Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પરિશીલનની પૂર્વે અનંતોપકારી શ્રી અરિહંત પરમાત્માએ આ અનંતદુઃખમય સંસારના ઉચ્છેદ માટે જે ઉપાયો છે, તેનું નિરૂપણ કરવા પૂર્વે આ સંસારના મૂળ તરીકે ક્લેશોને વર્ણવ્યા છે. એ મુજબ મોક્ષપ્રરૂપક તે તે જૈનેતર દર્શનોએ પણ સંસારના મૂળ તરીકે ક્લેશોનું વર્ણન કર્યું છે. પરંતુ તે તે દર્શનો તેના વાસ્તવિક સ્વરૂપને વર્ણવી શક્યાં નથી – એ આ બત્રીશીના પરિશીલનથી સમજી શકાય છે.
આ પૂર્વેની ચોવીસમી બત્રીશીમાં સ્થિરાદિ ચાર દૃષ્ટિઓનું વર્ણન કર્યા પછી એની મોક્ષપ્રાપકતા ક્લેશહાનિના ઉપાય સ્વરૂપે જ છે – એ વાત જણાવવા સાથે આ બત્રીશીનો પ્રારંભ છે. પ્રથમ શ્લોકમાં ક્લેશ હાનિના ઉપાય તરીકે જ્ઞાન અને સદનુષ્ઠાનને વર્ણવ્યું છે. આ વિષયમાં અન્યદર્શનોની જે માન્યતા છે, તે જણાવવા પૂર્વક તેના નિરાકરણના નિરૂપણનો પ્રારંભ બીજા શ્લોકથી કર્યો છે. અગિયારમા શ્લોક સુધીના શ્લોકોથી બૌદ્ધોની માન્યતાનું નિરાકરણ કરાયું છે.
બૌદ્ધોની માન્યતાનુસાર આત્મદર્શન ક્લેશસ્વરૂપ છે. આત્મદર્શનના કારણે “હું અને મારું આ અધ્યવસાય પ્રવર્તે છે, જે મમત્વબંધન સંસારનું કારણ છે. એનો ઉચ્છદ, સર્વત્ર નૈરાભ્યદર્શનથી થાય છે. આત્મદર્શનથી તૃષ્ણા પેદા થાય છે, જે જન્મનું કારણ છે. આત્મદર્શનના વિષય પ્રત્યે સ્નેહ ઉત્પન્ન થાય છે. આત્માના પ્રેમ વિના સુખનાં સાધનોમાં કોઈ દોડતું નથી. તેથી સર્વત્ર નિરાભ્યદર્શનથી ક્લેશોની હાનિ થાય છે... ઇત્યાદિ બૌદ્ધોની માન્યતાનું નિરૂપણ કરીને છઠ્ઠા શ્લોકથી તેમાં દોષ જણાવાય છે.
આત્માનો સર્વથા અભાવ માનવાથી અથવા તો તેને એકાંતે ક્ષણિક માનવાથી નિરાભ્યદર્શન સશત થતું નથી. તેમ જ ક્ષણિક આત્માના જુદા જુદા સ્વભાવ માનવામાં આવે તોપણ નૈરાભ્યદર્શન સશત થતું નથી... ઇત્યાદિ સ્પષ્ટપણે જણાવીને છ શ્લોકોથી બૌદ્ધોની માન્યતાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. આત્મદર્શનના કારણે સ્નેહ થતો નથી. પરંતુ કર્મના ઉદયથી સ્નેહ થાય છે... ઇત્યાદિ અહીં યાદ રાખવા જેવું છે.
બારમા શ્લોકથી સાખ્યદર્શનની માન્યતાના નિરાકરણની શરૂઆત કરાઈ છે. અવિદ્યાદિ પાંચ ક્લેશોનો ઉચ્છેદ વિવેકખ્યાતિથી થાય છે. સાત પ્રકારની પ્રાંતભૂપ્રજ્ઞા સ્વરૂપ તેની અવસ્થાઓનું વર્ણન સરસ છે. સઘળા ય ક્લેશોનું મૂળ અવિદ્યા છે. પ્રસુતાદિ ચાર પ્રકારના દરેક ક્લેશો છે. પ્રસુતાદિ અવસ્થાઓનું વર્ણન પણ વિસ્તારથી કરાયું છે. ત્રેવીસમા શ્લોક સુધી સાવોની માન્યતાને અનુસરી પાતઋલોના મતનું નિરૂપણ કરાયું છે. ત્યાર બાદ ચોવીસથી છવ્વીસ સુધીના ત્રણ શ્લોકોથી પાતYલોની માન્યતામાં જે દોષો છે તેનું વર્ણન કર્યું છે. સર્વથા અપરિણામી કૂટસ્થ નિત્ય એવા પુરુષને માનવાથી તેમના મતમાં બદ્ધાદિ અવસ્થાઓ વાસ્તવિક નથી, પરંતુ ઔપચારિક છે... ઇત્યાદિનું વર્ણન, ધ્યાનથી અધ્યયન કરવા યોગ્ય છે. એનો
એક પરિશીલન
૨૨