Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
બૌદ્ધવિશેષની મોક્ષસંબંધી માન્યતાનું નિરાકરણ કરાય છે—
पूर्वचित्तनिवृत्तिः साग्रिमानुत्पादसङ्गता । इत्यन्ये श्रयते तेषामनुत्पादो न साध्यताम् ॥ ३१-१३॥
पूर्वेति—अग्रिमानुत्पादसङ्गताऽग्रिमचित्तानुत्पादविशिष्टा पूर्वचित्तनिवृत्तिः सा मुक्तिरित्यन्ये । तेषामनुत्पादः साध्यतां न श्रयत इति मुक्तेरपुरुषार्थत्वापत्तिरेव दोषः ।।३१-१३।।
“અગ્રિમ ચિત્તની અનુત્પત્તિથી સહિત એવી પૂર્વચિત્તની નિવૃત્તિ-મુક્તિ છે ઃ એમ કેટલાક લોકો(બૌદ્ધવિશેષ) કહે છે. પરંતુ તે વિદ્વાનોના મતમાં પણ અનુત્પાદ સાધ્યતાનો આશ્રય કરતો નથી.” - આ પ્રમાણે તે૨મા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે સામાન્ય રીતે વિજ્ઞાન(ચિત્ત)ની ધારા એકસરખી ચાલતી હોય છે. એમાં પૂર્વ પૂર્વ ચિત્તની નિવૃત્તિ થાય છે અને ઉત્તર ઉત્તર ચિત્તની ઉત્પત્તિ થતી હોય છે. જ્યારે પણ પૂર્વેના ચિત્તની નિવૃત્તિ થવા છતાં ઉત્તર ચિત્તની ઉત્પત્તિ થતી નથી ત્યારે તે અગ્રિમ ચિત્તના અનુત્પાદને મુક્તિ કહેવાય છે. અર્થાર્ અગ્નિમચિત્તના અનુત્પાદથી વિશિષ્ટ પૂર્વચિત્તની નિવૃત્તિ મુક્તિ છે. આ પ્રમાણે કેટલાક બૌદ્ધોની માન્યતા છે. પરંતુ તેમની માન્યતામાં પણ મુક્તિમાં પુરુષાર્થત્વાભાવનો પ્રસંગ છે જ. કારણ કે અનુત્પાદ, સાધ્ય નથી... ઇત્યાદિ સ્પષ્ટ છે. ।।૩૧-૧૩ા
ચાર્વાક-નાસ્તિકમતનું નિરાકરણ કરાય છે—
सात्महानमिति प्राह, चार्वाकस्तत्तु पाप्मने । तस्य हातुमशक्यत्वात्तदनुद्देशतस्तथा ।। ३१-१४।।
सेति- आत्महानं सा मुक्तिरिति चार्वाकः प्राह । तत्तु वचनं श्रूयमाणमपि पाप्मने भवति । तस्यात्मनो हातुमशक्यत्वादसतो नित्यनिवृत्तत्वात्, सतश्च वीतरागजन्मादर्शनन्यायेन नित्यत्वात्, सर्वथा हानासिद्धेः । तथा पर्यायार्थतया तद्धानावपि तदनुद्देशत आत्महानानभिलाषात् । मुक्तिपदार्थस्य च निरुपधीच्छाવિષયાત્ IIરૂ૧-૧૪||
૨૩૮
“આત્માની હાનિ(ધ્વંસ) મુક્તિ છે : એમ ચાર્વાક કહે છે. ચાર્વાકનું એ વચન સાંભળવાથી પણ પાપ લાગે છે. કારણ કે આત્માની હાનિ શક્ય નથી. તેમ જ તેનો ઉદ્દેશ પણ નથી.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ચાર્વાકો શરીરથી અતિરિક્ત આત્માને માનતા નથી. તેથી શરીરના ધ્વંસની સાથે જ શરીરસ્વરૂપ આત્માનો પણ ધ્વંસ થવાથી તત્સ્વરૂપ (આત્મહાનિસ્વરૂપ) મોક્ષ થાય છે. નાસ્તિકોના એ વચનનું શ્રવણ પણ પાપનું કારણ બને છે. કારણ કે શરીરથી અતિરિક્ત એવા સર્વજનપ્રસિદ્ધ આત્માનો જ જ્યાં સ્વીકાર ન હોય ત્યાં મોક્ષની વાત, માત્ર વાત જ છે.
મુક્તિ બત્રીશી