Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 251
________________ નૈયાયિકોની માન્યતા મુજબ મુક્તિમાં દુઃખની જેમ જ સુખાદિનો પણ ક્ષય થાય છે, એને અનુલક્ષીને જણાવાય છે समानायव्ययत्वे च, वृथा मुक्तौ परिश्रमः । गुणहानेरनिष्टत्वात्ततः सुष्ठुच्यते हादः ॥३१-२५॥ समानेति-समानायव्ययत्वे च सुखदुःखाभावाभ्यामभ्युपगम्यमाने मुक्तौ वृथा परिश्रमः । गुणहानेरनिष्टत्वात्तदनुविद्धदुःखनाशोपायेऽनिष्टानुबन्धित्वज्ञानेन प्रेक्षावत्प्रवृत्तेरयोगात् । ततो ह्यदः सुष्ठूच्यते ।।३१-२५॥ લાભ અને નુકસાન સમાન હોય તો મોક્ષ માટેનો પરિશ્રમ વ્યર્થ બનશે. કારણ કે ગુણનો નાશ કોઈને પણ ઈષ્ટ બનતો નથી. તેથી આ જે કહેવાય છે (છવ્વીસમા શ્લોકમાં જણાવ્યું છે તે) તે સારું છે.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે નૈયાયિકોની માન્યતા મુજબ મોક્ષમાં જેમ દુઃખ નથી તેમ સુખ પણ નથી. દુઃખનો નાશ કરીને મોક્ષની પ્રાપ્તિ થઈ તો સુખનો પણ નાશ થઈ ગયો. આ રીતે દુઃખનાશનો લાભ થયો તો સુખના નાશનું નુકસાન પણ થયું. સુખનો અભાવ અને દુઃખનો અભાવઃ એ બંન્નેના કારણે આય અને વ્યયનું સામ્ય સ્વીકારવાથી મુક્તિને અનુલક્ષીને કરેલો પરિશ્રમ વ્યર્થ થશે. કારણ કે ગુણની હાનિ અનિષ્ટ છે. એ અનિષ્ટથી અનુવિદ્ધ એવા દુઃખનાશના ઉપાયમાં અનિષ્ટના અનુબંધિત્વનું જ્ઞાન થવાથી કોઇ પણ બુદ્ધિમાનની તેમાં (દુઃખનાશોપાયમાં) પ્રવૃત્તિ નહીં થાય. તેથી હવે પછી જે કહેવાય છે તે સારું કહેવાય છે. ૩૧-રપા પૂર્વે જણાવેલી વાતને સ્પષ્ટ કરાય છે– दुःखाभावोऽपि नावेद्यः, पुरुषार्थतयेष्यते । न हि मूर्छाद्यवस्थार्थं, प्रवृत्तो दृश्यते सुधीः ॥३१-२६॥ दुःखाभावोऽपीति-दुःखाभावोऽपि न अवेद्यः स्वसमानाधिकरणसमानकालीनसाक्षात्काराविषयः पुरुषार्थतयेष्यते । न हि मूर्छाद्यवस्थार्थ सुधीः प्रवृत्तो दृश्यते । अन्यथा तदर्थमपि प्रवृत्तिः स्यात् । अतो गुणहानेरनिष्टत्वेन दुःखाभावरूपायां मुक्तौ तदर्थप्रवृत्तिव्याघात एव दूषणमिति भावः ॥३१-२६।। જેનો અનુભવ ન થાય એવો દુઃખાભાવ પણ પુરુષાર્થસ્વરૂપે ઈષ્ટ બનતો નથી. કારણ કે બેભાનાદિની અવસ્થા માટે પ્રયત્ન કરનાર કોઈ બુદ્ધિમાન દેખાતા નથી.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે – દુઃખાભાવના અધિકરણમાં અને દુઃખાભાવના કાળમાં રહેનાર સાક્ષાત્કાર(અનુભવ)નો જે દુઃખાભાવ વિષય છે તે વેદ દુઃખાભાવ છે અને તાદશ સાક્ષાત્કારનો જે વિષય બનતો નથી, તે દુઃખાભાવ અવેદ્ય છે. બેભાન અવસ્થામાં દુઃખાભાવ હોવા છતાં ત્યાં તેનો અનુભવ થતો ન હોવાથી તે અવેદ્ય છે. ૨૪૮ મુક્તિ બત્રીશી

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278