Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
અવિદ્યાની નિવૃત્તિ થયે છતે આત્મા અવિદ્યાથી વિવિક્ત થાય છે. આવી તેની કેવળ અવસ્થિતિને વેદાંતીઓ મુક્તિ કહે છે. પરંતુ તે યુક્ત નથી. કારણ કે વેદાંતીઓના મતે આત્મા અનાદિકાળથી શુદ્ધ જ છે. તેથી અવિદ્યાની નિવૃત્તિ પૂર્વે પણ આત્માનું કેવળ જ અવસ્થાન હોવાથી આત્માની મુક્તિ સિદ્ધ જ છે, જેથી મુક્તિમાં સાધ્યત્વ રહેતું નથી. બ્રહ્મસ્વરૂપ આત્માનો મોક્ષ અનાદિથી સિદ્ધ જ હોવાથી તેમાં સાધ્યત્વ(સિદ્ધિની ઇચ્છાનું વિષયત્વ-પુરુષાર્થત્વ) ન હોય એ સ્પષ્ટ છે.
યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ બ્રહ્મનું કેવળ અવસ્થાન સિદ્ધ હોવા છતાં કંઠમાં રહેલા સુવર્ણના અલંકારને જેમ ભ્રમથી શોધવામાં આવે છે તેમ એ કંઠગત ચામીકરન્યાયથી આત્માને હું બંધાયેલો છું, અજ્ઞાની છું અને દુઃખી છું... ઇત્યાદિ ભ્રમ થાય છે. એની નિવૃત્તિ સ્વરૂપ અવસ્થાથી પ્રાપ્ત સ્વરૂપાવસ્થિતિ મુક્તિ છે અને તેથી તેમાં સાધ્યત્વ અનુપપન્ન નથી. એ ભ્રમથી જ મુમુક્ષુઓની સંન્યાસાદિમાં પ્રવૃત્તિ થાય છે. પરંતુ આ બધું બ્રાંત પુરુષોની પર્ષદામાં કહેવાનું ઉચિત છે, વિદ્વાનોની પર્ષદામાં કહેવાનું ઉચિત નથી. ૩૧-૧ળા આ રીતે પરમતોનું નિરાકરણ કરીને હવે સ્વમતને જણાવાય છે–
कृत्स्नकर्मक्षयो मुक्तिरित्येष तु विपश्चिताम् ।
स्याद्वादामृतपानस्योद्गारः स्फारनयाश्रयः ॥३१-१८॥ कृत्लेति-कृत्स्नानां कर्मणां ज्ञानावरणादीनां क्षयो मुक्तिरित्येष तु विपश्चितामेकान्तपण्डितानां स्याद्वादामृतपानस्योद्गारः । स्फारा ये नयास्तत्तत्तन्त्रप्रसिद्धार्थास्तदाश्रयः षड्दर्शनसमूहमयत्वस्य जैनदर्शने सम्मतत्वात् ॥३१-१८॥
સકળ કર્મોનો ક્ષય મુક્તિ છે – આ તો વિદ્વાનોનો તે તે સ્પષ્ટ નયોના આશ્રયે ઉત્પન્ન થયેલો, સ્યાદ્વાદરૂપ અમૃતના પાનનો ઉદ્ગાર છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાનાવરણીય... વગેરે સકળ કર્મોનો જે ક્ષય છે, તે મુક્તિ છે. આ તો એકાંતે પંડિત એવા પ્રાજ્ઞપુરુષોએ કરેલા સ્યાદ્વાદસ્વરૂપ અમૃતના પાનથી ઉત્પન્ન થયેલો ઉદ્દગાર છે, જે અત્યંત સ્પષ્ટપણે પ્રતીત થયેલા નયને આશ્રયીને ઉત્પન્ન થયેલો છે. કારણ કે ષડ્રદર્શનસમૂહમયત્વ જૈનદર્શનમાં શાસ્ત્રસંમત છે... ઈત્યાદિ સ્પષ્ટ છે. li૩૧-૧૮
नयानेवात्राभिव्यनक्तिઅહીં મોક્ષના વિષયમાં નયને જ જણાવાય છે–
ऋजुसूत्रादिभिर्ज्ञानसुखादिकपरम्परा । व्यङ्ग्यमावरणोच्छित्त्या सङ्ग्रहेणेष्यते सुखम् ॥३१-१९॥
એક પરિશીલન
૨૪૧