Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
परमानमिति-परेषामेकान्ताभिनिविष्टानां मानं कुहेतुं दलयतां स्याद्वादमुद्गरेण । किं भूतं ? परः प्रकृष्टो मानो दर्पो यस्मात्तत्तथा । दयावतामनेकान्तप्रणयितया जगदुद्दिधीर्षावतां सिताम्बरसाधूनां परमानन्दचर्चया महोदयमीमांसया वयं परमेणोत्कृष्टेनानन्देन पीनाः पुष्टाः स्मः ॥३१-३२।।
“નૈયાયિકાદિ પરવાદીઓના અત્યંત ગર્વને ઉત્પન્ન કરનારા કુહેતુઓનું પ્રમાણાભાસનું) ખંડન કરનારા દયાવંત શ્વેતાંબર સાધુઓની પરમાનંદસ્વરૂપ મોક્ષની ચર્ચાથી અમે પરમાનંદથી પુષ્ટ બન્યા છીએ.” - આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો કહેવાનો આશય એ છે કે એકાંતવાદના અભિનિવેશી એવા પરદર્શનીઓએ મોક્ષના વિષયમાં જે જે હેતુઓ(પ્રમાણ) જણાવ્યા; તે તે કુહેતુઓ(હત્વાભાસો-દુષ્ટ હેતુઓ)નું સારી રીતે સ્યાદ્વાદસ્વરૂપ મુદ્ગરથી ખંડન કરનારા દયાવંત શ્વેતાંબર સાધુઓએ પરમાનંદ-મહોદયસ્વરૂપ મોક્ષની જે મીમાંસા કરી છે, તેનાથી અમે ઉત્કૃષ્ટ આનંદથી પુષ્ટ થયા છીએ.
અહીં એ સમજી લેવું જોઇએ કે, પરવાદીઓએ પોતાની માન્યતાને સિદ્ધ કરવા માટે જે અનુમાનોને પ્રમાણ તરીકે દર્શાવ્યાં છે, તે બધાં પ્રમાણાભાસ છે. કારણ કે તેમાં હેત્વાભાસોનો પ્રયોગ કરાયેલો છે. તેનું ખંડન કરવાનું કાર્ય શ્વેતાંબર સાધુભગવંતોએ કર્યું છે. ખંડન કરતી વખતે પણ એ મહાત્માઓનો દયાનો પરિણામ નાશ પામતો નથી. અનેકાંતવાદનો પ્રેમ હોવાથી જગતના જીવોને આ સંસારથી પાર ઉતારવાની ભાવનાને લઈને શ્વેતાંબર સાધુભગવંતોએ મોક્ષના સ્વરૂપ અંગે ખૂબ જ પ્રામાણિકપણે વિચારણા કરી છે. અન્યદર્શનીઓની વાતમાં જેટલો પણ સત્યાંશ જણાયો ત્યાં તેનું સમર્થન કરીને પોતાના હૈયાની નિર્મળતાનો પરિચય કરાવ્યો છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થની પ્રાપ્તિ વિના એવી દયાને પામવાનું કોઈ પણ રીતે શક્ય નથી. પરસિદ્ધાંતનું ખંડન કરવું અને ત્યાં રહેલા સત્યાંશનું સમર્થન કરવું: એ ખૂબ જ કપરું કામ છે. પરંતુ જગતના જીવોની અજ્ઞાનદશાને દૂર કરવાની ઉત્કટ પવિત્ર ભાવનાથી શ્વેતાંબર સાધુઓએ એ કાર્ય ખૂબ જ સરળતાથી પરિપૂર્ણ કર્યું છે. તેઓશ્રીએ એ રીતે કરેલી મોક્ષની મીમાંસા અમારા પરમાનંદનું કારણ છે – એ પ્રમાણે ગ્રંથકારપરમર્ષિ ફરમાવે છે. પરમપદની ઉત્કટ ઇચ્છા પરમાનંદની ચર્ચાથી પરમાનંદનું કારણ બને : એ સમજી શકાય છે. અંતે ગ્રંથકારશ્રીના જણાવ્યા મુજબ શ્વેતાંબર સાધુમહાત્માઓ દ્વારા કરાયેલી મોક્ષના સ્વરૂપની મીમાંસાથી આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા. ૩૧-૩રા.
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां मुक्तिद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
એક પરિશીલન
૨૫૩