Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
લક્ષ્મીના આશ્રય હતા એવા તે શ્રી લાભવિજયજી ઉપાધ્યાયજી મહારાજા; શ્રીમદ્ કલ્યાણવિજયજી મહારાજાના સુશિષ્ય થયા હતા. lll.
यदीया दृग्लीलाभ्युदयजननी मादृशि जने जडस्थानेऽप्यर्कद्युतिरिव जवात् पङ्कजवने । स्तुमस्तच्छिष्याणां बलमविकलं जीतविजया
-भिधानां विज्ञानां कनकनिकषस्निग्धवपुषाम् ॥४॥ જેમ સૂર્યની કાંતિ કમળના વનમાં ખૂબ જ શીઘ કમળોનો વિકાસ કરે છે તેમ જેઓશ્રીની દષ્ટિલીલા મારા જેવા જડ માણસમાં પણ અભ્યદયને ઉત્પન્ન કરે છે તે, શ્રી લાભવિ. ઉપાધ્યાયજી મ.ના શિષ્ય ઉપાધ્યાયજી શ્રી જીતવિજયજી મહારાજા થયા હતા. તેઓશ્રીનું શરીર, સુવર્ણની પરીક્ષા માટેના કસોટીના પાષાણ જેવી સ્નિગ્ધ કાંતિવાળું હતું. વિદ્વાન એવા તેઓશ્રીના પરિપૂર્ણ બળની અમે સ્તવના કરીએ છીએ. II૪ll
प्रकाशार्थं पृथ्व्यास्तरणिरुदयाद्रेरिह यथा यथा वा पाथोभृत्सकलजगदर्थं जलनिधेः । तथा वाणारस्याः सविधमभजन् ये मम कृते
सतीर्थ्यास्ते तेषां नयविजयविज्ञा विजयिनः ॥५॥ તે પૂ.ઉપા.શ્રી જીતવિ. મહારાજાના ગુરુભાઈ, પંડિતવર્ય ઉપાધ્યાયજી શ્રી નયવિજયજી મહારાજા હતા. પૃથ્વી ઉપર પ્રકાશ માટે સૂર્ય જેમ ઉદયાચલ પર્વત સમીપે જાય છે તેમ જ સકળ વિશ્વને પાણી માટે (ઉપકારાર્થે) વાદળ જેમ સમુદ્ર સમીપે જાય છે, તેમ મારા અભ્યાસ) માટે જે પૂજ્ય ગુરુદેવશ્રી કાશી ગયા હતા, તે પૂ.ઉપાશ્રી નવિજયજી મહારાજા જયવંતા વર્તે છે. //પા
यशोविजयनाम्ना तच्चरणाम्भोजसेविना ।
द्वात्रिंशिकानां विवृतिश्चक्रे तत्त्वार्थदीपिका ॥६॥ તે પૂજ્ય ગુરુદેવશ્રી નયવિજયજી મહારાજાના ચરણારવિંદની સેવા કરનારા યશોવિજયજી નામના શિષ્ય દ્વાત્રિશિકા મૂળ ગ્રંથ ઉપર “તત્ત્વાર્થદીપિકા' નામની ટીકા કરી છે. //દી
महार्थे व्यर्थत्वं क्वचन सुकुमारे च रचने बुधत्वं सर्वत्राप्यहह महतां कुव्यसनिताम् । नितान्तं मूर्खाणां सदसि करतालैः कलयतां खलानां साद्गुण्ये क्वचिदपि न दृष्टि निविशते ॥७॥
-
એક પરિશીલન
૨૭૩