Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 271
________________ ગુણહીન ચાતકના બાલ જેવા છે – આ પ્રમાણે જણાવીને ગ્રંથકારશ્રીએ પૂ. ગુરુદેવશ્રીની પ્રત્યેનો પોતાનો ભક્તિભાવ સૂચવ્યો છે. સમર્થ શાસ્ત્રકારપરમર્ષિની એ વાત સમજી શકીએ તો ગુરુભક્તિના ફળને પ્રાપ્ત કરી શકીએ. અન્યથા જેમ ચાલે છે તેમ ચાલ્યા જ કરશે. ૩૨-૨પા આમ છતાં પૂ. ગુરુભગવંતશ્રીના યશના વિસ્તારથી પોતાના ચિત્તમાં આનંદ થાય છે : તે જણાવાય છે– प्रस्तुतश्रमसमर्थितैर्नयैर्योग्यदानफलितैस्तु तद्यशः । यत्प्रसर्पति सतामनुग्रहादेतदेव मम चेतसो मुदे ॥३२-२६॥ “આરંભેલા આ શાસ્ત્રની રચનાના શ્રમ(પ્રયત્નોથી જેનું સમર્થન કરાયું છે એવા, યોગ્યને આપવાથી ફળેલાનયો વડે પૂ. ગુરુદેવશ્રીનો જેયશ સજ્જનોના અનુગ્રહથી ચારે દિશામાં ફેલાય છેઃ એટલી જ વાત મારા ચિત્તના આનંદ માટે છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ પૂર્વે નિર્ગુનો... ઇત્યાદિ શ્લોકથી ગ્રંથકારશ્રીએ પૂ. ગુરુદેવશ્રીના ઉપકારોના બદલામાં તેઓશ્રીને આપી શકાય એવી એક પણ વસ્તુ પોતાની પાસે નથી – એમ જણાવીને ખેદ વ્યક્ત કર્યો હતો. પરંતુ આવી સ્થિતિમાં પણ એક આનંદની જે વાત છે તે આ શ્લોકથી જણાવી છે. પૂ. ગુરુદેવશ્રીના એકમાત્ર અનુગ્રહથી કરાયેલી ગ્રંથરચનાના પરિશ્રમથી નયોનું સમર્થન થાય છે. એવા ગ્રંથોના યોગ્ય જીવોને કરાવાતાં અધ્યયનાદિથી સફળ બનેલા નયોથી પૂ. ગુરુદેવશ્રીનો યશ, ચારે દિશામાં સર્જનોના અનુગ્રહથી ફેલાય છે - તે મારા ચિત્તના આનંદ માટે થાય છે. કારણ કે આ રીતે પણ અંતે તો પૂ. ગુરુદેવશ્રીના યશનો જ સર્વત્ર ફેલાવો થાય છે. સજ્જનો “પૂ.ઉપાશ્રી નયવિજયજી મહારાજાના શિષ્ય પૂ.ઉપાશ્રી યશોવિ. મહારાજે આ ગ્રંથની રચના કરી છે.” - આ પ્રમાણે કહીને મારા પૂ. ગુરુદેવશ્રીના જ યશને વિસ્તારે છે – એમ ગ્રંથકારશ્રી આ શ્લોકથી ફરમાવે છે. ૩૨-૨૬ll આ રીતે પોતાના પૂ. ગુરુદેવશ્રીની આટલી સ્તવના કરવાનું શું પ્રયોજન છે? જગતમાં બીજા પણ અનેક સજ્જનો તો છે જ ને? - આ શંકાનું સમાધાન કરાય છે– आसते जगति सज्जनाः शतं, तैरुपैमि नु समं कमञ्जसा । किं न सन्ति गिरयः परःशता, मेरुरेव तु बिभर्तु मेदिनीम् ॥३२-२७॥ “આ જગતમાં સજજનો તો સેંકડો છે. પરંતુ મારા તે પરમકૃપાળુ ગુરુદેવશ્રી સાથે સહસા કયા સજજનને સરખાવું? શું સેંકડો પર્વતો આ પૃથ્વી ઉપર નથી? છતાં પૃથ્વીને તો મેરુપર્વત જ ધારણ કરે ને ?” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો શબ્દાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ જગતમાં સેંકડો-હજારો સજ્જનો છે. પરંતુ જ્યારે નિરંતર પોતાની પાસે જ ૨૬૮ સજ્જનસ્તુતિ બત્રીશી

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278