Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આત્મા અસ હોય તો શશશૃંગાદિની જેમ સદાને માટે તેનું અસ્તિત્વ હોતું જ નથી. કારણ કે અસદ્ સદાને માટે અસદ્ હોય છે. તેથી અસદ્ એવા આત્માની હાનિ સર્વથા અશક્ય છે. તેમ જ આત્મા સતુ હોય તો વીતરાગનો જન્મ થતો ન હોવાથી અને સરાગીનો જ જન્મ થતો હોવાથી આત્મા અનાદિકાલીન છે તે સિદ્ધ થાય છે. તેથી જ અનાદિભાવભૂત પદાર્થનો નાશ થતો ન હોવાથી આત્મા અનંત છે, તે સિદ્ધ થાય છે. આ રીતે આત્મા નિત્ય હોવાથી સર્વથા તેની હાનિ શક્ય નથી.
યદ્યપિ દ્રવ્યને આશ્રયીને તેની હાનિ શક્ય ન હોવા છતાં મનુષ્યત્વાદિ પર્યાયને આશ્રયીને તેનો નાશ શક્ય છે. પરંતુ તેવી હાનિનો ઉદ્દેશ ન હોવાથી મોક્ષ પુરુષાર્થસ્વરૂપ નહીં બને. “તે તે દુઃખકારણાદિ સ્વરૂપ પર્યાયના નાશનો ઉદ્દેશ હોવાથી તે સ્વરૂપે મોક્ષ પુરુષાર્થસ્વરૂપ બની શકે છે.” - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે મોક્ષ અન્ય ઇચ્છાને અનધીન એવી ઇચ્છાનો વિષય છે... ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. અહીં તો માત્ર ગ્રંથમાં પ્રતિપાદન કરાયેલા પદાર્થને સંક્ષેપથી સમજાવવાનું તાત્પર્ય છે, જે ઉપર જણાવ્યા મુજબ સમજી શકાય છે. ૩૧-૧૪ હવે તૌતાતિતની માન્યતાનું નિરાકરણ કરાય છે
नित्योत्कृष्टसुखव्यक्तिरिति तौतातिता जगुः ।
नित्यत्वं चेदनन्तत्वमत्र तत्सम्मतं हि नः ॥३१-१५॥ नित्येति-नित्यमुत्कृष्टं च निरतिशयं यत्सुखं तद्व्यक्तिर्मुक्तिरिति तौतातिता जगुः । अत्र मते नित्यत्वमनन्तत्वं चेत्तत्तदा नोऽस्माकं हि निश्चितं सम्मतं । सिद्धसुखस्य साद्यपर्यवसितत्वाभिधानात् । तस्य च मुक्तावभिव्यक्तेः ॥३१-१५।।
“નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિને તૌતાતિતો મુક્તિ તરીકે વર્ણવે છે. એમાં નિત્યત્વ અનંતત્વસ્વરૂપ હોય તો તે અમને સંમત જ છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. સર્વશ્રેષ્ઠ નિત્ય એવા સુખની જે અભિવ્યક્તિ છે એને તુતાત નામના વિદ્વાનના અનુયાયીઓ મુક્તિ કહે છે. તેમની માન્યતાના સુખનું નિત્યત્વ જો અનંતત્વસ્વરૂપ હોય તો ચોક્કસ જ તે અમને સંમત છે. કારણ કે અમારે ત્યાં શ્રી સિદ્ધપરમાત્માઓનું સર્વોત્કૃષ્ટ સુખ સાદિ-અપર્યવસિત(અનંત)સ્વરૂપે વર્ણવેલું છે. તે સુખની અભિવ્યક્તિ મોક્ષમાં થાય છે. ૩૧-૧પ તૌતાતિતોની જ માન્યતાને અનુલક્ષીને જણાવાય છે–
अथानादित्वमेतच्चेत्, तथाप्येष नयोऽस्तु नः । સર્વથોપીને ર ચા, સર્વના તાપસ્થિતિઃ રૂ-૧દ્દા
એક પરિશીલન
૨૩૯