Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કર્મક્ષય હોવાથી તેમાં સ્વતઃ પુમર્થતા(પુરુષની કામનાનું વિષયત્વ) નથી. આ પ્રમાણે શંકાકાર નૈયાયિકનું કહેવું છે. પરંતુ તે કથન યુક્ત નથી.
કારણ કે કર્મોમાં શક્તિસ્વરૂપે મુખ્યદુઃખત્વ જો માનીએ તો સ્યાદ્વાદમાં કોણ બાધક છે? દુઃખના હેતુઓ પણ કથંચિત્ દુઃખસ્વરૂપ છે. તેથી જ દુઃખક્ષયરૂપે કર્મક્ષયને તમારે ત્યાં (નૈયાયિકોને ત્યાં) પણ મુખ્યપ્રયોજન મનાય જ છે ને ? શક્તિરૂપે કર્મ દુઃખરૂપ હોવા છતાં વ્યક્તિ સ્વરૂપે તો તે દુઃખસ્વરૂપ નથી. વ્યક્તિ સ્વરૂપે જે દુઃખરૂપ છે, તેમાં જ મુખ્યપ્રયોજન– મનાય છે. આ પ્રમાણે બીજી રીતે મુખ્યપ્રયોજન– વર્ણવી શકાય એવું નથી. કારણ કે શક્તિ કે વ્યક્તિ સ્વરૂપે જે દુઃખસ્વરૂપ છે તેમાં (બંન્નેમાં) મુખ્યપ્રયોજનત્વ માનવામાં કોઈ દોષ નથી. ૩૧-૨૩
કર્મક્ષયસ્વરૂપ મોક્ષમાં સ્વતઃ પુમર્થતાનું નિરૂપણ પરમતથી કરીને હવે સ્વમતથી તેનું ઉપપાદન કરાય છે–
स्वतः प्रवृत्तिसाम्राज्यं, किं चाखण्डसुखेच्छया ।
निराबाधं च वैराग्यमसङ्गे तदुपक्षयात् ॥३१-२४॥ स्वत इति–किं च स्वतो निरुपधिकतया प्रवृत्तिसाम्राज्यमखण्डसुखेच्छयाऽखण्डसुखसंवलित्वात् कर्मक्षयस्य । नन्वेवं सुखेच्छया वैराग्यव्याहतिरित्यत आह-असङ्गेऽसङ्गानुष्ठाने तदुपक्षयात् सुखेच्छाया अपि विरमान्निराबाधं च वैराग्यं “मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः” इति वचनात् । न चेदेवं सुखेच्छया वैराग्यस्येव दुःखद्वेषात् प्रशान्तत्वस्यापि व्याहतिरेवेति भावः ॥३१-२४।।
તેમ જ અખંડ સુખની ઇચ્છાથી સ્વતઃ પ્રવૃત્તિ સંગત છે. અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થયે છતે સુખની ઇચ્છાનો ક્ષય થવાથી વૈરાગ્ય નિરાબાધ જ હોય છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે ઉપાધિથી રહિત એવી અખંડ સુખની ઇચ્છાથી જ્ઞાનાચારાદિની પ્રવૃત્તિ સંગત છે. કર્મક્ષયસ્વરૂપ મોક્ષ, અખંડ સુખથી સંવલિત હોવાથી તાદેશ અખંડ સુખથી સંવલિત કર્મક્ષય સ્વતઃ ઇચ્છાનો વિષય બને છે અને તેથી તેના સાધનભૂત જ્ઞાનાચારાદિમાં મુમુક્ષુઓની સારી રીતે પ્રવૃત્તિ થાય છે.
યદ્યપિ આ રીતે સુખની ઇચ્છાથી વૈરાગ્યની હાનિ થવાનો પ્રસંગ આવે છે. પરંતુ અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થયે છતે, સુખની ઇચ્છા પણ વિરામ પામતી હોવાથી વૈરાગ્ય નિરાબાધ હોય છે. “મોક્ષ કે સંસારમાં શ્રેષ્ઠ મુનિભગવંતો નિસ્પૃહ હોય છે.” - આ વચનથી અસંગાનુષ્ઠાનના કાળમાં વૈરાગ્યની કોઈ પણ રીતે હાનિ થતી નથી - એ સમજી શકાય છે. આ પ્રમાણે માનવામાં ન આવે તો સુખની ઇચ્છાથી જો વૈરાગ્યની હાનિ થતી હોય તો દુઃખના દ્વેષથી પ્રશાંત અવસ્થાની પણ હાનિ થાય છે – એમ માનવાનો પ્રસંગ આવશે. l૩૧-૨૪ll
એક પરિશીલન
૨૪૭