Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
નૈિયાયિકોની માન્યતા મુજબ મુક્તાત્માઓમાં જ્ઞાનનો અભાવ હોવાથી તેમનો દુઃખાભાવ પણ અવેદ્ય છે. એવો અવેદ્ય દુઃખાભાવ પુરુષાર્થસ્વરૂપ (પુરુષની કામનાના વિષયસ્વરૂપ) માનતા નથી. કારણ કે મૂચ્છદિની અવસ્થાની પ્રાપ્તિ માટે કોઈ પણ બુદ્ધિમાન પ્રવર્તતા નથી. અવેદ્ય એવા પણ દુઃખાભાવને જો પુરુષાર્થરૂપે માનવામાં આવે તો મૂચ્છદિની અવસ્થાને પામવા માટે બુદ્ધિમાનની પ્રવૃત્તિ થવાનો પ્રસંગ આવશે. આથી સ્પષ્ટ છે કે ગુણહાનિ અનિષ્ટ હોવાથી દુઃખાભાવસ્વરૂપ મુક્તિને માનવામાં આવે તો તેના માટે કોઇની પણ પ્રવૃત્તિ નહિ થાય એ જ નૈયાયિકોની માન્યતામાં દૂષણ છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૩૧-૨૬ll નૈયાયિકોની જ બીજી માન્યતાનું પણ નિરાકરણ થઈ ગયાનું જણાવાય છે–
एतेनैतदपास्तं हि, पुमर्थत्वेऽप्रयोजकम् ।
તજ્ઞાનં કુવનાશ, વર્તમાનોડનુભૂયતે રૂ9-૨૭ી एतेनेति-एतेन गुणहानेरनिष्टत्वेन हि निश्चितमेतदपास्तं । यदुक्तं महानैयायिकेन पुमर्थत्वे तज्ज्ञानं पुमर्थज्ञानमप्रयोजकं, दुःखनाशश्च वर्तमानोऽनुभूयते, विनश्यदवस्थेन योगिसाक्षात्कारेणेति ।।३१-२७।।
આથી ચોક્કસપણે આનું નિરાકરણ થાય છે કે – પુરુષાર્થત્વને વિશે પુમર્થનું જ્ઞાન પ્રયોજક નથી અને વર્તમાન દુઃખનાશ અનુભવાય છે....... આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો કહેવાનો આશય એ છે કે દુઃખાભાવસ્વરૂપ મોક્ષને માનવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબ ગુણહાનિના પ્રસંગના કારણે તેમાં પુરુષાર્થત્વ નહિ આવે. તેના જવાબમાં મહાનૈયાયિક ગંગેશોપાધ્યાયે જણાવ્યું છે કે “દુઃખાભાવની પુરુષાર્થતા માટે તે પુરુષાર્થના જ્ઞાનની આવશ્યકતા નથી. વર્તમાન એવો દુઃખાભાવ, વિનાશ પામતા એવા યોગિસાક્ષાત્કારથી અનુભવનો વિષય બની જાય છે. તેથી દુઃખાભાવમાં પૂર્વે જણાવ્યા મુજબ સ્વસમાનાધિકરણ સ્વસમાનકાલીન સાક્ષાત્કારવિષયત્વ હોવાથી તેમાં પુરુષાર્થત્વ પણ રહે છે.” - આ મહાનૈયાયિકનું કથન યુક્ત નથી. કારણ કે દુઃખાભાવની સાથે મોક્ષમાં સુખાભાવ પણ થવાથી પૂર્વે જણાવ્યા મુજબ ગુણહાનિ થાય છે અને તેથી અનિષ્ટના અનુબંધી એવા ઇષ્ટની પ્રાપ્તિ માટે કોઇ પ્રવૃત્તિ નહીં કરે... જે નૈયાયિકોની માન્યતામાં દૂષણ છે જ. ૩૧-૨થા
વૈરાગ્યના કારણે ગુણહાનિનું અનિષ્ટત્વ અનુભવાતું ન હોવાથી મોક્ષની સાધનામાં પ્રવૃત્તિની અનુપત્તિ નહિ થાય - આવી તૈયાયિકની માન્યતાનું નિરાકરણ કરાય છે
गुणहानेरनिष्टत्वं, वैराग्यान्नाथ वेद्यते । છાણી વિના વં, વૃત્તિઃ સુવાયોઃ l૩૦-૨૮
એક પરિશીલન
૨૪૯