Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
સામર્થ્ય અહીં વર્ણવ્યું છે. છ દર્શનના તે તે આકર ગ્રંથો અત્યંત ગહન હોવાથી તેના પરમાર્થને પામવાનું સરળ નથી, જે ગુરુકૃપાથી ખૂબ જ સરળ બનતું હોય છે. ગ્રંથકારપરમર્ષિએ પોતાના વાસ્તવિક અનુભવનું અહીં વર્ણન કર્યું છે. ઓછા વધતા પ્રમાણમાં એવો અનુભવ આપણને પણ કોઈ વાર થતો હોય છે. પરંતુ એ ક્ષણવાર માટે હોવાથી તેની છાયા આપણા જીવનમાં પડતી નથી. અહીં તો ગ્રંથકારશ્રીની જ્ઞાનોપાસનામય સાધનામાં એ અનુભવ પળે પળે થાય એમાં આશ્ચર્ય નથી. If૩૨-૨૩. પૂ. ગુરુદેવશ્રીના અનુસ્મરણના ફળવિશેષને જણાવાય છે–
तद्गुणै मुकुलितं रवेः करैः, शास्त्रपद्ममिह मन्मनोहदात् ।
उल्लसन्नयपरागसङ्गतं, सेव्यते सुजनषट्पदव्रजैः ॥३२-२४॥ “અત્યાર સુધી બિડાયેલું શાસ્ત્રકમળ; મારા મનસ્વરૂપ સરોવરમાંથી, પૂ. ગુરુદેવશ્રીના ગુણો સ્વરૂપ સૂર્યકિરણો વડે વિકાસ પામે છે. તે નયસ્વરૂપ પરાગથી યુક્ત એવું શાસ્ત્રકમળ સજ્જનસ્વરૂપ ભમરાઓના સમુદાયો વડે સેવાય છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. તાત્પર્ય એ છે કે - ગ્રંથકારપરમર્ષિના મનસ્વરૂપ સરોવરમાં અત્યાર સુધી દીક્ષાના પૂર્વકાળમાં શાસસ્વરૂપ કમળ બિડાયેલું હતું. પરંતુ ત્યાર પછી પોતાના ભવનિસ્તારક એવા પૂ. ગુરુદેવશ્રીના નામસ્મરણાદિસ્વરૂપ ગુણરૂપી સૂર્યકિરણો વડે એ શાસ્ત્રકમળ ખીલવા માંડ્યું. ખીલેલા એ કમળમાં સજ્જનોની નીતિ સ્વરૂપ પરાગ છે. એવા પરાગથી યુક્ત એવા કમળને સજ્જનોસ્વરૂપ ભમરાઓના સમુદાયો સેવે છે. આના મૂળમાં પૂ. ગુરુદેવશ્રીનું નામસ્મરણ કાર્યરત છે – એ સમજી શકાય છે. ll૩૨-૨૪
આવા પરમોપકારી પૂ. ગુરુદેવશ્રીના ઉપકારોનું ઋણ વાળી શકાય એવું નથી એ જણાવાય છે
निर्गुणो बहुगुणै विराजितांस्तान् गुरूनुपकरोमि कैर्गुणैः ।
वारिदस्य ददतो हि जीवनं, किं ददातु बत चातकार्भकः ॥३२-२५॥ “બહુગુણોથી શોભતા એવા પૂ. ગુરુભગવંતને, નિર્ગુણ એવો હું કયા ગુણોથી ઉપકૃત કરું? કારણ કે પોતાને જીવન આપનાર મેઘને, બિચારું ચાતક બાલ શું આપી શકે?” - આ પચીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. અહીં ગ્રંથકારશ્રીએ પૂ. ગુરુદેવશ્રીના અનંત ઉપકારનું વર્ણન કર્યું છે. ઘણા ગુણોથી અલંકૃત એવા પૂ. ગુરુદેવશ્રીએ જે ઉપકાર કર્યા છે તેની કોઈ સીમા નથી. એના ઋણને અંશતઃ પણ ચૂકવવાનું સામર્થ્ય પોતામાં નથી : એ પ્રમાણે પૂ. ઉપાધ્યાયજી મ. ફરમાવે છે. સંયમજીવનનું પ્રદાન કરનારા પૂ. ગુરુભગવંત મેઘજેવા છે અને પોતે સર્વથા
એક પરિશીલન
૨૬૭