________________
કાવ્યાનુશાસન શબ્દ - ‘પ્રત'નો પ્રયોગ કર્યો છે તે પ્રમાણે, તેમણે સૂત્રબદ્ધ વિચારોનો વિસ્તાર પોતાની સ્વોપજ્ઞવૃત્તિ -“અનાવૂિડામણિ”માં સાધ્યો છે. આ બન્ને અર્થાત સૂત્રો અને વૃત્તિના સંદર્ભમાં પણ તેમને જે વધુ વિસ્તાર કરવા જેવા મુદ્દાઓ જણાયા, તેનું નિરૂપણ તેમણે વિવેક' નામની ટીકામાં કર્યું. તે અંગે આચાર્ય નોંધે છે કે,
"विवरितुं क्वचिद् दृब्धं नवं संदर्भितुं क्वचित् ।
काव्यानुशासनस्यायं विवेकः प्रवितन्यते ॥" સ્પષ્ટ છે કે, આ “વિવેક”ની રચના સાહિત્યશાસ્ત્રના ઊંડા મર્મીઓ, વિવેકીઓને સંતાપવા તેમણે કરી હતી.
પોતાના ગ્રંથોની રચનામાં ઉપર નોંધ્યું તેમ વિષયની પૂર્ણ રજૂઆત અને સ્પષ્ટ રજૂઆતના ઉદ્દેશ ઉપરાંત, શ્રદ્ધયતાનું સંપાદન એ પણ આચાર્યનો હેતુ રહેલો છે. આને કારણે તેમણે પૂર્વાચાર્યોના મત યથાવત્ - એના એ જ શબ્દમાં - જે તે પૂર્વગ્રંથમાંથી ટાંક્યા છે. આને કારણે એમના ગ્રંથોનું - પ્રસ્તુત સંદર્ભમાં કાવ્યાનુશાસનનું – મૂલ્ય ખૂબ વધી જાય છે. આચાર્યશ્રીએ ભામહાદિ આલંકારિકોથી માંડીને એમના નજીકના પુરોગામીઓ જેવા કે મમ્મટ, ભોજ, મહિમા ભટ્ટ, ધનંજય | ધનિક, કુન્તક, અભિનવગુપ્ત અને આનંદવર્ધનના મૂળ ગ્રંથોમાંથી પ્રમાણિક રીતે અંશો ઉદ્ધત કર્યા છે. આનું એક સુપરિણામ એ આવ્યું છે કે, રસસૂત્ર ઉપરની અભિનવભારતી ટીકાના સંપાદનમાં નૌલી વગેરે પશ્ચિમી વિદ્વાનોએ પણ આચાર્યશ્રીના પાઠને શ્રદ્ધેય ગણી તેનો સ્વીકાર કરી સમીક્ષિત આવૃત્તિઓ આપવાનો પ્રયાસ કર્યો છે. એ જ રીતે ભારતના નાટ્યશાસ્ત્ર અધ્યાય ૭ની અનુપલબ્ધ અભિનવભારતીનો અંશ મારા ગુરુ પ્રો. ડૉ. કુલકર્ણીએ “વિવેક'ની મદદથી સંપાદિત કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. પૂ. રસિકભાઈ તથા પૂ. કુલકર્ણી સાહેબે એ પ્રયત્ન આગળ વધાર્યો હોત તો મહિમાના વ્યક્તિવિવેકની સમીક્ષાત્મક આવૃત્તિ તૈયાર કરવામાં ખૂબ મદદ મળી શકત – અને આ વાત અમે પ્રત્યક્ષ રીતે પ્રો. ડૉ. રેવાપ્રસાદ દ્વિવેદી(વારાણસી)ને પણ કરી હતી કે, મહિમભટ્ટનાં જે અનેક ઉદ્ધરણો નિર્દેશપૂર્વક અને નિર્દેશ વગર પણ (ખાસ કરીને દોષવિચારની ચર્ચામાં આવું બન્યું છે તે આપણે જોઈશું.) આચાર્યશ્રી આપે છે તેની મદદથી મહિમાના વ્યક્તિવિવેકની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવામાં પણ ખૂબ મદદ મળી શકે તેમ છે. એ સિવાય સાહિત્યનાં જે અનેક ઉદાહરણો ખાસ કરીને કાલિદાસની કૃતિઓમાંથી આચાર્ય આપે છે, તેમની મદદથી કાલિદાસ પાઠ-સમીક્ષામાં પણ ઉપકાર થઈ શકે તેમ છે એ પણ આપણે આગળ જોઈશું. પંડિત બેચરદાસજીએ આ શ્રદ્ધેયતાની વિગતને સિદ્ધહેમશબ્દાનુશાસનના સંદર્ભમાં પણ ઉપસાવી આપી છે.
તો, આપણે ઉપર જોયું તેમ આ અષ્ટાધ્યાયી કાવ્યાનુશાસનમાં કુલ ૨૦૮ સૂત્રોમાં સાહિત્યશાસ્ત્રના લગભગ બધા જ મુદ્દાઓની છણાવટ કર્યા પછી આચાર્યે તેની વિસ્તૃત ચર્ચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org