Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ગમનાગમનાદિ ક્રિયાકાળમાં સ્વભાવમાં સમરસ્થિતિ સ્વરૂપ જ નિત્ય ધ્યાન કે તપ હોય છે એમ માનવામાં આવે તો તે આહારકાળમાં પણ નિરાબાધ છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ll૩૦-રરા બારમા હેતુનું નિરાકરણ કરાય છે
परमौदारिकं चाङ्गं, भिन्नं चेत्तत्र का प्रमा ।
औदारिकादभिन्नं चेद्, विना भुक्तिं न तिष्ठति ॥३०-२३॥ परमौदारिकं चेति-परमौदारिकं चाङ्गं शरीरं भिन्नं चेदौदारिकादिभ्यः क्लृप्तशरीरेभ्यः, तर्हि तत्र का प्रमा किं प्रमाणं ? न किञ्चिदित्यर्थः । औदारिकादभिन्नं चेत्तत्केवलमतिशयितरूपाद्युपेतं तदेव तदा भुक्तिं विना न तिष्ठति । चिरकालीनौदारिकशरीरस्थितेभुक्तिप्रयोज्यत्वनियमात् । भुक्तेः सामान्यतः पुद्गलविशेषोपचयव्यापारकत्वेनैवोपयोगात् । वनस्पत्यादीनामपि जलाद्यभ्यादानेनैव चिरकालस्थितेः । शरीरविशेषस्थितौ विचित्रपुद्गलोपादानस्यापि हेतुत्वेन तं (विना) केवलिशरीरस्थितेः कथमप्यसम्भवात् तत्र परमौदारिकभिन्नत्वस्य कैवल्याकालीनत्वपर्यवसितस्य विशेषणस्याप्रामाणिकत्वादिति ॥३०-२३।।
ઔદારિક શરીર કરતાં પરમ ઔદારિક શરીર ભિન્ન-જુદું) છે, તેમાં શું પ્રમાણ છે? જો પરમ ઔદારિક શરીર ઔદારિક શરીરથી અભિન્ન છે, તો તે ભોજન વિના નહિ ટકે.” - આ પ્રમાણે તેવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે “શ્રી વીતરાગપરમાત્માનું શરીર પરમ ઔદારિક હોવાથી તેઓશ્રીને સુધા વગેરેનો સંભવ ન હોવાના કારણે શ્રી કેવલજ્ઞાનીને ભોજનનો અભાવ છે.” આ પ્રમાણે દિગંબરોએ જણાવ્યું હતું. એ વિષયમાં જણાવવાનું કે પરમ ઔદારિક શરીર, પ્રસિદ્ધ ઔદારિકાદિ શરીરથી ભિન્ન છે કે અભિન્ન છે : આ બે વિકલ્પ છે. બંન્ને વિકલ્પમાં દોષ છે. કારણ કે પરમ ઔદારિક શરીર, લૂપ્ત ઔદારિકાદિ શરીરથી ભિન્ન છે - એમ માનવા માટે કોઈ પ્રમાણ નથી અને બીજા વિકલ્પ મુજબ પરમ ઔદારિક શરીરને ક્લત શરીરથી ભિન્ન ન માનતાં અભિન્ન માની લેવામાં આવે તો તે કેવલ શ્રેષ્ઠ રૂપાદિથી યુક્ત એવું શરીર ચિરકાળ સુધી ભોજન વિના ટકી શકશે નહિ.
કારણ કે લાંબા કાળ સુધીની ઔદારિક શરીરની સ્થિતિ ભુક્તિપ્રયોજ્ય છે. અર્થાત જ્યાં ભુક્તિ(ભોજન)પ્રયોજ્યત્વનો અભાવ છે, ત્યાં લાંબા કાળ સુધી શરીરની સ્થિતિ હોતી નથી. એવી દીર્ઘ સ્થિતિ માટે ભોજન માન્યા વિના ચાલે એવું નથી. શ્રી કેવલીપરમાત્મા કવલાહાર ન કરે તો દેશોના પૂર્વ કરોડ વર્ષ સુધી તેઓશ્રીનું પરમ ઔદારિક શરીર ટકે કઈ રીતે? ભોજન, શરીરની ચિરકાળ સ્થિતિની પ્રત્યે પુદ્ગલવિશેષનો ઉપચય કરવા દ્વારા ઉપયોગી બને છે. “વનસ્પતિકાય જીવોનાં ઔદારિક શરીરો હજારો વર્ષો સુધી કવલાહાર વિના કઈ રીતે ટકે છે?” આવી શંકા નહિ કરવી જોઇએ. કારણ કે તે જીવોના શરીરની લાંબા કાળ સુધીની સ્થિતિ પણ પાણી વગેરેના ગ્રહણથી જ ઉપપન્ન છે. અન્યથા તો તે શરીરો પણ નાશ પામે છે.
૨૧૦
કેવલિભક્તિવ્યવસ્થાપન બત્રીશી