Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પરમોપકારનિરત એવા પરમતારક ગુરુદેવશ્રી હોય તો બીજાની પાસે જવાનો કે તેઓનો વિચાર કરવાનો પ્રસંગ જ ક્યાં આવે છે?... ઇત્યાદિ સમજી શકાય છે. પોતાની પાસે જ ઔષધિ હોય તો પર્વત ઉપર કોણ જાય? If૩ર-૨ના ગ્રંથકારશ્રી પોતાનું ગ્રંથકર્તુત્વ જણાવે છે–
तत्पदाम्बुरुहषट्पदः स च, ग्रन्थमेनमपि मुग्धधी य॑धाम् ।
यस्य भाग्यनिलयोऽजनि श्रियां, सद्म पद्मविजयः सहोदरः ॥३२-२८॥ “તે શ્રી નવિજયજી ઉપાધ્યાયજી મહારાજાના ચરણારવિંદમાં ભમરાસમાન એવા તે મુગ્ધબુદ્ધિવાળા યશોવિજયે આ ગ્રંથ બનાવ્યો છે; કે જેના (મારા) ભાગ્યના નિધાન અને લક્ષ્મીના આશ્રય એવા પદ્મવિજય સગા ભાઈ થયા હતા.” – આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે.
પૂ. ઉપાધ્યાય શ્રી નયવિજયજી મહારાજાના શિષ્ય મહામહોપાધ્યાયજી મહારાજાએ આ ગ્રંથની રચના કરી છે. તેઓશ્રીના સંસારીપણાના સગા ભાઈ પૂ. પદ્મવિજયજી મહારાજા હતા. પૂ. ગુરુદેવશ્રીની અગાધ કૃપાથી આ ગ્રંથની રચના કરી છે એમ જણાવતાં ગ્રંથકારશ્રીએ પોતાને મુગ્ધમતિ તરીકે વર્ણવ્યા છે. એનું તાત્પર્ય એટલું જ છે કે આ ગ્રંથરચનામાં પોતાની બુદ્ધિ-પ્રતિભા કરતાં પણ ગુરુકૃપાનું સામર્થ્યઅચિંત્ય છે. આ ગ્રંથની રચના એ વિના શક્ય જ ન બનત./૩૨-૨૮ ગ્રંથની રચનાની સફળતા જણાવાય છે–
मत्त एव मृदुबुद्धयश्च ये, तेष्वतोऽप्युपकृतिश्च भाविनी ।
किं च बालवचनानुभाषणानुस्मृतिः परमबोधशालिनाम् ॥३२-२९॥ “મારા કરતાં પણ જેઓ અલ્પબુદ્ધિવાળા છે, તેઓને વિશે જ આ ગ્રંથની રચનાથી ઉપકાર થવાનો છે. તેમ જ પરમબોધવાળા જીવોને બાળકના વચનને બોલવાનું સ્મરણ કરાવનાર આ ગ્રંથ બનશે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગ્રંથકારશ્રી કરતાં જેમની બુદ્ધિ મૃદુ-કોમળ છે તેમના માટે આ ગ્રંથ અત્યંત ઉપકારક નીવડશે. પરંતુ તેઓશ્રી કરતાં જેમનો બોધ ઉત્કૃષ્ટ છે; તેમના માટે આ ગ્રંથ કોઈ પણ ઉપકાર ન કરે તો પણ તેમના માટે એ આનંદનું કારણ બની રહેશે. કારણ કે એ મહાબુદ્ધિવાળા પ્રાજ્ઞ પુરુષોની અપેક્ષાએ ગ્રંથકારશ્રી પોતાને બાળક માને છે. બાળકનાં વચનોને સાંભળવાથી તેમના વડીલજનો જેમ આનંદ પામે છે, તેમ ગ્રંથકારશ્રીના આ ગ્રંથના અધ્યાપનાદિથી પ્રાજ્ઞ મહાત્માઓને બાળકોનાં વચનોની સ્મૃતિ થવાથી આનંદ જ થવાનો છે. તેથી આ ગ્રંથની રચના સફળ છે... એ સ્પષ્ટ છે. ૩૨-રલા
એક પરિશીલન
૨૬૯