Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પરિશીલનની પૂર્ણતાની પળે...
આ પૂર્વે એકત્રીસમી બત્રીસીમાં મોક્ષનું વાસ્તવિક સ્વરૂપ વર્ણવ્યું. હવે આ બત્રીશીમાં મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બનેલા સજજનોની સ્તવના કરવામાં આવી છે. તેઓની અનેકાનેક વિશેષતાઓનું વર્ણન અહીં વિસ્તારથી કરવામાં આવ્યું છે. સાથે સાથે દુર્જનોની મનોદશાનો પણ ખ્યાલ અપાયો છે. લગભગ અઢાર શ્લોકોથી આ રીતે સજજન અને દુર્જનના સ્વરૂપાદિનું વર્ણન કરીને ગ્રંથકારશ્રીએ પોતાના પૂજય પૂર્વતન મહાપુરુષોનો પરિચય કરાવીને પૂ. ગુરુદેવાદિની પ્રત્યે ભક્તિભાવ વ્યક્ત કર્યો છે. તેઓશ્રીની પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરતી વખતે પોતાની અકિંચન અવસ્થાને માર્મિક રીતે વર્ણવી છે. હૃદયસ્પર્શી એ વર્ણનનું પરિશીલન આત્માને પૂ. ગુરુદેવશ્રી પ્રત્યેના બહુમાનથી પ્લાવિત કરી દેનારું છે.
આ ગ્રંથની અવિચ્છિન્ન પરંપરાથી પ્રાપ્ત થનારો યશ, આ ગ્રંથના નિર્માણ માટેનું સામર્થ્ય અને આ ગ્રંથના અધ્યયનાદિથી પ્રાપ્ત થનારું ફળ... ઇત્યાદિનું અદ્ભુત વર્ણન આ બત્રીસીના અંતિમ ભાગમાં કરાયું છે. આ રીતે ‘દ્વાશિદ્ દ્વાત્રિશિકા' પ્રકરણની અહીં સમાપ્તિ થાય છે.
આ ગ્રંથની રચના ગહન છે. ગ્રંથકારપરમર્ષિએ એ વાત આ બત્રીસીમાં જણાવી છે. આજના આ વિષમ કાળમાં આ ગ્રંથનું અધ્યયન ખૂબ જ અલ્પ પ્રમાણમાં થતું હતું. આજથી લગભગ બત્રીસ વર્ષ પૂર્વે સ્વ. પૂજાપાદ મારા અનંતોપકારી પરમતારક આ.ભ.શ્રી.વિ. રામચંદ્ર સૂ. મહારાજાએ પ્રથમ બત્રીશીના એકત્રીસમા શ્લોક અંગે મને સામાન્યપણે પૂછ્યું હતું. તેથી ત્યારે આ ગ્રંથના અધ્યયનની મેં શરૂઆત કરી હતી. ત્યાર પછી બે-ત્રણ વાર આ ગ્રંથના અધ્યાપનનો પ્રસંગ મને પ્રાપ્ત થયો હતો. તે દરમ્યાન અધ્યાપનની સુગમતા માટે કેટલાંક વિષમસ્થળે મેં સંસ્કૃતમાં ટિપ્પણી કરી લીધી હતી. પરંતુ વિ.સં. ૨૦૪પ ના કા.વ. ૪ ના દિવસે લાલબાગ-મુંબઈમાં સ્વ. પૂ. પરમારાધ્યાપાદશ્રીએ આ ગ્રંથ ઉપર ગુજરાતીમાં જ વિવરણ લખવા અંગે મને જણાવ્યું હતું. તેથી તે પ્રમાણે કરવાની મારી ભાવના હોવા છતા સંયોગવશ એ પ્રમાણે કરવાનું શક્ય બન્યું ન હતું. વિ.સં. ૨૦૫૫ માં એ કાર્ય મેં શરૂ કર્યું. આજે એ કાર્ય પૂર્ણ થાય છે. આ આનંદના અવસરે એક માત્ર વ્યથાનું કારણ એ છે કે આજે પૂ. પરમારાધ્યાપારશ્રીની પાવન ઉપસ્થિતિ નથી.
મારા અધ્યાપક પ.પ્ર.શ્રી તૃપ્તિનારાયણ ઝાનો અનુગ્રહ અને સ્વ. પૂજયપરમારાથ્યપાદશ્રી આદિ પરમતારક પૂજ્ય ગુરુદેવોની પુણ્યકૃપાથી આજે આ કાર્ય મેં પૂર્ણ કર્યું છે. આમાં અનેકાનેક અવરોધો હતા, પણ અવસરે અવસરે સહજ રીતે જ તે તે વિષયોના વિજ્જનોના પુણ્ય પ્રયત્ન અવરોધો દૂર થતા ગયા. ખાસ કરીને મુદ્રિત પ્રતના અશુદ્ધ પાઠોની શુદ્ધિ માટે વિદ્વર્ય મુ. શ્રી, યશોવિજયજી મ.ના “દ્વિરાત્રિશિ પ્રજર ના આઠ ભાગોની સહાય અવિસ્મરણીય બની
૨૫૪
સજ્જનસ્તુતિ બત્રીશી