Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
નથી. પરંતુ કાલ્પનિક મનાય છે. જે છે તે સર્વથા એક ક્ષણ સ્વરૂપ છે. તેથી બદ્ધ અને મુક્તની વ્યવસ્થા સંગત નહિ થાય. કારણ કે પ્રવૃત્તિવિજ્ઞાનધારામાં બદ્ધત્વનો વ્યવહાર થતો નથી. પરંતુ તેના સર્વથા વિનાશથી ઉત્તર ક્ષણની પરંપરામાં-આલયવિજ્ઞાનધારામાં મુક્તત્વનો વ્યવહાર થઇ શકશે નહિ. બૌદ્ધોના મતે બદ્ધ મુક્ત થતો નથી. બદ્ધ અને મુક્ત સર્વથા ભિન્ન છે. તેથી તેનો વ્યવહાર અસંગત થશે. કાલ્પનિક એવી વિજ્ઞાનસંતતિમાં વાસ્તવિક બદ્ધત્વ-મુક્તત્વનો વ્યવહાર શક્ય નથી. તેમ જ સર્વથા અભાવરૂપ થયેલા પૂર્વક્ષણથી ઉત્તરક્ષણની ઉત્પત્તિ અશક્ય છે... ઇત્યાદિ, તેના જાણકારો પાસેથી સમજી લેવું જોઇએ. ।।૩૧-૯।
બૌદ્ધોની માન્યતામાં જે રીતે મુક્તિ સંગત થઇ શકે તે જણાવાય છે—
विवर्त्तमानज्ञेयार्थापेक्षायां सति चाश्रये ।
અસ્યાં વિનયતેડસ્મા, પર્યાયનયદેશના ||રૂ9-૧૦||
विवर्तमानेति-विवर्तमानाः प्रतिक्षणमन्यान्यपर्यायभाजो ये ज्ञेयार्थास्तदपेक्षायामाश्रये चान्वयिद्रव्यलक्षणे सति । अस्यामुक्तमुक्तौ । अस्माकं पर्यायनयदेशना विजयते । प्रतिक्षिप्तद्रव्यस्य बौद्धसिद्धान्तस्य परमार्थतः पर्यायार्थिकनयान्तः पातित्वात् । तदुक्तं सम्मतौ - "सुद्धो अणणयस्स उ परिसुद्धो पज्जवविअप्पो” ||ર્9-૧૦||
-
“ક્ષણે ક્ષણે અન્ય અન્ય પર્યાયને ધારણ કરનારા જ્ઞેય પદાર્થોની અપેક્ષાએ જ્ઞાનનો આધાર હોતે છતે આલયવિજ્ઞાનધારા સ્વરૂપ મુક્તિ માનવામાં અમારી પર્યાયનયની દેશના વિજય પામે છે.’” – આ પ્રમાણે દશમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે, વિવર્તમાન અર્થાત્ પ્રત્યેક ક્ષણે બીજા બીજા પર્યાયના ભાજન બનનારા જે જ્ઞાનના વિષયભૂત પદાર્થો છે, તે પદાર્થોની અપેક્ષાએ અન્વયી (ત્રિકાલવૃત્તિ) દ્રવ્યસ્વરૂપ આશ્રય હોતે છતે; ઉપર જણાવ્યા મુજબ મુક્તિ(આલયવિજ્ઞાનધારાસ્વરૂપ મુક્તિ)ને માનવામાં અમારી(જૈનોની) માન્યતા પ્રમાણે પર્યાયનયની દેશના વિજય પામે છે. કારણ કે સર્વથા દ્રવ્યના અસ્તિત્વનું નિરાકરણ જેમાં છે એવા બૌદ્ધસિદ્ધાંતનો પરમાર્થથી પર્યાયાર્થિકનયમાં સમાવેશ થાય છે. એ પ્રમાણે સંમતિતર્કમાં જણાવ્યું છે કે - શુદ્ધોદન રાજાના પુત્ર એવા ગૌતમબુદ્ધનો મત એકાંતે પર્યાયનયમાં સમાવિષ્ટ છે. અર્થાત્ એ મત પર્યાયનયનો વિકલ્પ છે. ૩૧-૧૦ના
મુક્તિના વિષયમાં જ અન્ય મતનું નિરાકરણ કરાય છે–
૨૩૬
स्वातन्त्र्यं मुक्तिरित्यन्ये, प्रभुता तन्मदः क्षयी ।
अथ कर्मनिवृत्तिश्चेत्, सिद्धान्तो ऽस्माकमेव सः ॥ ३१-११॥
મુક્તિ બત્રીશી