Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ત્રિદંડી-મતનું નિરૂપણ કરાય છે—
परमात्मनि जीवात्मलयः सेति त्रिदण्डिनः ।
लयो लिङ्गव्ययोऽत्रेष्टो, जीवनाशस्तु नेष्यते ॥ ३१-८।।
परमात्मनीति–परमात्मनि जीवात्मलयः सा मुक्तिरिति त्रिदण्डिनो वदन्ति । अत्रैतन्मते लयो लिङ्गव्यय इष्टोऽस्माकमप्यभिमतः । एकादशेन्द्रियाणि पञ्चमहाभूतानि च सूक्ष्ममात्रया संभूयावस्थितानि जीवात्मनि सुखदुःखावच्छेदकानि लिङ्गशब्देनोच्यन्ते तद्व्ययश्च परमार्थतो नामकर्मक्षय एवेति । जीवनाशस्तु नेष्यते, उपाधिशरीरनाशे औपाधिकजीवनाशस्याप्यकाम्यत्वात् ।।३१-८॥
-
“પરમાત્મામાં જીવાત્માના લયને ત્રિદંડીઓ મુક્તિ કહે છે. લિંગવ્યયસ્વરૂપ લય એ મતમાં વર્ણવાય છે - તે ઇષ્ટ છે, જીવના નાશ સ્વરૂપ લય માત્ર ઇષ્ટ નથી.” – આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પરમાત્મામાં જીવાત્માનું વિલીન થવું : એને ત્રિદંડીમતમાં મુક્તિ તરીકે વર્ણવાય છે. એ મતમાં જીવાત્માનો લય, લિંગના વ્યય સ્વરૂપ છે - એ અમારા જૈનોના મતમાં પણ માન્ય છે.
સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રવણ : આ પાંચ જ્ઞાનેન્દ્રિય છે. વાગ્, પાણિ, પાદ, પાયુ અને ઉપસ્થ : આ પાંચ કર્મેન્દ્રિયો છે અને મન-એમ અગિયાર ઇન્દ્રિયો છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ મહાભૂતો છે. એ બધા; ભેગા થઇને સૂક્ષ્મમાત્રા વડે જીવાત્મામાં સુખ-દુઃખના અવચ્છેદક(ગ્રાહક) બને છે. તે બધાને એ મતમાં લિંગ કહેવાય છે. તેનો વ્યય થવાથી અર્થાત્ સ્વકાર્યથી નિવૃત્ત(ઉપરત) થવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. પરમાર્થથી નામકર્મનો ક્ષય થવાથી લિંગવ્યયસ્વરૂપ લય અમારા મતમાં સંગત છે. લિંગવ્યયસ્વરૂપ લય જીવનાશસ્વરૂપ માનવાનું ઇષ્ટ નથી. કારણ કે શરીરસ્વરૂપ ઉપાધિના નાશથી ઉપાધિવિશિષ્ટ જીવનો નાશ, કામનાનો વિષય નથી. તેથી તસ્વરૂપ મોક્ષ માની શકાશે નહિ. મોક્ષ તો પુરુષની કામનાનો વિષય(પુરુષાર્થ) છે. આથી સ્પષ્ટ છે કે લિંગવ્યયસ્વરૂપ જ (લિંગનાશ સ્વરૂપ જ) જીવલય છે. જીવનાશસ્વરૂપ જીવલય નથી. પરંતુ એ પ્રમાણે લિંગનાશ સ્વરૂપ જીવલયને મોક્ષ માનવામાં આવે તો ત્રિદંડીઓનો જૈનમતમાં કથંચિત્પ્રવેશ થઇ જશે. ॥૩૧-૮ બૌદ્ધમતનું નિરાકરણ કરાય છે—
૨૩૪
-
बौद्धास्त्वालयविज्ञानसन्ततिः सेत्यकीर्त्तयन् । વિનાવિનમાધાર, તેષામેલા વર્લ્ડના ||૩૧-૬||
बौद्धास्त्विति - बौद्धास्तु आलयविज्ञानसन्ततिः प्रवृत्तिविज्ञानोपप्लवरहिता संहतज्ञेयाकारा ज्ञानक्षणपरम्परा सा मुक्तिरित्यकीर्तयन् । यथोक्तं - "चित्तमेव हि संसारो रागादिक्लेशवासितम् । तदेव तैर्विनिर्मुक्तं
મુક્તિ બત્રીશી