Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 263
________________ (દેવલોકમાં) હોય છે. પરંતુ સજ્જનની વાણીમાં જે અમૃત છે તે સુપ્રસિદ્ધ અમૃતથી અતિરિકતા છે, જે ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. પરંતુ તકલીફ એક જ છે કે આવા અમૃતની રુચિ જાગવી જોઇએ તેવી જાગતી નથી. સજ્જનોની વાણી સાંભળવાની ઇચ્છા થાય, પછી તેની પ્રવૃત્તિ થાય અને પછી તેની અભિરુચિ થાયઃ આ બધું ખૂબ જ અશક્ય છે. તેવા પ્રકારની વિશિષ્ટ ભવિતવ્યતાનો પરિપાક થયો હોય અને કર્મની લઘુતા થયેલી હોય તો જ હિતને કરનારી એવી સજ્જનની વાણીમાં રહેલી સુધાનો આસ્વાદાનુભવ થાય, અન્યથા એ શક્ય નથી. li૩ર-ળી સજ્જનોની સુધાયુક્ત વાણીથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છે दुर्जनोद्यमतपर्तुपूर्तिजात्, तापतः श्रुतलता क्षयं व्रजेत् । नो भवेद् यदि गुणाम्बुवर्षिणी, तत्र सज्जनकृपातपात्ययः(या) ॥३२-८॥ “ગુણસ્વરૂપ પાણીને વરસાવનારી, સજ્જનની કૃપાસ્વરૂપ વર્ષાઋતુ ન હોય તો, દુર્જનોના ઉદ્યમ સ્વરૂપ ગ્રીષ્મઋતુથી ઉત્પન્ન થયેલા તાપથી શ્રુતજ્ઞાન સ્વરૂપ વેલડી ક્ષય પામી જાય.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અક્ષરાર્થ છે. જેનો આશય સ્પષ્ટ છે કે અહીં દુર્જનના ઉદ્યમને ગ્રીષ્મઋતુ, શ્રુતજ્ઞાનને વેલડી, સજ્જનની કૃપાને વર્ષાઋતુ અને ગુણોને પાણીની ઉપમા દ્વારા વર્ણવ્યા છે. દુર્જનોનો સ્વભાવ છે કે શ્રુતજ્ઞાનનો નાશ કરવો. પોતાની વાતનો પ્રતિકાર કરવાનું અદ્ભુત સામર્થ્ય શ્રુતજ્ઞાનમાં છે – એનો ખ્યાલ હોવાથી શ્રુતજ્ઞાનનો નાશ કરવા માટે તેઓ નિરંતર પ્રયત્ન કરતા રહે છે. આ પરિસ્થિતિમાં સજ્જનોની ગુણાન્વિત કૃપા જ દુર્જનોના એ પ્રયત્નને નિરર્થક બનાવે છે. ગ્રીષ્મઋતુનો તાપ પડ્યા પછી સુકાઈ ગયેલી વેલડીને વર્ષાઋતુની જલવર્ષા જ નાશ પામતી અટકાવે છે – એ સમજી શકાય છે. આવી જ રીતે દુર્જનોના પ્રયત્ન સ્વરૂપ ગ્રીષ્મઋતુના તાપથી નાશ પામતી શ્રુતજ્ઞાનસ્વરૂપ વેલડીને ગુણજળની વર્ષોથી સજ્જનની કૃપા સ્વરૂપ વર્ષાઋતુ નાશ પામવા દેતી નથી. અન્યથા દુર્જનોના ઉદ્યમથી શ્રુતજ્ઞાનનો નાશ થઈ જાત. ll૩ર-૮ સજજન અને દુર્જનના ભેદને કાર્યાતરના ભેદથી જણાવાય છે तन्यते सुकविकीर्त्तिवारिधौ दुर्जनेन वडवानलव्यथा । सज्जनेन तु शशाङ्ककौमुदीसङ्गरवदहो महोत्सवः ॥३२-९॥ “સારા કવિઓની કીર્તિસ્વરૂપ સમુદ્રમાં દુર્જનો વડે વડવાગ્નિની વ્યથા ફેલાવાય છે. પરંતુ સજ્જનો વડે તો ચંદ્રમાની જયોસ્નાના સંગના રંગથી યુક્ત એવો મહોત્સવ કરાય છે.” - આ ૨૬૦ સજ્જનસ્તુતિ બત્રીશી

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278