Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
श्रीग्रंथकारपरमर्षिप्रशस्तिः
।
प्रतापार्क येषां स्फुरति विहिताकब्बरमनःसरोजप्रोल्लासे भवति कुमतध्वान्तविलयः । विरेजुः सूरीन्द्रास्त इह जयिनो हीरविजया
दयावल्लीवृद्धौ जलदजलधारायितगिरः ॥१॥ જે હીરસૂરીશ્વરજી મહારાજાના પ્રતાપ સ્વરૂપ સૂર્યથી અકબર બાદશાહના મન સ્વરૂપ કમળનો વિકાસ થયો હતો, તે શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાનો પ્રતાપસ્વરૂપ સૂર્ય સ્ફરતો હોય ત્યારે એકાંત કદાગ્રહની માન્યતા સ્વરૂપ અંધકારનો વિલય થાય છે. તેઓશ્રીની વાણી, દયાસ્વરૂપ વેલડીને વધારવા માટે મેઘના જળની ધારા જેવી હતી. આ જગતમાં વિજયને પ્રાપ્ત કરનારા એવા તેઓશ્રી આ શ્રી જિનશાસનમાં શોભતા હતા. [૧]
प्रमोदं येषां सद्गुणगणभृतां बिभ्रति यशःसुधां पायं पायं किमिह निरपायं न विबुधाः । अमीषां षट्तर्कोदधिमथनमन्थानमतयः
सुशिष्योपाध्याया बभुरिह हि कल्याणविजयाः ॥२॥ જે સદ્ગુણોના સમુદાયને ધારણ કરતા હતા તે પૂ.આ.ભ.શ્રી.વિ. હીર સૂ. મહારાજાની યશ સુધા(અમૃત)નું પાન કરી-કરીને પંડિતોએ નિરવદ્ય આનંદને શું ધારણ કર્યો ન હતો ? (અર્થાત કર્યો હતો.) તે આ જગદ્ગુરુ શ્રી હરસૂરીશ્વરજી મહારાજાના સુશિષ્ય શ્રી કલ્યાણવિજયજી ઉપાધ્યાય થયા હતા, જેઓશ્રીની મતિ ષડ્રદર્શનસ્વરૂપ સમુદ્રનું મંથન કરવા માટે રવૈયા જેવી હતી. રા
चमत्कारं दत्ते त्रिभुवनजनानामपि हृदि स्थितिहेमी यस्मिन्नधिकपदसिद्धिप्रणयिनी । सुशिष्यास्ते तेषां बभुरधिकविद्यार्जितयशः
प्रशस्तश्रीभाजः प्रवरविबुधा लाभविजयाः ॥३॥ જેઓશ્રીમાં શ્રી સિદ્ધહેમવ્યાકરણની સ્પષ્ટ પ્રતિભા એવી હતી કે જે અધિક પદ(ઉન્નત ઉચ્ચ સ્થાન)ની સિદ્ધિમાં જ પ્રેમને ધારણ કરનારી હતી તેથી તે ત્રણે જગતના લોકોના ચિત્તમાં ચમત્કારને કરનારી હતી, તેમ જ જેઓશ્રી અધિક શાસ્ત્રજ્ઞાનથી પ્રાપ્ત કરેલા યશ સ્વરૂપ પ્રશસ્ત
૨૭૨
સજજનસ્તુતિ બત્રીશી