Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 268
________________ કહેવાનો આશય એ છે કે આ પૂર્વે અહીં દુર્જનોના વિષયમાં જે જણાવ્યું છે, તે “વિંશતિ વિંશિકા પ્રકરણની પ્રથમ વિંશિકામાં સાતમીથી દશમી ગાથા સુધીની ગાથાઓથી પ્રકરણકારપરમર્ષિએ ફરમાવ્યું છે. એનો સાર એ છે કે “આ પ્રમાણે શક્તિ અનુસાર કથન સ્વરૂપ પ્રકરણની રચનાથી તે તે અધિકારોમાં જે જે શ્રતથી ઉદ્ધાર થાય છે, તે તે શ્રુતનો વિચ્છેદ નહિ થાય. કારણ કે રચાયેલા પ્રકરણમાં વિવણિત વિષયના આંશિક દર્શનથી જિજ્ઞાસુઓ તે શ્રુતના અધ્યયનમાં કૌતુકથી પણ પ્રવૃત્તિ કરશે.”|૧-થા “જોકે આ શાસ્ત્રની રચનામાં એક દોષ છે કે તેથી દુર્જનોને પીડા થાય છે. પરંતુ સજ્જનોની બુદ્ધિના સંતોષને જોઈને હું આ ગ્રંથરચનામાં પ્રવૃત્ત થયો છું.” I૧-૮ “તેથી આ પ્રકરણ રચવાથી જે પુણ્ય થશે, તે પુણ્યથી તે દુર્જનોને પણ પીડા થશે નહિ. તેથી જ શુદ્ધાશયપૂર્વકની પ્રવૃત્તિ શાસ્ત્રમાં નિર્દોષ જણાવી છે.” I૧-લી “અન્યથા એ પ્રમાણે માનવામાં ન આવે તો છદ્મસ્થો વડે ક્યારેય કુશળમાર્ગમાં પ્રવૃત્તિ કરી જ શકાશે નહિ. માટે આ પ્રાસંગિક વાતના વિસ્તાર વડે સર્યું.” I૧-૧૦ના આ રીતે પૂર્વે જણાવેલા દુર્જનોના આક્ષેપોનો પ્રતિકાર પૂ.આ.ભ.શ્રી હરિભદ્ર સૂ. મહારાજાએ પણ કર્યો છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. [૩૨-૧થા. ઉપર જણાવ્યા મુજબ દુર્જનોના આક્ષેપોનું નિરાકરણ કરીને સજ્જનોને નમસ્કાર કરાય છે– न्यायतन्त्रशतपत्रभानवे, लोकलोचनसुधाञ्जनत्विषे । पापशैलशतकोटिमूर्तये, सज्जनाय सततं नमो नमः ॥३२-१८॥ ન્યાયતંત્ર સ્વરૂપ કમળને વિકસાવવા માટે સૂર્ય જેવા, લોકોની આંખો માટે ચંદ્રની કાંતિ જેવા તેમ જ પાપસ્વરૂપ પર્વતને ભેદવા માટે વજ જેવા સજ્જનોને સતત વારંવાર નમસ્કાર થાઓ..” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે. સૂર્ય, ચંદ્ર અને વજની ઉપમા આપીને અહીં સજ્જનોનું વર્ણન કર્યું છે. ન્યાય, આંખ અને પાપનો નાશ : આ ત્રણની આવશ્યકતાનો જેને ખ્યાલ છે તેને સજ્જનો પ્રત્યે બહુમાન પ્રગટ્યા વિના નહીં રહે. શિષ્ટ પુરુષોની મર્યાદા સ્વરૂપ જાય છે. વિવેકપૂર્ણ દૃષ્ટિ સ્વરૂપ જનનયન છે અને પાપનો નાશ સુપ્રસિદ્ધ છે. એ ત્રણેયની પ્રાપ્તિ માટે સજ્જનો સૂર્ય વગેરે સ્વરૂપ છે. ૩૨-૧૮ સજ્જનોને સામાન્યપણે નમસ્કાર કરીને હવે સજ્જનોની પંક્તિમાં બિરાજમાન પોતાના પૂર્વતન પૂજયપાદ ગુરુભગવંતોની પરંપરાનું અનુસ્મરણ કરાય છે भूषिते बहुगुणे तपागणे, श्रीयुतैर्विजयदेवसूरिभिः । भूरिसूरितिलकैरपि श्रिया, पूरितै विजयसिंहसूरिभिः ॥३२-१९॥ धाम भास्वदधिकं निरामयं, रामणीयकमपि प्रसृत्वरम् । नाम कामकलशातिशायितामिष्टपूर्तिषु यदीयमञ्चति ॥३२-२०॥ એક પરિશીલન ૨૬૫

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278