ્તે લોચનના મંગલ શ્લોકમાં સરસ્વતીના આ—એક જ સિક્કાની બે બાજુ જેવા——‘કવિ | સહૃદય' નામે તત્ત્વને વંદના કરી છે, તેનો પ્રભાવ, અને મમ્મટની નોંધનો પ્રભાવ પણ અહીં વાંચી શકાય છે. વળી આવરણક્ષયની વિગત કદાચ પંડિતરાજ જગન્નાથને ‘મન્નાવરના વિ'ની પ્રેરણા આપે છે.
કવિશિક્ષા :- કાવ્યાનુશાસનમાં (સૂત્ર ૧/૧-૧૦) કવિશિક્ષાનો મર્મ સ્ફુટ કરાયો છે. તેનો વિશેષ વિસ્તાર આચાર્યે ‘વિવેક'માં સાધ્યો છે. ‘કવિશિક્ષા'ના સંદર્ભમાં રાજશેખરે કાવ્યમીમાંસામાં કાવ્યહરણ (plagiarism)(અધ્યાય ૧૧ થી ૧૩, કાવ્યમીમાંસા) અને કવિસમય(poetic conventions)(અધ્યાય ૧૪-૧૬, કાવ્યમીમાંસા)ની ચર્ચા વિસ્તારથી કરી છે. કાવ્યમીમાંસાના સંપાદક (આવૃત્તિ G.O.S. ત્રીજી, '૩૪ વડોદરા ) જણાવે છે કે, “એ નોંધવું રસપ્રદ છે કે, રાજશેખરની પહેલાં કોઈપણ ગ્રંથકારે આ વિષયને આટલી વિસ્તૃત રીતે ચર્ચો નથી, જેવું અહીં જણાય છે. કેવળ વામન અને આનંદવર્ધન આ વિષયને સ્પર્શે છે અને કવિઓને આ ગર્દા પ્રવૃત્તિ (=કાવ્યહરણ, કાવ્યચૌર્ય) સામે ચીમકી આપે છે. તેથી, રાજશેખરના મૂળ સ્રોતને શોધવો મુશ્કેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org