Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
દુઃખનાશ માટે જ પ્રવૃત્તિ કરાય છે. કર્મનાશ માટે કોઈ પ્રવૃત્તિ ન કરે, તેથી કર્મધ્વંસ સ્વરૂપ મોક્ષમાં કોઇ પ્રવૃત્તિ ન કરે તો તેમાં પુમર્થત્વની અનુપપત્તિ થશે આ શંકાનું સમાધાન કરાય છે–
दुःखद्वेषे हि तधेतून्, द्वेष्टि प्राणी नियोगतः ।
નાયડી પ્રવૃત્તિશ, તતસ્તન્ના દેતુષ રૂ9-૨૧| दुःखद्वेषे हीति-दुःखद्वेषे हि सति प्राणी तद्धेतून् दुःखहेतून नियोगतो निश्चयतो द्वेष्टि । अस्य दुःखहेतुद्विषश्च ततस्तन्नाशहेतुषु दुःखोपायनाशहेतुषु ज्ञानादिषु प्रवृत्तिर्जायते । दुःखद्वेष्य(षेऽ)स्य दुःखहेतुनाशोपायेच्छा - दुःखहेतुद्वेषयोस्तयोश्च दुःखहेतुनाशहेतुप्रवृत्तौ स्वभावतो हेतुत्वात् । अनुस्यूतैकोपयोगरूपत्वेऽपि क्रमानुवेधेन हेतुहेतुमदावाविरोधात् । क्रमिकाक्रमिकोभयस्वभावोपयोगस्य तत्र तत्र व्यवस्थापितત્વાન્ રૂ9-૨૦/.
દુઃખની પ્રત્યે દ્વેષ આવે તો તે જીવ દુઃખના ઉપાયની પ્રત્યે અવશ્ય દ્વેષ કરવાનો છે. તેથી એવા જીવની દુઃખના નાશના હેતુઓને વિશે પ્રવૃત્તિ થાય છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એના આશયનું વર્ણન કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે - દુઃખની પ્રત્યે દ્વેષ હોતે છતે પ્રાણી દુઃખના હેતુઓ ઉપર ચોક્કસ જ હૈષ કરે છે. આ દુઃખદ્વેષીની, દુઃખના ઉપાયભૂત કર્મના નાશના હેતુઓમાં અર્થાત્ જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ થાય છે જ. કારણ કે દુઃખ પ્રત્યેનો દ્વેષ, દુઃખના હેતુઓના નાશના ઉપાયોની ઇચ્છા અને દુઃખના હેતુઓ પ્રત્યેનો દ્વેષ એ બંન્નેની પ્રત્યે સ્વભાવથી જ કારણ છે અને એ બંન્ને સ્વભાવથી જ દુઃખહેતુના નાશના હેતુની પ્રવૃત્તિમાં કારણ છે. (જ્ઞાનાચારાદિની પ્રવૃત્તિમાં કારણ છે.) આથી સમજી શકાય એવું છે કે – દુઃખની પ્રત્યે દ્વેષ હોય એટલે દુઃખના હેતુઓ પ્રત્યે દ્વેષ થાય અને તેથી તેના નાશના ઉપાયની પણ ઇચ્છા થાય અને તેથી એ બંન્નેના કારણે દુઃખહેતુના નાશના ઉપાયભૂત જ્ઞાનાચારાદિમાં પ્રવૃત્તિ પણ થાય છે.
યદ્યપિ દુઃખદ્વેષ અને દુઃખહેતુભૂતકર્મ પ્રત્યેનો દ્વેષ: આ બંન્ને દીર્ઘ એક ઉપયોગથી સંબદ્ધ (પરસ્પર એકબીજામાં સંમિલિત) હોવાથી સમાનકાલીન બંન્નેમાં કાર્યકારણભાવ માનવાનું યોગ્ય નથી. પરંતુ તે દીર્ઘ એક ઉપયોગમાં ક્રમ પણ અનુવિદ્ધ હોવાથી એ બંન્નેનો પૂર્વાપરીભાવ પણ અનુભવાય છે. તેથી કાર્યકારણભાવની કોઈ અનુપપત્તિ નથી. અનાદિકાળથી દુઃખ પ્રત્યેનો દ્વેષ તો આત્મામાં પડેલો જ છે. પરંતુ જયારે દુઃખનું કયું કારણ છે, તેનું જ્ઞાન થાય એટલે દુઃખના કારણ પ્રત્યે દ્વેષ થતો હોય છે. તેથી દુઃખદ્દેષ દુઃખના હેતુના ઢેષનું કારણ બને છે. આ પ્રમાણે એ બંન્નેમાં પૂર્વાપરીભાવ હોવાથી ક્રમિક અવસ્થાનો અનુભવ થતો હોય છે અને પાછળથી બંન્ને એકબીજાની સાથે મળી જવાથી સહભાવ-અક્રમિક અવસ્થાનો અનુભવ થાય છે. એક જ ઉપયોગમાં ક્રમિકાક્રમિકોભય એક સ્વભાવ પ્રતીત થતો હોવાથી તે પ્રમાણે માનવામાં કોઈ દોષ
૨૪૪
મુક્તિ બત્રીશી