Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
अस्यामिति-अस्यां प्रभायां व्यवस्थितो योगी त्रयमदो निरोधसमाध्येकाग्रतालक्षणं निष्पादयति साधयति । ततश्चेयं प्रभा सत्प्रवृत्तिपदावहा विनिर्दिष्टा, सर्वैः प्रकारैः प्रशान्तवाहिताया एव सिद्धेः ।।२४-२५।।
“શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે ધ્યાનસારા પ્રમા.. આ (૧૭) શ્લોકમાં પ્રભાષ્ટિને સત્યવૃત્તિપદાવહા' સ્વરૂપે વર્ણવી છે. એનું જ કારણ છે તે જણાવવા માટે આ શ્લોક છે. આ સાતમી પ્રભાષ્ટિમાં રહેલા યોગી નિરોધ, સમાધિ અને એકાગ્રતા : આ ત્રણને સાધે છે. તેથી આ દષ્ટિને સત્યવૃત્તિપદને વહન કરનારી કહેવાય છે. કારણ કે નિરોધાદિની સાધનાથી બધી રીતે પ્રશાંતવાહિતાની (જુઓ ગ્લો.નં. ૨૨) જ સિદ્ધિ થાય છે, જે અસંગાનુષ્ઠાન સ્વરૂપ છે... ઈત્યાદિ આ પૂર્વે જણાવ્યું છે. ૨૪-૨પા. હવે આઠમી પરાદષ્ટિનું વર્ણન કરાય છે–
समाधिनिष्ठा तु परा, तदासङ्गविवर्जिता ।
सात्मीकृतप्रवृत्तिश्च, तदुत्तीर्णाशयेति च ॥२४-२६॥ समाधीति-परा तु दृष्टिः समाधिनिष्ठ वक्ष्यमाणलक्षणसमाध्यासक्ता । तदासङ्गेन समाध्यासङ्गेन विवर्जिता । सात्मीकृतप्रवृत्तिश्च सर्वाङ्गीणैकत्वपरिणतप्रवृत्तिश्च चन्दनगन्धन्यायेन । तदुत्तीर्णाशयेति च सर्वथा विशुद्धया प्रवृत्तिवासकचित्ताभावेन ।।२४-२६।।
“સમાધિથી યુક્ત અને સમાધિના આસંગથી રહિત પરાદષ્ટિ છે. તેમાં પ્રવૃત્તિ આત્મસાતુ થયેલી હોય છે. તેમ જ કોઈ પ્રવૃત્તિ કરવાના આશયથી એ ઉત્તીર્ણ(રહિત) હોય છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે યમ-નિયમાદિ આઠ યોગનાં અંગોમાંથી છેલ્લા આઠમા “સમાધિ અંગની પ્રાપ્તિ થાય છે, તેથી આ પરાષ્ટિ સમાધિનિષ્ઠ (સમાધિથી આસક્ત-વ્યાપ્ત) કહેવાય છે. હવે પછી સમાધિનું સ્વરૂપ વર્ણવાશે.
ખેદ, ઉદ્વેગાદિ યોગબાધક આઠ દોષોમાંનો આસંગ નામનો આઠમો દોષ પણ આ દૃષ્ટિમાં ન હોવાથી સમાધિ; આસંગથી રહિત હોય છે. પ્રાપ્ત થયેલા તે તે ગુણસ્થાનકને જ સારા માનવાથી ઉત્તરોત્તર ગુણસ્થાનકને પ્રાપ્ત કરવાનું અશક્ય બનાવવાનું કાર્ય આસંગદોષ કરે છે. “આ જ અનુષ્ઠાન સરસ છે. આવા પ્રકારની બુદ્ધિને આસંગ-અભિવંગ કહેવાય છે. આવી બુદ્ધિના કારણે બહુ બહુ તો તે અનુષ્ઠાન સુરક્ષિત રહે છે. પરંતુ તેથી ઉત્તરોત્તર વિશુદ્ધ અનુષ્ઠાનની પ્રાપ્તિ થતી નથી. આ સ્થિતિમાં સાધકને ઈષ્ટ સ્થાને પહોંચવાનું શક્ય બનતું નથી. તેથી એક રીતે વિચારીએ તો પૂર્વે કરેલી સાધના નિરર્થક બની જાય છે. પ્રવૃત્તિની સાર્થકતા ઈષ્ટની પ્રાપ્તિથી છે, અધવચ્ચે અટકી જવામાં નથી – એ વાતને આ દૃષ્ટિમાં સારી રીતે સમજી શકાય છે.
આ દષ્ટિમાં આસંગદોષથી રહિત પ્રવૃત્તિ હોવાથી તે આત્મસાતુ થયેલી હોય છે. ચંદનનો ગંધ જેમ એકરૂપ થયેલો હોય છે તેમ અહીં આત્માની સાથે પરિણામની સાથે) બધી રીતે એકરૂપ
એક પરિશીલન
૨૭.