Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
એ છે કે કવિજનોની નવી નવી ગ્રંથની રચનાથી સજ્જનોને રતિ-આનંદ થાય છે, પરંતુ દુર્જનોને ખેદ થાય છે. તેથી કાંઇ પંડિતો ગ્રંથરચનાનું કાર્ય છોડી ના દે. કારણ કે શરીર ઉપર ભાર થાય છે એટલે ઠંડીને દૂર કરનારા ૨જાઇ કે ધાબળા વગેરે વસ્રને કોઇ દૂર કરતું નથી.
અહીં દુર્જનોને થતો ખેદ શરીરના ભાર જેવો છે. સજ્જનોની રતિ શીતરક્ષા જેવી છે અને શીતરક્ષાને કરનારા વસ્ત્ર જેવી નવા નવા ગ્રંથની રચના છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. II૩૨-૧૩ પંડિતજનોને શ્રુતનો મદ હોય છે, તેથી તેઓ નવી નવી ગ્રંથરચના કરે છે - આવા આક્ષેપનો પરિહાર કરાય છે—
आगमे सति नवः श्रमो मदान्न स्थितेरिति खलेन दूष्यते । नौरिवेह जलधौ प्रवेशकृत् सोऽयमित्यथ सतां सदुत्तरम् ॥३२-१४।।
“આગમો હોવા છતાં નવા શાસ્રને રચવાનો નવો શ્રમ મદના કારણે થાય છે, આગમની મર્યાદા છે માટે નહિ - આ પ્રમાણે દુર્જનો નવા શાસ્રની રચનાને દૂષિત કરે છે. તેથી અહીં સજ્જનોનો સાચો જવાબ એ છે કે સમુદ્રમાં પ્રવેશ કરાવનાર નૌકાજેવો એ શ્રમ છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે.
આશય એ છે કે કવિજનોની નવી નવી ગ્રંથરચનાને જોઇને એ વિષયમાં દુર્જનો એમ કહેતા હોય છે કે આગમો વિદ્યમાન હોય તો નવા નવા ગ્રંથોની રચના કરવાની પાછળ શું પ્રયોજન છે ? કારણ કે માત્ર પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન જ ત્યાં મદથી કરાય છે... આવા આક્ષેપના જવાબમાં સજ્જનોનું એ કહેવું છે કે આગમ સમુદ્રજેવાં છે. એમાં પ્રવેશ કરવા માટે નાવતુલ્ય પ્રકરણાદિ ગ્રંથો છે. નાવ વિના સમુદ્રમાં જઇએ તો પરિણામ કેવું આવે : તે આપણે સારી રીતે સમજી શકીએ છીએ. પ્રકરણાદિ ગ્રંથોની રચના કરીને ગ્રંથકાર૫૨મર્ષિઓએ આગમસમુદ્રમાં આપણો પ્રવેશ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. આવા નવા નવા ગ્રંથોની રચના થઇ ન હોત તો આગમસમુદ્રનો પાર પામવાનું શક્ય ના બનત. સમુદ્ર તરવા માટે તો નૌકા છે. નવા ગ્રંથો, આગમના અર્થને પામવા માટેનું એકમાત્ર સાધન છે... ઇત્યાદિ સમજી લેવું જોઇએ. ॥૩૨-૧૪ નવા નવા ગ્રંથોની રચનાથી પૂર્વ પૂર્વ સૂરિભગવંતોની હીલના થાય છે, એ આક્ષેપનું નિરાકરણ કરાય છે—
पूर्वपूर्वतनसूरिहीलना, नो तथापि निहतेति दुर्जनः ।
तातवागनुविधायिबालवन्नेयमित्यथ सतां सुभाषितम् ॥ ३२-१५॥
“નૌકાતુલ્ય નવા ગ્રંથોની રચના હોવા છતાં, પૂર્વ પૂર્વ કાળમાં થયેલા પૂજ્ય આચાર્ય ભગવંતોની તેથી હીલના તો થઇ જ જાય છે - આ પ્રમાણે દુર્જનો કહે છે. આના ઉત્તર-સ્વરૂપે
એક પરિશીલન
૨૬૩