Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
शमादीति-शमादिभिर्मुमुक्षुलिङ्गरुपहिता हन्त योग्यतैव विभिद्यते सामान्ययोग्यतातः समुचितयोग्यतायाः प्राग् भेदसमर्थनात् । तेन कारणेन तदवच्छेदकत्वेन योग्यतावच्छेदकत्वेन तस्य शमादेः सङ्कोचो न योग्यतावच्छेदकत्वलक्षणः, योग्यताविशेषस्यैव अतिशयितशमादौ तद्द्वारा च मोक्षे हेतुत्वात् ।।३१-६।।
શમાદિ મુમુક્ષુલિંગોના કારણે ખરેખર જ યોગ્યતામાં જ ફરક પડે છે. તેથી યોગ્યતાવચ્છેદકરૂપે સમાદિનો સંકોચ થતો નથી.” - આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અનાદિકાળથી જીવમાં રહેલી મોક્ષમાં જવાની જે યોગ્યતા છે, તે સમાદિની પ્રાપ્તિ થવાથી ખરેખર જ ભિન્ન થાય છે. કારણ કે સામાન્ય યોગ્યતાથી(સ્વરૂપ યોગ્યતાથી) સમુચિત યોગ્યતા (ફલોપધાયક યોગ્યતા-ફલોન્મુખયોગ્યતા) ભિન્ન છે. આ વાત આ પૂર્વે (૧૦મી બત્રીશીમાં) જણાવી છે. આથી યોગ્યતાના અવચ્છેદક (નિશ્ચાયક) તરીકે સમાદિને જણાવવા માત્રથી અનાદિકાલીન યોગ્યતા(સ્વરૂપયોગ્યતા)માં કોઈ ફરક પડતો નથી.
સમાદિની પ્રાપ્તિ થવાથી જીવની મોક્ષપ્રાપ્તિની યોગ્યતાનો(ફ્લોપધાયક યોગ્યતાનો) નિશ્ચય થાય છે. તેથી સ્વરૂપયોગ્યતા અને ફલોપધાયકયોગ્યતામાં વિશેષ (ભદ) હોવાથી સ્વરૂપયોગ્યતાના અવચ્છેદકસ્વરૂપે સમાદિમાં સંકોચ થતો નથી. વિશિષ્ટ યોગ્યતા જ શમાદિની વિશેષતામાં કારણ છે અને તેની પ્રાપ્તિ દ્વારા મોક્ષની પ્રત્યે યોગ્યતાવિશેષ કારણ છે. આથી સમજી શકાશે કે શાહિદ સ્વરૂપયોગ્યતાના અવચ્છેદક (નિશ્ચય કરાવનાર) નથી. પરંતુ ફલોપધાયક-યોગ્યતાના અવચ્છેદક છે. તેથી મોક્ષપ્રાપ્તિની સ્વરૂપયોગ્યતામાં કોઈ સંકોચ થતો નથી. દરેક જીવમાં એ સમાન છે. જે કોઈ ભેદ છે તે ફલોપધાયયોગ્યતામાં છે, જેના અવચ્છેદક શમાદિ છે. ૩૧-૬ll
ननु शमादावपि संसारित्वेनैव हेतुतेति सर्वमुक्त्याक्षेप इत्यत आह
સમાદિની પ્રત્યે પણ સંસારીપણે સંસારી આત્માને કારણ માનવા જોઈએ. જેથી બધાની મુક્તિ થઈ શકશે, આ માન્યતાનું નિરાકરણ કરાય છે–
संसारित्वेन गुरुणा, शमादौ च न हेतुता ।
भव्यत्वेनैव किन्त्वेषेत्येतदन्यत्र दर्शितम् ॥३१-७॥ संसारित्वेनेति-संसारित्वेन नित्यज्ञानादिमदिन्नत्वरूपेण गुरुणा नानापदार्थघटितेन शमादौ च हेतुता न तव कल्पयितुमुचितेति शेषः । किं तु भव्यत्वेनैवैषा हेतुता, शमाद्यनुगतकार्यजनकतावच्छेदकतयात्मत्वव्याप्यजातिविशेषस्य कल्पयितुमुचितत्वात् । द्रव्यत्वादावप्यनुगतकार्यस्यैव मानत्वाद् । आत्मत्वेनैव शमादिहेतुत्वे विशेषसामग्र्यभावनेश्वरेऽतिप्रसङ्गाभावे समर्थनीयेऽन्यत्रापि तेन तस्य सुवचत्वादव्यत्वाभव्यत्वशङ्कयैव भव्यत्वनिश्चयेन प्रवृत्त्यप्रतिबन्धादिति । एतदन्यत्र न्यायालोकादौ दर्शितम् ॥३१-७।।
“શમાદિની પ્રત્યે ગુરુભૂત એવા સંસારિત્વરૂપે સંસારીને હેતુ માનવાનું ઉચિત નથી. પરંતુ ભવ્યત્વરૂપે એ માનવાનું ઉચિત છે - આ વસ્તુ અન્યત્ર જણાવી છે.” - આ પ્રમાણે સાતમા
મુક્તિ બત્રીશી
૨૩૨