________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૩
જૈન રામાયણ નિહાળી રહ્યો હતો. લગ્નનો દિવસ નક્કી થયો. વિજયરાજે પોતાના આજ્ઞાંકિત રાજાઓને, મિત્ર રાજાઓને અને સ્નેહીસ્વજનોને આમંત્ર્યા. મહાન આડંબરપૂર્વક પુત્રનો લગ્નોત્સવ ઊજવવા તેણે ભારે તૈયારીઓ કરાવી.
રાજા ઇભવાહને પણ વિશાળ પરિવાર સાથે કુમારને નાગપુર મોકલવા માટે વિજયરાજને નિમંત્રણ પાઠવ્યું.
પચ્ચીસ મિત્ર રાજકુમારો અને સેંકડો સ્નેહી-સ્વજનોની સાથે, વજબાહુ નાગપુર તરફ જવા નીકળ્યો. માતા હિમચૂલાએ વજબાહુના લલાટમાં કંકુનું તિલક કર્યું અને આશીર્વાદ આપ્યા.
અલ્પ દિવસના પ્રવાસને અંતે જાન નાગપુરના પાદરમાં આવી પહોંચી. વજબાહુને જોવા માટે નાગપુરનાં હજારો નરનારીઓ ઊમટી પડ્યાં. મનોરમાની સખીઓ તો વજુબાહુની નજીક આવીને ટગર-ટગર જોવા લાગી અને અતિ હર્ષિત બની જઇ મનમાં ને મનમાં મનોરમાને કરોડો ધન્યવાદ આપવા લાગી.
સખીઓએ મનોરમાની આગળ પેટ ભરીને વજબાહુની પ્રસંશા કરવા માંડી. મનોરમાનું મનડું પણ નાચી ઊઠ્ય.
રાજા ઇભવાહને જાનનું ઠાઠમાઠથી સ્વાગત કર્યું અને ભવ્ય મહેલોમાં જાનને આવાસ આપ્યો. રાણી ચૂડામણિએ જમાઈને જોયો અને પ્રસન્ન બની ગઈ.
શુભ મુહુર્ત લગ્ન લેવાયાં અને નાગપુરમાં અપૂર્વ હર્ષોલ્લાસ વ્યાપી ગયો. સહુને આનંદ હતો, પરંતુ વજબાહુનું અંતર ઉદાસીન હતું! તેના મુખ પર આનંદ હતો, પરંતુ અંતરથી તે ન્યારો હતો.
લગ્નોત્સવ પતી ગયો અને મનોરમાને લઈ જાને આયોધ્યા તરફ પ્રયાણ કર્યું. મનોરમાના ભાઈ ઉદયસુંદરે વજબાહુના રથનું સારથિપણું સંભાળ્યું. બહેન તરફની પ્રીતિથી તે પણ અયોધ્યા જવા માટે તૈયાર થયો.
આગળ પચ્ચીસ રાજકુમારોના રથ ચાલી રહ્યાં હતાં. તેની પાછળ વાજબાહુનો રથ ચાલતો હતો અને તેની પાછળ સેંકડો રાજપુરુષો અને સ્વજનોના રથ, અશ્વો વગેરે ચાલી રહ્યાં હતાં. - પ્રભાતનો સમય હતો. હવામાન ખુશનુમા હતું. એક બાજુ ગિરિમાળા અને બીજી બાજુ સરયૂનાં નીર. વચ્ચેથી જાન પસાર થઇ રહી હતી. ઉદયસુંદર અને વજબાહુનો નિર્દોષ વાર્તાવિનોદ ચાલી રહ્યો હતો. સાથે સાથે વાજબાહુની દૃષ્ટિ ગિરિમાળાનાં ઊંચાં શિખર પર દોડી રહી હતી. કુદરતી સૌન્દર્યને નીરખી તે પ્રસન્ન થઈ રહ્યો હતો. તેણે ઉદયસુંદરને પૂછ્યું:
For Private And Personal Use Only