________________
કાવ્યાનુશાસન કાવ્યાનુશાસનને જ નજર સામે રાખીએ તો પણ આંજી નાખે તેવી તેમની વિદ્વત્તા અને નિરભિમાનિતા, વ્યાપ અને ઊંડાણ પ્રત્યક્ષ થાય છે તો એમના દાર્શનિક, વ્યાકરણવિષયક, કોશ તથા સાહિત્યસૃજનના પરિપાકરૂપ ગ્રંથોની તો વાત જ શી કરવી ? કોઈ કારણ વગર આ સમર્થ યોગીને “નિત્રિસર્વજ્ઞ' નથી કહ્યા, એ સ્વયંસ્પષ્ટ છે. તેમની પ્રતિભાનાં દર્શન જે તે શાસ્ત્રના તજ્ઞને પદે પદે થાય છે. આચાર્ય અભિનવગુપ્તપાદ પોતાની ભરતના નાટ્યશાસ્ત્ર ઉપરની “અભિનવભારતી” અથવા “નાટ્યવેદવિવૃત્તિ ટીકામાં જણાવે છે તેમ શાસ્ત્રમાં મૌલિક વિચારણા તો પૂર્વપ્રાપ્ત સઘળા જ્ઞાનને નવા પરિપ્રેક્ષ્યમાં ગોઠવી આપવામાં રહેલી છે. 'पूर्वप्रतिष्ठापितयोजनासु मूलप्रतिष्ठाफलमामनन्ति ॥'
(પૃ. ૨૭૨, નાટ્યશાસ્ત્ર વૉ.૧. આ.૪ થી ‘૯૨ 0. I વડોદરા) પૂર્વપ્રતિષ્ઠાપિત વિચારધારાઓની નવી યોજના, નૂતન પરામર્શ, પુનર્મુલ્યાંકન, સંશોધનમાં જ મૂલપ્રતિષ્ઠા કહેતાં મૌલિકતા રહેલી છે. જે મૂલ્ય બાદરાયણનાં બ્રહ્મસૂત્રો ઉપરનાં આદિ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, નિમ્બાર્કાચાર્ય કે મધ્વાચાર્યનાં ભાષ્યનું છે, અથવા જે મૂલ્ય આ જ આચાર્યોનાં ગીતાભાષ્યોનું કે શ્રી અરવિન્દ કે બાળગંગાધર ટિળકના ગીતાભાષ્યનું છે, એવું જ ઉદાત્ત મૂલ્ય આચાર્યશ્રીના કાવ્યાનુશાસનનું છે. જેની તુલના સૌથી નજીકના ગ્રંથ તરીકે વાગ્દેવતાવતાર આચાર્ય મમ્મટના “કાવ્યપ્રકાશ' સાથે, અથવા વિષયનિરૂપણની દૃષ્ટિએ આચાર્ય હેમચન્દ્રના અનુગામી અઢાર-ભાષા-ભુજંગી-ભુજંગ એવા વિશ્વનાથના સાહિત્યદર્પણ સાથે જ થઈ શકે તેમ છે. આપણે હવે આઠે અધ્યાયોમાં નિરૂપાયેલ વિષયોની યત્કિંચિત સમીક્ષા કરવા પ્રયત્ન કરીશું. એક વાત સદા ધ્યાનમાં રહેવી જોઈએ કે આપણે જે કંઈ કરીશું તે ઘૂઘવતા મહાસાગરમાંથી માત્ર એક અંજલિ ભરવા જેવું જ ગણાશે.
અધ્યાય ૧- કાવ્યાનુશાસનના પ્રથમ અધ્યાયમાં નીચેના વિષયોની ચર્ચા પ્રાપ્ત થાય છે, જેમકે, સાહિત્ય કહેતાં કાવ્યનું પ્રયોજન (સૂત્ર ૧/), કાવ્યનું કારણ (સૂત્ર ૨/૪), પ્રતિભાનું સ્વરૂપ (સૂત્ર ૨/૬, ૬), વ્યુત્પત્તિ અને અભ્યાસ (સૂત્ર ૨૭,૮), કવિ શિક્ષા (સૂત્ર ૬/૧, ૨૦), કાવ્યનું લક્ષણ (સૂત્ર ૨/૨૨), અલંકારવિચાર (સૂત્ર ૨/૬૩), અલંકારોનું રસના સંદર્ભમાં માહાભ્ય (સૂત્ર ૧/૨૪), શબ્દાર્થ સંબંધવિચાર (સૂત્ર ૨/૨૫-ર૧), અને રસવિચાર (સૂત્ર ૨/ર૬), રસ વ્યંગ્યાર્થના એક પ્રકાર તરીકે વિચારાયો છે. જ્યારે અભિધા, ગૌણી, લક્ષણા તથા વ્યંજના અને બાકીના વ્યંગ્યાર્થો તેની આગળનાં સૂત્રોમાં આવરી લેવાયા છે. આની વિગતે ચર્ચા આ પ્રમાણે આગળ વધે છે :
કાવ્યપ્રયોજન : આચાર્ય જણાવે છે કે, સાહિત્ય | કાવ્ય “આનંદ માટે, યશ માટે અને કાત્તાની માફક ( પ્રિય પત્ની, પ્રેયસી) ઉપદેશ માટે રચાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org