Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
| अथ प्रारभ्यते मुक्तिद्वात्रिंशिका । ।
अनन्तरं कवलभोजित्वेऽपि कृतार्थत्वं केवलिनो व्यवस्थापितं । सर्वथा कृतार्थत्वं चास्य मुक्ती व्यवतिष्ठत इति बहुविप्रतिपत्तिनिरासेन मुक्तिरत्र व्यवस्थाप्यते
આ પૂર્વે ત્રીસમી બત્રીશીમાં શ્રી કેવલીપરમાત્માના કવલાહારથી પણ તેઓશ્રીમાં કૃતાર્થપણું સંગત છે - એ જણાવ્યું. સર્વથા કૃતાર્થત્વ તો મુક્તિમાં વ્યવસ્થિત છે. તેથી મુક્તિના વિષયમાં જે અનેક વિપ્રતિપત્તિઓ છે, તેનું નિરાકરણ કરવા વડે હવે મુક્તિનું વ્યવસ્થાપન કરે છે–
दुःखध्वंसः परो मुक्ति, मनिं दुःखत्वमत्र च ।
आत्मकालान्यगध्वंसप्रतियोगिन्यवृत्तिमत् ॥३१-१॥ दुःखध्वंस इति-परो दुःखध्वंसो मुक्तिः । परत्वं च समानकालीनसमानाधिकरणदुःखप्रागभावासमानदेशत्वं वर्धमानग्रन्थे श्रूयते । तत्र च यद्यत्स्वसमानकालीनस्वसमानाधिकरणदुःखप्रागभावसमानदेशमिदानींतनदुःखध्वंसादितत्तद्वेदो निवेश्यः । अन्यथा चरमदुःखध्वंससमानकालीनसमानाधिकरणदुःखप्रागभावाप्रसिद्धेः । वस्तुतः समानाधिकरणदुःखप्रागभावासमानकालीनदुःखध्वंसो मुक्तिरित्येकं लक्षणम् । अपरं च समानकालीनदुःखप्रागभावासमानाधिकरणो दुःखध्वंस इति । लक्षणद्वये तात्पर्यम् । तेन नासमानदेशत्वविवेचनेऽन्यतरविशेषणवैयर्थ्यम् । मानं प्रमाणं चात्र मुक्तौ दुःखत्वमिति पक्षः । आत्मकालान्यग आत्मकालान्याकाशादिवृत्तियों ध्वंसः शब्दादेस्तत्प्रतियोगिनि शब्दादाववृत्तिमदवर्तमानं । शब्दादिवृत्तित्वेनार्थान्तरवारणार्थमेतत् पक्षविशेषणं, बाधास्फूर्तिदशायां तत्सिद्धिप्रसङ्गाद्, नियतबाधस्फोरणेनैतत्साफल्याद् । अवृत्तिदुःखत्वमित्युक्तावसिद्धिः । दुःखत्वस्य दुःखवृत्तित्वाद्ध्वंसेत्याधुक्तावपि ध्वंसप्रतियोगिनि कालान्यवृत्तीत्याधुक्तावपि कालान्यात्मवृत्तिदुःखध्वंसप्रतियोगिनि । कालान्यत्वत्यागे चात्मान्यकालवृत्तिदुःखध्वंसप्रतियोगिनि “दुःखे विद्यमानत्वात्” सैवेति सम्पूर्णम् । आत्मकालपदेन तदुपाध्योरपि ग्रहाच्च न तस्यास्तादवस्थ्यम् ॥३१-१॥
“અત્યંત દુઃખધ્વસ મુક્તિ છે, એમાં પ્રમાણ એ છે કે – આત્મા અને કાલથી ભિન્નમાં રહેનાર ધ્વસના પ્રતિયોગીમાં નહિ રહેનાર દુઃખત્વ (આ પક્ષ છે.)” – આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અક્ષરાર્થ છે. સાધ્ય અને હેતુ વગેરેનું વર્ણન આગળના શ્લોકથી કરાશે.
આશય એ છે કે પર(અત્યંત) દુઃખધ્વંસ મુક્તિ છે. દુઃખનો ધ્વંસ તો દરેક આત્મામાં હોવાથી દરેકમાં મુક્તત્વ માનવાનો પ્રસંગ આવતો હોવાથી તેના નિવારણ માટે દુઃખધ્વંસમાં પરત્વ વિશેષણનો નિવેશ છે. દરેક આત્મામાં પરદુઃખધ્વંસ ન હોવાથી તેમાં મુક્તત્વ માનવાનો પ્રસંગ નહિ આવે. જે આત્મામાં દુઃખનો ધ્વંસ થયા પછી ક્યારે પણ તે આત્મામાં દુઃખની ઉત્પત્તિ થવાની ન હોય, તો તે આત્મામાં રહેલા દુઃખધ્વસને પર દુઃખધ્વંસ કહેવાય છે. આપણા
એક પરિશીલન
૨૨૧