Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 260
________________ स्याद् बली बलमिह प्रदर्शयेत्, सज्जनेषु यदि सत्सु दुर्जनः । किं बलं नु तमसोऽपि वर्ण्यते, यद् भवेदसति भानुमालिनि ॥३२-२॥ “સજ્જનો હોતે છતે જો દુર્જને પોતાનું બળ બતાવે તો તેને બળવાન કહેવાય. શું સૂર્ય ન હોય ત્યારે અંધકારનું પણ બળ વર્ણવાય છે ખરું?” – આ પ્રમાણે બીજી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે દુર્જન સજ્જનની અપેક્ષાએ ક્યારે પણ બળવાન હોતા નથી. સજ્જનોની ઉપસ્થિતિ ન હોય ત્યારે તેઓ વાદ-પ્રતિવાદ જોરશોરથી કરતા હોય છે અને સામાન્ય લોકોમાં તેઓ સમર્થ તરીકે પોતાની છાપ ઉપસાવતા હોય છે. પરંતુ વસ્તુસ્થિતિ એવી હોતી નથી. સજજનોની ઉપસ્થિતિમાં દુર્જન પોતાના સામર્થ્યને પ્રદર્શિત કરે તો ચોક્કસ જ તે દુર્જનને બળવાન કહી શકાય. પરંતુ એવું બનતું નથી. સજ્જનોની શ્રદ્ધા, માર્ગાનુસારિણી પ્રજ્ઞા અને તાત્ત્વિક પ્રવૃત્તિના સામર્થ્યની સામે ટકી રહેવાનું સામર્થ્ય દુર્જનમાં ક્યારેય ય નથી હોતું. આમ છતાં સજ્જનોની અવિદ્યમાનતામાં દુર્જનો કોઈ વાર પોતાના બળનું પ્રદર્શન કરતા પણ હોય છે. એનો અર્થ એ નથી કે તેઓ બળવાન છે. કારણ કે રાત્રિને વિશે સૂર્ય ન હોય ત્યારે અંધકાર સર્વત્ર પ્રસરે છે. તેથી કાંઈ સૂર્ય કરતાં અંધકારનું બળ (સામર્થ્ય-પ્રભાવ) અધિક છે : એમ થોડું મનાય છે? સજ્જનો સૂર્ય જેવા છે અને દુર્જનો અંધકાર જેવા છે. સૂર્યની ઉપસ્થિતિમાં જયાં અંધકારનું અસ્તિત્વ જ શક્ય નથી, ત્યાં તેની બળવત્તાની વિચારણાનો અવકાશ જ કઈ રીતે સંભવે? સજ્જનોની સામે આવવાનું જ જ્યાં દુર્જનને શક્ય નથી ત્યાં તેની સામે થવાનો પ્રસંગ જ ક્યાંથી હોય... ઈત્યાદિ સ્પષ્ટ છે. ૩ર-રા સજજન અને દુર્જનના પરિચય માટે લિંગો જણાવાય છે– दुर्जनस्य रसना सनातनी, सङ्गतिं न परुषस्य मुञ्चति । सज्जनस्य तु सुधातिशायिनः, कोमलस्य वचनस्य केवलम् ॥३२-३॥ “દુર્જનની જીભ હંમેશાં કઠોર વચનની સંગતિને છોડતી નથી; પરંતુ સજ્જનની જીભ હંમેશાં અમૃતથી પણ ચઢિયાતા એવા મધુર અને કોમલ વચનની જ સંગતિને છોડતી નથી.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે, દુર્જનનો સ્વભાવ જ છે કે તે કાયમ માટે કઠોર જ બોલ્યા કરે છે. કોઈ વાર અત્યંત સ્વાર્થને પ્રાપ્ત કરવા મધુર બોલે ત્યારે પણ હૃદયમાં ખૂબ જ કઠોરતા ભરી હોય છે. આનાથી તદ્દન વિપરીત સ્વભાવ સજ્જનોનો હોય છે. તેઓ હંમેશા અમૃતથી પણ અધિક મધુર અને કોમલ વચન જ બોલતા હોય છે. કોઈ વાર સામા માણસની યોગ્યતા જોઇને હિતબુદ્ધિએ કઠોર વચન પણ બોલતા હોય ત્યારે હૈયાની એક પરિશીલન ૨૫૭

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278