Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આ ગ્રંથની રચનામાં કેટલાક શ્લોકો પૂર્વ મહાત્માઓએ રચેલા હતા તે છે, કેટલાક શ્લોકોમાં થોડો ફેરફાર કરી એવાને એવા જ છે તો આમાં નવું શું કર્યું છે ? - આ શંકાનું સમાધાન કરાય છે—
अत्र पद्यमपि पाङ्क्तिकं क्वचिद्, वर्त्तते च परिवर्त्तितं क्वचित् । स्वान्ययोः स्मरणमात्रमुद्दिशंस्तत्र नैष तु जनोऽपराध्यति ॥ ३२-३०॥
“આ ગ્રંથમાં જોકે કેટલાક શ્લોકો પૂર્વકાળના મહાત્માઓની પંક્તિને અક્ષરશઃ અનુસરનારા છે અને કેટલાક શ્લોકોમાં થોડો ફેરફાર કર્યો છે. પરંતુ એ વખતે મારો (ગ્રંથકૃદ્નો) ઉદ્દેશ એ હતો કે તે તે સ્થળોનું પોતાને અને બીજાને સ્મરણ કરાવવું. તેથી તેમ કરતાં આ માણસ (ગ્રંથકારશ્રી) કોઇ અપરાધ કરતો નથી.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. એનો આશય સમજી શકાય છે કે ઉપર જણાવ્યા મુજબ આ ગ્રંથમાં અક્ષરશઃ કે થોડા ફેરફાર સાથે જે જે શ્લોકોનું અવતરણ કરાયું છે, તે તે શ્લોકોથી તે તે ગ્રંથનું સ્વપરને અનુસ્મરણ થાય - એ સ્પષ્ટ છે અને તેથી એ ઉદ્દેશથી કરાયેલા અવતરણમાં કોઇ જ દોષ નથી. II૩૨-૩૦ના
-
આવા ગ્રંથનું અધ્યયન કે અધ્યાપન કઇ રીતે થશે, તે જણાવાય છે—
૨૭૦
ख्यातिमेष्यति परामयं पुनः, सज्जनैरनुगृहीत एव च । किं न शङ्करशिरोनिवासतो, निम्नगा सुविदिता सुरापगा ॥३२-३१॥
‘સજ્જનો દ્વારા અનુગ્રહને પાત્ર બનેલો જ આ ગ્રંથ શ્રેષ્ઠ કોટિની ખ્યાતિને પ્રાપ્ત કરશે. શું શંકરના મસ્તકે રહેવાથી નીચે જવાના સ્વભાવવાળી પણ ગંગાનદી સુરનદી તરીકે પ્રસિદ્ધ નથી થઇ ?” – આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે આવા ગ્રંથોનું અધ્યયન કષ્ટસાધ્ય હોવાથી ખાસ કોઇ કરતું નથી. પરંતુ સજ્જનો આવા ગ્રંથને ભણાવવા દ્વારા પોતાના અનુગ્રહને પાત્ર બનાવે તો જ આ ગ્રંથ ૫રમખ્યાતિને પ્રાપ્ત કરશે. અન્યથા આ ગ્રંથ કોઇ પણ રીતે ખ્યાતિને પ્રાપ્ત કરી શકશે નહિ. મહાપુરુષો અનુગ્રહ કરે તો નાની પણ વસ્તુ આદરપાત્ર બનતી હોય છે. તેથી જ નીચે ગમન કરનારી એવી ગંગાનદી શંકરના અનુગ્રહથી ‘સુરનદી’ (દેવતાઇ નદી) તરીકે પ્રસિદ્ધિને પામી છે. સજ્જનોનો અનુગ્રહ કરવાનો જ સ્વભાવ હોય છે. તેથી તેઓ દ્વારા આ ગ્રંથ પ્રચારમાં આવશે જ... ઇત્યાદિ તાત્પર્ય સ્પષ્ટ છે. II૩૨-૩૧॥ સમસ્ત પ્રકરણાર્થનો ઉપસંહાર (સમાપન) કરાય છે—–
यत्र स्याद्वादविद्या परमततिमिरध्वान्तसूर्यांशुधारा, निस्ताराज्जन्मसिन्धोः शिवपदपदवीं प्राणिनो यान्ति यस्मात् ।
સજ્જનસ્તુતિ બત્રીશી