Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
अशरीरमिति - अशरीरं वाव सन्तमित्यादिश्रुतितोऽशरीरं वाव सन्तं प्रियाप्रिये न स्पृशत इति श्रुतेः पुनरुभयाभावः सुखदुःखोभयाभावः सिद्धः, एकसत्तां सुखसत्तां न हन्ति । एकवत्यपि द्वित्वावच्छिन्नाभावप्रत्ययाद् । अस्तु वा तत्राप्रियपदसन्निधानात् प्रियपदस्य वैषयिकसुखपरत्वमेवेत्यपि द्रष्टव्यं । यतः સ્મૃતમ્ ||૨૧-૨૬||
“ઝશરીર વાવ... ઇત્યાદિ શ્રુતિથી સિદ્ધ થયેલા ઉભયાભાવથી એકની સત્તાનો નિષેધ થતો નથી, જેથી કહેવાયું છે... (જે હવે પછી જણાવાશે).” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે ‘ગશરીર વાવ માં પ્રિયપ્રિયે ન સ્પૃશતઃ' અર્થાત્ ‘હે મૈત્રેયી ! શરીરથી રહિત એવા મિથ્યાવાસનાથી શૂન્ય આત્માને પ્રિય અને અપ્રિય સ્પર્શતા નથી.' - આ શ્રુતિથી સુખદુઃખ ઉભયનો અભાવ સિદ્ધ થાય છે. એ ઉભયાભાવ એકની અર્થાત્ સુખની સત્તાને દૂર કરતો નથી. કારણ કે એકવમાં પણ દ્વિત્વાવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવની અર્થાત્ બેના અભાવની પ્રતીતિ થાય છે. “પ્રિયાપ્રિયે ન સ્પૃશતઃ અહીં ખરી રીતે પ્રિયનો અભાવ અને અપ્રિયનો અભાવ સિદ્ધ થાય છે. અર્થાત્ બે અભાવની સિદ્ધિમાં તાત્પર્ય છે. પ્રિય અને અપ્રિય : આ બંન્નેનો (ઉભયનો) એક અભાવ સિદ્ધ કરવાનું તાત્પર્ય નથી.” આ પ્રમાણે કહેવામાં આવે તો, પ્રિયાપ્રિયે ન સ્પૃશતઃ અહીં ‘પ્રિય’ પદના સાન્નિધ્યથી ‘પ્રિય’ પદ વૈષયિકસુખપરક સમજવું. આથી સ્પષ્ટ છે કે તાદશ શરીર અને મિથ્યાવાસનાથી રહિત આત્માને પ્રિયાપ્રિય સ્પર્શતા ન હોવા છતાં આત્મિક સુખની હાનિનો પ્રસંગ નહિ આવે. કારણ કે હવે પછી જણાવાતી વાત સ્મૃતિમાં કહેલી છે. II૩૧-૨૯લા સ્મૃતિમાં જણાવેલી વાત જણાવાય છે—
सुखमात्यन्तिकं यत्र, बुद्धिग्राह्यमतीन्द्रियम् ।
તે હૈ મોક્ષ વિનાનીયાવું, દુષ્પ્રાપમતાત્મમિ: રૂ૧-૩૦ના
-
સુમિતિ—પદ: રૂ૧-૩૦||
શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય એ છે કે જ્યાં આત્યંતિક, અતીન્દ્રિય અને બુદ્ધિગ્રાહ્ય સુખ છે તેને મોક્ષ જાણવો; જે અમૃતાત્માઓ માટે દુષ્પ્રાપ્ય છે. જે લોકોએ શાસ્ત્રાનુસાર યોગની સાધના કરી નથી, એ બધા અકૃતાત્માઓ છે. વિષયજન્ય સુખ કાયમ માટે રહેનારું નથી, ઇન્દ્રિયજન્યપ્રત્યક્ષનો વિષય છે અને બુદ્ધિગ્રાહ્ય નથી, ઇન્દ્રિયગ્રાહ્ય છે. મોક્ષમાં એનાથી વિલક્ષણ એવું સુખ છે.
આથી સ્પષ્ટ છે કે નૈયાયિકોને માન્ય એવા વચનથી પણ મોક્ષમાં સુખ છે - એ સિદ્ધ છે. તેથી પ્રિયાપ્રિયે ન સ્પૃશતઃ... ઇત્યાદિ સ્થળે વિષયજન્યસુખપરક પ્રિય શબ્દ છે. મોક્ષમાં એક પરિશીલન
૨૫૧