Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કદાચ ન પણ મેળવી શકીએ, પરંતુ તેમના દોષો પ્રગટ કરવાની દુર્જનતા તો ન જ દાખવવી જોઇએ... ઇત્યાદિ સમજાવવાનું તાત્પર્ય છે. II૩૨-૫ા
સ્વભાવથી જ સજ્જનોના દોષોને દુર્જનો પ્રગટ કરતા હોય છે. પરંતુ એથી સજ્જનોને કોઇ જ ફરક પડતો નથી. પરંતુ ઉપરથી લાભ થાય છે, એ જણાવાય છે—
दुर्जनैरिह सतामुपक्रिया, तद्वचोविजयकीर्त्तिसम्भवात् ।
व्यातनोति जिततापविप्लवां, वह्निरेव हि सुवर्णशुद्धताम् ॥३२-६॥
“અહીં દુર્જનો દ્વારા સજ્જનો ઉપર ઉપકાર કરાય છે. કારણ કે દુર્જનોનાં વચનો ઉપર કે વિજય પ્રાપ્ત કરવાથી સજ્જનોની કીર્તિ જ ફેલાય છે. તાપના ઉપદ્રવને સહન કરી લેવાથી સુવર્ણની શુદ્ધતા વહ્નિ જ કરે છે ને ?” – આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે, દુર્જનો જ્યારે પણ સજ્જનો ઉ૫૨ દોષારોપણ કરે છે, ત્યારે પારમાર્થિક દૃષ્ટિએ સજ્જનોને લાભ જ થતો હોય છે; પરંતુ તેમને તેથી તેમાં કશું જ ગુમાવવું પડતું નથી. આજ સુધીમાં આવા કંઇકેટલાય પ્રસંગો બનેલા છે. કેટલાક મહાત્માઓને એવા પ્રસંગે કેવલજ્ઞાનની પણ પ્રાપ્તિ થઇ છે.
મહાત્માઓ ઉપર દુર્જનોએ જે પણ આક્ષેપો કર્યા તે બધાનો પ્રતિકાર કર્યા વિના તેને સહન કરી તેની ઉપર વિજય પ્રાપ્ત કર્યો. જેથી મહાત્માઓની કીર્ત્તિ સર્વત્ર વિસ્તારને પામી. આમાં દુર્જનોએ કરેલ દોષારોપણ પણ એક નિમિત્ત તો છે. એને સહન કરી લેવાથી સજ્જનોને પારમાર્થિક લાભની પ્રાપ્તિ થતી હોય છે. આ વાતનું સમર્થન દષ્ટાંતથી કરાયું છે. સુવર્ણ પણ વહ્નિના તાપના ઉપદ્રવને જીતી લે છે તો તે શુદ્ધિને પ્રાપ્ત કરે છે. આ રીતે સજ્જનોના લાભમાં દુર્જનો ઉપકારક બને છે. II૩૨-૬॥
ત્રીજા શ્લોકમાં જણાવ્યું હતું કે સજ્જનોની વાણી અમૃત કરતાં પણ મધુર છે, તેનું કારણ જણાવાય છે—
સક્ષયા, या कदाऽपि न भुजङ्गसङ्गता । गोत्रभित्सदसि या न सा सतां, वाचि काचिदतिरिच्यते सुधा ॥ ३२- ७॥
कलङ्क
“સજ્જનોની વાણીમાં કોઇક અતિરિક્ત જ સુધા (અમૃત) છે. કારણ કે તે ચંદ્રમામાં રહેતી ન હોવાથી ક્ષયવાળી નથી, ક્યારે પણ સર્પોની સંગત કરતી નથી અને તે ઇન્દ્રની સભામાં નથી.” – આ પ્રમાણે સાતમા શ્લોકનો સામાન્યાર્થ છે. એની પાછળનો આશય એ છે કે સામાન્ય રીતે લોકમાં પ્રસિદ્ધ છે કે અમૃત ચંદ્રમામાં વૃત્તિ છે અને તેથી ચંદ્રમાની જેમ જ વદ ૧ થી તેનો ક્ષય થાય છે. અમૃતની આસપાસ સર્પ (ભુજંગો) ફરતા હોય છે. તેમ જ અમૃત ઇન્દ્રની સભામાં એક પરિશીલન
૨૫૯