Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
यैरुपेत्य विदुषां सतीर्थ्यतां, स्फीतजीतविजयाभिधावताम् ।
धर्मकर्म विदधे जयन्ति ते, श्रीनयादिविजयाभिधा बुधाः ॥३२-२१॥ “શ્રીમાન શ્રી દેવસૂરિજી મહારાજા તથા અનેક પૂ. આચાર્યભગવંતોને વિશે તિલકસમાન અને ઐશ્વર્યથી પૂર્ણ એવા પૂ.આ.ભ.શ્રી.વિ. સિંહસૂરિજી મહારાજથી અલંકૃત એવા ઘણા ગુણવાળા તપાગચ્છમાં જેમનું નામ સૂર્ય કરતાં પણ અધિક તેજસ્વી(પ્રભાવવતું) છે, રોગને દૂર કરનારું છે, રમણીય છે અને સર્વત્ર પ્રસિદ્ધ છે તેમ જ જેમનું એ નામ પોતાની ઇષ્ટ વસ્તુને પ્રાપ્ત કરવા માટે કામકુંભ કરતાં પણ અધિક શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે છે એવા, તેમ જ જેઓએ તેજસ્વી એવા જીતવિજયજી નામવાળા વિદ્વાન ઉપાધ્યાયજી મ.નું ગુરુબંધુત્વ પ્રાપ્ત કરીને ધર્મની સાધના કરી તે શ્રીનવિજયજી ઉપાધ્યાયજી મહારાજ જયવંતા વર્તે છે.” - આ પ્રમાણે ઓગણીસ, વીસ અને એકવીસમા શ્લોકનો અર્થ છે. [૩ર-૧૯,૨૦,૨૧ પૂ. ગુરુદેવશ્રી નયવિજયજી ઉપાધ્યાયજી મહારાજે કરેલા ઉપકારનું સ્મરણ કરાય છે–
उद्यतैरहमपि प्रसद्य तैस्तर्कतन्त्रमधिकाशि पाठितः ।
एष तेषु धुरि लेख्यतां ययौ, सद्गुणस्तु जगतां सतामपि ॥३२-२२॥ “પ્રયત્નશીલ એવા તેઓશ્રીએ મારી ઉપર કૃપા કરીને મને કાશીમાં તર્કશાસ્ત્રનું અધ્યયન કરાવ્યું. તેઓશ્રીનો આ સગુણ, જગતમાં પ્રસિદ્ધ એવા સજ્જનોમાં પણ ગણનાપાત્ર મુખ્ય થયો હતો.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે એ વખતના કાળમાં વિહાર ખૂબ જ અગવડભર્યા હતા. એવા કપરા સમયમાં ગુજરાત-અમદાવાદથી કાશી જઇને પૂ. ઉપાધ્યાયજી મ.ને તેઓશ્રીના પરમતારક પૂ. ગુરુદેવશ્રીએ ત્યાંના પંડિતો પાસે ન્યાયશાસ્ત્રનું અધ્યયન કરાવ્યું હતું. પોતાના પૂ. ગુરુદેવશ્રીના આ ગુણની પ્રશંસા સર્વત્ર થયેલી. આ વાતનું અનુસ્મરણ કરીને આ શ્લોકથી ગ્રંથકારશ્રીએ પોતાના પૂ. ગુરુદેવશ્રીના ઉપકારનું વર્ણન કર્યું છે; જેથી કૃતજ્ઞતા, સમર્પણભાવ અને ગુરુભક્તિ વગેરે ગ્રંથકારશ્રીમાં પ્રતીત થાય છે. એ૩૨-૨૨l પોતાના પૂ. ગુરુભગવંતનું જ માહાભ્ય વર્ણવાય છે
येषु येषु तदनुस्मृति भवेत्, तेषु धावति च दर्शनेषु धीः ।
यत्र यत्र मरुदेति लभ्यते, तत्र तत्र खलु पुष्पसौरभम् ॥३२-२३॥ “જે જે દર્શનોમાં અને તે પૂ. ગુરુદેવશ્રીનું અનુસ્મરણ થાય છે, તે તે દર્શનોમાં મારી બુદ્ધિ દોડે છે. કારણ કે ખરેખર જ જ્યાં જ્યાં પવન જાય છે, ત્યાં ત્યાં પુષ્પની સુગંધ પ્રાપ્ત થાય છે.” - આ પ્રમાણે તેવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે. ગુરુકૃપાનું અદ્ભુત
૨૬૬
સજ્જનસ્તુતિ બત્રીશી