Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
નથી.. ઇત્યાદિ સાદુવાદકલ્પલતા.. ઇત્યાદિમાં જણાવ્યું છે, જે તેના અધ્યાયનાદિથી જાણી લેવું જોઈએ. ૩૧-૨૧
इत्थं चात्र दुःखं मा भूदित्युद्देशे दुःखहेतुनाशविषयकत्वं फलितमित्येतदन्यत्राप्यतिदिशन्नाह
ઉપર જણાવ્યા મુજબ એ નિશ્ચિત થયું કે - “મને દુઃખ ન થાઓ' આવા પ્રકારનો જે ઉદ્દેશ છે; તેનો વિષય, દુઃખને ઉત્પન્ન કરનારાં કારણોનો નાશ છે. તેથી તેનો અન્યત્ર અતિદેશ જણાવાય છે–
अन्यत्राप्यसुखं मा भून्माडोऽर्थेऽत्रान्वयः स्थितः ।
दुःखस्यैवं समाश्रित्य, स्वहेतुप्रतियोगिताम् ॥३१-२२॥ अन्यत्रापीति-अन्यत्रापि प्रायश्चित्तादिस्थलेऽपि असुखं मा भूद् । अत्र माझेऽर्थे ध्वंसे । एवमुक्तरीत्या दुःखस्य स्वहेतुप्रतियोगितामाश्रित्यान्वयः स्थितः । तत्पापजन्यदुःखाप्रसिद्ध्या तवंसस्यासाध्यत्वात् । अस्तु वा दुःखद्वेषस्यैवायमुल्लेखः । मुख्यप्रयोजनाविषयकेच्छाविषयत्वेन च मुख्यप्रयोजनत्वमविरुद्धमिति માવ: //રૂ9-૨૨ા.
“બીજે પ્રાયશ્ચિત્તાદિ સ્થળે પણ “મને દુઃખ ન થાઓ' (કસુવં મા મૂ) અહીં મા અવ્યયના અર્થ ધ્વસમાં દુઃખનો અન્વયે પોતાના હેતુમાં રહેલી પ્રતિયોગિતાને આશ્રયીને થાય છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પાપનું પ્રાયશ્ચિત્ત વગેરે કરતી વખતે પ્રાયશ્ચિત્ત કરનારનો આશય એ છે કે “મને દુઃખ ન થાય.” અહીં સુવં મા મૂવું અને સુવં ને મા મૂ ઇત્યાદિ વાક્યોમાં માફ અવ્યયનો અર્થ ધ્વંસ છે. તેમાં દુઃખનો અન્વય(સંબંધ) છે. તે અન્વયે “પોતાના(સ્વ) હેતુ-નિષ્ઠ-પ્રતિયોગિતા-નિરૂપકત્વ' સંબંધથી સમજાય છે. પૂર્વે જણાવ્યા મુજબ મોક્ષ કર્મક્ષયસ્વરૂપ હોવાથી તેની પુમર્થતા જેમ દુઃખના હેતુના નાશના ઉપાયની ઇચ્છાના વિષયરૂપે છે તેમ અહીં પણ ધ્વસમાં સાક્ષાત્ દુઃખનો સંબંધ નથી, પરંતુ દુઃખના હેતુને આશ્રયીને છે. આ અતિદેશ છે.
કુd મા અહીં મામા) નો અર્થ ધ્વંસ છે. એમાં દુઃખનો અન્વય “નિતિયોગિતનિપત્ર સંબંધથી છે. સ્વ-દુઃખ, તેનો હેતુ પાપ; તેમાં રહેલી પ્રતિયોગિતાનો નિરૂપક પાપધ્વંસ, તેમાં તાદશનિરૂપકત્વ છે. સ્વહેતુનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપકત્વાત્મક સંબંધ ધ્વંસમાં છે. તેથી તે સંબંધથી સ્વ-દુઃખ ધ્વંસમાં છે. યદ્યપિ દુઃખનો અન્વય સ્વનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપકત્વ સંબંધથી ધ્વંસમાં થઈ શકે છે. સ્વનિષ્ઠપ્રતિયોગિતાના બદલે સ્વહેતુનિષ્ઠપ્રતિયોગિતાને આશ્રયીને દુઃખનો અન્વય કરવાની આવશ્યકતા નથી. પરંતુ પાપના પ્રાયશ્ચિત્ત સ્થળે પાપ થયેલું છે અને દુઃખ તો ઉત્પન્ન થયેલું નથી. તેથી પ્રાયશ્ચિત્તથી અપ્રસિદ્ધ દુઃખનો ધ્વંસ શક્ય નથી.
એક પરિશીલન
૨૪૫