________________
૨૨
બને છે? અસાર સંસારને માનવ અમરતાને રાજમાર્ગ ન કરી શકે ? ઘણું પુણ્યાત્માઓ માનવ સ્વરૂપે નિર્જરિત થયા. મુમુક્ષુ જીવ માટે સંસારના મુકિતમાર્ગ દ્વારા, અમરતાને રાજમાર્ગ મળી શકે છે એ સમજણની પ્રાપ્તિ માટેની દિવ્યવાણી પૂ. મહારાજસાહેબ અને તેમના જેવા અનેક મુનિ મહારાજેને પામર જી ઉપર પરમ ઉપકાર છે. પરિગ્રહને આગ્રહ તમામ અનર્થોનું મૂળ છે. પ્રત્યેક જીવને પરિગ્રહની ઓછાવત્તા પ્રમાણમાં લાલસા હોય છે અને તેથી પરિગ્રહ કરવા કરતા જાણે અજાણે નાનાં મોટાં અનર્થમાં તે સંડોવાયેલા રહે છે. સંસારી જના વ્યવહાર અને વર્તનની પ્રત્યક્ષ કે પરોક્ષ તપાસમાં આ સત્યની પ્રતિતી થશે, લાલસામાંથી મુકિત મેળવવી અતિ કઠિન છે, અને લાલસા ઈચ્છાના નિયમન વગર, શાંતિ અને સમાધિ સમીપ દે. તી નથી. તેથી જ પૂ. મહારાજસાહેબે જણાવ્યું છે તેમ ઇચ્છાઓને સદૂભાવ તે દુઃખ એ ઈચ્છાઓને નિરોધ તે સુખ. અને તેથી ઈચ્છાઓના સમૂહમાં, અવળે રસ્તે પ્રવૃત્ત રહેલા પુરુષાર્થને પરિણામરૂપે પ્રાપ્ત થયેલ સંપત્તિ, સંન્યાસીની પાદુકા રૂપ જ રહે છે. પરમ ઉપકારી તીર્થકર ભગવાનને આપણું ઉપર કેટલે બધે ઉપકાર છે? એવા ઉપકારી પ્રભુ મહાવીરના જન્મદિવસની ઉજવણી પર્યુષણ પર્વમાં યથાર્થ રીતે ગુંથવામાં આવી છે અને તેથી ભગવાન મહાવીરના જીવનની વાતમાંથી સંસારી જીવને, મુકિત મેળવવા પુરુષાર્થ કરવાની પ્રેરણ પ્રાપ્ત થાય છે અને આવા પુરુષાર્થનું એક લક્ષણ મનની એકાગ્રતા છે. કાશી નરેશ શ્રીમદ્ ભગવત ગીતાના વાંચનમાં તમય થયા અને ડોકટરેએ તેમના ઉપર શસ્ત્રક્રિયા કરી. રેફર્મ સુંઘાડવાની આવશ્યકતા હતી છતાં કાશી નરેશે તે ગ્રહણ ન કરી અને વગર ફલેમેં શસ્ત્ર ક્રિયા થઈ. “રાજનના મન ઉપર લેશ માત્ર દુઃખ કે વેદનાનું લક્ષણ નહિ. કારણ કે તેમને તે ભગવદ્ ગીતાના અભ્યાસથી પ્રભુના દર્શન થયા અને તેમાં તેઓ તાદામ્ય સાધી શક્યા. યથાર્થ દિશામાં મનની એકાગ્રતા કેટલી બધી પાવનકારી બને છે તેનું આ સુંદર દષ્ટાંત છે. પરંતુ મનની એકાગ્રતા માટે જીવનની પરમ શુદ્ધિ અનિવાર્ય છે. આ માટે મનુષ્ય પોતાનું આત્મ નિરીક્ષણ કરતાં રહેવું જોઈએ. આજે પોતે સંસારના ચક્રમાં ભમ્યા કરે છે. સોગ અને વિયેગની ગડમથલમાં પડયા રહે છે અને પિતાનામાં આત્મામાં તેને સ્થિરતા નથી. અને તેથી મનની એકાગ્રતા માટે માપસર જીવન, સંયમિત જીવન આવશ્યક બને છે. બધામાં પરમાત્મભાવ જેવાની અલૌકિક વૃત્તિ જે વિકસશે તે ચિત્તની અસ્તવ્યસ્ત દશા દૂર થશે અને એકાગ્રતા સાધી શકાશે. અહા ! કેટલી સરળ વાણીમાં જીવન સાધનાની અમૂલ્ય ચાવીનું અહીં દર્શન થાય છે!
નવત્સરી મહાપર્વ, ક્ષમાપનાને અને ક્ષમા યાચનાને પવિત્ર દિવસ મુમુક્ષુ જીવો માટે કેટલે બધે પાવનકારી દિવસ છે? કષાયની કલુષિતતા, ક્ષમાપનાની દિવ્યતાથી ધોવાઈ જાય છે અને શુદ્ધ હૃદયથી માંગેલી ક્ષમા આત્માની ઊર્ધ્વગતિમાં અતિ સહાયક બને છે. જૈન શાસ્ત્રની મહત્તા આ દિવસના નિર્માણમાં છે. કારણ કે આ દિવસે મુમુક્ષુ છે તપ, દાન, શાસ્ત્રનું વાંચન, મનન, ત્યાગ અને ક્ષમાપના માં વિશેષ પ્રવૃત્ત બને છે અને સંસારની વિરકતા, સ સાર ત્યાગ,