Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
લૌકિક દૃષ્ટાંતથી લોકોત્તર વિનયની કર્તવ્યતાનું સમર્થન કરાય છે–
शिल्पार्थमपि सेवन्ते, शिल्पाऽऽचार्यं जनाः किल ।
ઘવાર્થી થઈ, વિદં પુનતતિક્રમ: //ર૧-૧૪માં શિન્વાર્થમિતિ–વ્ય: ર૧-૧૪.
“શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય પણ સમજી શકાય એવો છે કે લોકો ખરેખર જ શિલ્પ સ્થાપત્ય વગેરે કલાઓના ગ્રહણ માટે શિલ્પાદિ કલાઓના જાણકાર એવા આચાર્યોની સેવા કરે છે. તો પછી ધર્મની પ્રાપ્તિ માટે ધર્મના યથાર્થ પ્રરૂપક એવા આચાર્યભગવંતોની સેવાનું ઉલ્લંઘન કઈ રીતે કરે ? અર્થાત્ ન જ કરે.
સામાન્ય રીતે મિથ્યાત્વાદિના કારણે જેમનામાં વિશિષ્ટ વિવેક પ્રગટ્યો નથી, એવા લોકો માત્ર આ ભવમાં જ કામમાં આવનારી એવી કલાઓને પ્રાપ્ત કરવા માટે આક્રોશ, તિરસ્કાર, શિક્ષા વગેરેનાં અનેક કષ્ટો સહન કરવા પૂર્વક શિલ્પાચાર્ય વગેરેનો વિનય કરતા હોય છે. તો પછી જેઓ ખરેખર જ ધર્મના અર્થી છે, સમ્યગ્દષ્ટિ હોવાથી વિશિષ્ટ વિવેકથી સંપન્ન છે અને ધર્મને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે – એવા લોકોત્તર આત્માઓ ધર્માચાર્યોનો વિનય કેમ ન કરે? અર્થાત અવશ્ય કર્યા વિના ન રહે. એ સ્પષ્ટ છે. ર૯-૧૪.
ઉપર જણાવેલી વાતનું સમર્થન કરાય છે–
ज्ञानार्थं विनयं प्राहरपि प्रकटसेविनः ।
अत एवाऽपवादेनाऽन्यथा शास्त्रार्थबाधनम् ॥२९-१५॥ ज्ञानार्थमिति-अत एव ज्ञानादिग्रहणे विनयपूर्वकत्वनियमस्य सिद्धान्तसिद्धत्वादेवापवादेन ज्ञानार्थं प्रकटसेविनोऽपि विनयमाहुः, पर्यायादिकारणेष्वेतदन्तर्भावाद् । अन्यथा तथाविधकारणेऽपि तद्विनयानादरे शास्त्रार्थबाधनं शास्त्राज्ञाव्यतिक्रमः । तदुक्तं-“एयाइं अकुव्वंतो जहारिहं अरिहदेसिए मग्गे । ण हवइ પયગમતી સમરિમંતાવો તોસા || ા” રિ૧-૧૧||
“આથી જ પ્રકટ રીતે દોષનું સેવન કરનારા સાધુનો પણ અપવાદપદે જ્ઞાન માટે ભણનારાએ વિનય કરવો જોઇએ - એમ શાસ્ત્રકારોએ કહ્યું છે. અન્યથા શાસ્ત્ર જણાવેલા અર્થનો બાધ થાય છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જ્ઞાનાદિનું ગ્રહણ વિનયપૂર્વક જ કરવું જોઈએ એવો નિયમ સિદ્ધાંત શાસ્ત્રઆગમ)થી સિદ્ધ થયેલો હોવાથી જ અપવાદે; જ્ઞાન માટે, પ્રકટ દોષને સેવનારા સાધુનો પણ વિનય કરવો જોઈએ.
સામાન્ય રીતે સુવિદિત ગીતાર્થ પૂ. ગુરુભગવંતની પાસે જ ભણવું જોઈએ - એ ઉત્સર્ગમાર્ગ છે. પરંતુ એવા પૂ. ગુરુદેવશ્રીની પાસે ભણવાનું જયારે શક્ય ન જ બને ત્યારે પ્રકટ
એક પરિશીલન
૧૭૫