Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 219
________________ स्वत इति-स्वतः पुण्याक्षिप्तनिसर्गतः हितमिताहारान व्याध्युत्पत्तिश्च कापि न भवति । ततो भगवतो भुक्तौ कवलभोजने नैव बाधकं पश्यामः । उपन्यस्तानां तेषां निर्दलनात् । अन्येषामप्येतज्जातीयानामुक्तजातीयतर्केण निर्दलयितुं शक्यत्वादिति । तत्त्वार्थिना दिगङ्बरमतिभ्रमध्वान्तहरणतरणिरुचिरध्यात्ममतपरीक्षा निरीक्षणीया सुक्ष्मधिया ॥३०-२८।। સ્વતઃ હિત, મિત આહાર કરતા હોવાથી શ્રી કેવલી પરમાત્માને રોગોની ઉત્પત્તિ થતી નથી. તેથી ભગવાન શ્રી કેવલજ્ઞાનીઓના કવલાહારમાં કોઈ બાધક જણાતું નથી.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે; પુણ્યથી પ્રાપ્ત થયેલા સ્વભાવથી, હિતકર અને પ્રમાણસર આહાર ગ્રહણ કરવાથી રોગની કોઈ પણ ઉત્પત્તિ થતી નથી. તેથી કેવલજ્ઞાનીભગવંતો કવલાહાર કરે તેમાં કોઈ બાધક નથી. કારણ કે દિગંબરોએ અત્યાર સુધી જેટલા બાધક હેતુઓ જણાવ્યા, તે બધાનું નિરાકરણ કર્યું છે. તદુપરાંત દિગંબરો કેવલીપરમાત્માના કવલાહારના બીજા પણ આવા જ બાધક હેતુઓ જણાવે તો તેનું પણ આ પૂર્વે જણાવેલી રીતે જ નિરાકરણ કરી શકાય છે. તેથી શ્રી કેવલીભગવંતોની કવલાહારની પ્રવૃત્તિમાં કોઈ જ બાધક નથી. આ વિષયમાં અધિક વિસ્તારથી જાણવાની ઇચ્છાવાળા તત્ત્વાર્થી જનોએ સૂક્ષ્મ બુદ્ધિથી “અધ્યાત્મમત પરીક્ષાનું નિરીક્ષણઅધ્યયન કરવું જોઇએ. દિગંબરોની બુદ્ધિના ભ્રમસ્વરૂપ અંધકારને દૂર કરવા માટે સૂર્યના કિરણ જેવી “અધ્યાત્મમત પરીક્ષા છે. અહીં દિગંબરોએ જણાવેલા પંદર હેતુઓનું નિરાકરણ પૂર્ણ થાય છે. ૩૦-૨૮ll પ્રકરણાર્થનો ઉપસંહાર કરતાં જણાવાય છે– तथाऽपि ये न तुष्यन्ति, भगवद्भक्तिलज्जया । सदाशिवं भजन्तां ते, नृदेहादपि लज्जया ॥३०-२९॥ આશય એ છે કે શ્રી કેવલીપરમાત્માને કવલાહાર કેમ માનતા નથી એના કારણ તરીકે દિગંબરોએ જે હેતુઓ જણાવ્યા હતા, તેનું નિરાકરણ કરીને હવે દિગંબરોને જે જે દોષનો પ્રસંગ છે તે; પ્રકરણાર્થનો ઉપસંહાર કરતાં જણાવાય છે. શ્લોકાર્થ સ્પષ્ટ છે કે – દિગંબરોએ શ્રી કેવલી પરમાત્માને કવલાહારના અભાવ માટે જે જે હેતુઓ જણાવ્યા તેનું નિરાકરણ કરવા છતાં જે દિગંબરો ભગવાનની ભોજનની પ્રવૃત્તિને કારણે અનુભવાતી લજ્જાને લીધે સંતોષ ધારણ કરતા ન હોય તો તે દિગંબરોએ પોતાની માન્યતા મુજબ ભગવાનના માનવશરીરના કારણે ઉત્પન્ન થતી લજજાને લઈને તો શ્રી તીર્થંકર પરમાત્માને છોડીને નૈયાયિકાદિએ માનેલા સદાશિવને જ ભજવા જોઈએ. કારણ કે તેમને શરીર જ નથી, નિત્ય નિર્દોષ છે અને અનાદિના છે... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. ૩૦-૨લા ૨૧૬ કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશી

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278