Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 259
________________ अथ प्रारभ्यते सज्जनस्तुतिद्वात्रिंशिका ।। આ પૂર્વેની બત્રીશીમાં મુક્તિના વિષયમાં પરમતોનું નિરાકરણ કરીને સકલ કર્મના ક્ષય સ્વરૂપ મોક્ષનું સ્વરૂપ સ્વમતાનુસારે વર્ણવ્યું છે. અનંતસુખના ધામ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે શુદ્ધ ધર્મની આરાધના સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે ગુણવાન પ્રત્યેનો અષ વગેરે મુખ્ય કારણો છે. ધર્મની સાધના કરનારા સાધકવર્ગમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ગુણવાન પ્રત્યેનો અહેષ જોવા મળતો હોય છે. કેટલીક વાર એવું પણ બનતું જોવા મળતું હોય છે કે સાધનાના પ્રકર્ષ સુધી પહોંચતી વખતે આ ગુણવાન પ્રત્યે અદ્વેષ ન હોવાથી સાધના પણ છિન્ન-ભિન્ન થઈ જાય છે. તેથી સાધનાથી સિદ્ધિ સુધી પહોંચવામાં, ગુણવાન પ્રત્યેનો દ્વેષ, માત્સર્ય અને ઇર્ષ્યા વગેરેનો ભાવ પ્રતિબંધક બની જાય છે - એ જાણીને મુમુક્ષુ આત્માઓ ગુણવાનની પ્રત્યે દ્વેષાદિને ધારણ કરતા નથી. એ અદ્વેષની રક્ષા માટે ગુણવાન એવા સજ્જનોનું સ્વરૂપ જાણી લઈએ તો તેઓશ્રીની પ્રત્યે બહુમાનાદિ ટકી રહે છે. આ આશયથી હવે આ બત્રીશીમાં સજનની સ્તુતિ દ્વારા તેમનું સ્વરૂપ વર્ણવાય છે– नाम सज्जन इति त्रिवर्णकं, कर्णकोटरकुटुम्बि चेद् भवेत् । नोल्लसन्ति विषशक्तयस्तदा, दिव्यमन्त्रनिहताः खलोक्तयः ॥३२-१॥ “સજ્જન - આ ત્રણ વર્ણવાળું નામ, કર્ણવિવરમાં કુટુંબી થાય ત્યારે વિષની શક્તિવાળાં દુર્જનોનાં વચનો દિવ્યમંત્રથી સામર્થ્યહીન બનેલાં ઉલ્લાસ પામતાં નથી.” - આ પ્રમાણે પ્રથમ ગાથાનો અર્થ છે. એનો આશય એ છે કે સામાન્ય રીતે દુર્જનોનાં વચનો સર્પના વિષ જેવા મારકણાં હોય છે. પરંતુ તેવા પ્રકારના વિષને હરણ કરનારા મંત્રના પ્રયોગથી જેમ વિષની મારકશક્તિ નાશ પામે છે, તેમ “સર્જન' આ નામસ્વરૂપ મંત્ર, કાનમાં આપણા કૌટુંબિક પુરુષોની જેમ જો સદાને માટે વસી જાય તો, દુષ્ટ પુરુષોનાં વિષશક્તિ(મારકશક્તિ)થી ભરેલાં વચનો, પોતાની શક્તિ એ મંત્રથી નષ્ટ થઈ જવાથી કાંઈ જ કરી શકતાં નથી. સાવ જ સામર્થ્યહીન બની જાય છે. સજ્જનના નામમાં એ અચિંત્ય સામર્થ્ય છે કે જેથી દુષ્ટજનોનાં વચનો કોઈ પણ રીતે આત્માની ઉપર ખરાબ સંસ્કાર પાડી શકતા નથી. આ છેલ્લી બત્રીશીમાં માત્ર ગાથાઓ જ છે. તેની ઉપર ટીકાની રચના કરી નથી. તેથી તે તે ગાથાઓનો પરમાર્થ વર્ણવવાનું થોડું અઘરું છે. માત્ર ગાથાઓ ઉપરથી ગ્રંથકાર પરમર્ષિના આશયને સમજવાનું ઘણું જ કપરું છે. આમ છતાં બીજો કોઈ ઉપાય ન હોવાથી એ અંગે થોડો પ્રયત્ન અહીં કર્યો છે. ૩ર-૧ સજ્જનની અપેક્ષાએ દુર્જન બળવાન હોય તો “સજન નામનો મંત્ર દુર્જનનાં વચનોની વિષશક્તિનું હરણ કઈ રીતે કરશે, આ શંકાનું સમાધાન કરાય છે– ૨૫૬ સજ્જનસ્તુતિ બત્રીશી

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278