Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
યદ્યપિ આત્મા અને કાળને છોડીને અન્ય શરીરાદિસ્વરૂપ આત્મોપાધિમાં અવચ્છેદકતાસંબંધથી અને અનિત્ય ઘટપટાદિ સ્વરૂપ કાલોપાધિમાં કાલિકસંબંધથી દુઃખધ્વંસ વૃત્તિ હોવાથી તેને લઇને ઉપર જણાવ્યા મુજબ આશ્રયાસિદ્ધિદોષ અવસ્થિત જ છે. પરંતુ અહીં ગ્રાત્માન પદથી આત્મોપાધિસ્વરૂપ શરીરાદિનું અને કાલોપાધિસ્વરૂપ અનિત્ય ઘટપટાદિનું પણ ગ્રહણ કર્યું છે. તેથી આત્મા, કાળ અને આત્મકાલોપાધિથી અન્ય આકાશાદિમાં દુઃખધ્વંસ વૃત્તિ ન હોવાથી આશ્રયાસિદ્ધિદોષ નહીં આવે... ઇત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. II૩૧-૧||
મોક્ષસાધક અનુમાનના પક્ષનું વિવેચન કરીને હવે તેના સાધ્ય અને હેતુનું નિરૂપણ કરાય છે—
सत्कार्यमात्रवृत्तित्वात्, प्रागभावोऽसुखस्य यः । तदनाधारगध्वंसप्रतियोगिनि वृत्तिमत् ॥३१-२॥
सदिति - असुखस्य दुःखस्य यः प्रागभावस्तदनाधारो महाप्रलयस्तत्र गच्छति यो ध्वंसो दुःखीयस्तत्प्रतियोगिनि दुःखे वृत्तिमदिति साध्यं । वृत्तिमदित्युक्तौ सिद्धसाधनं, दुःखत्वस्य दुःखे विद्यमानत्वात् । प्रतियोगिवृत्तित्वोक्तावपि दुःखात्यन्ताभावप्रतियोगिवृत्तित्वेन तद्ध्वंसेत्याद्युक्तावपि दुःखध्वंसाङ्गीकारात्तदेव । प्रागभावानाधारवृत्तित्वस्य ध्वंसविशेषणत्वे दृष्टान्तासिद्धिः प्रदीपावयवानां प्रदीपप्रागभावाधारत्वात्तदर्थं दुःखेत्यादि, प्रदीपावयवास्तु दुःखप्रागभावानाधारभूता इति दृष्टान्तसङ्गतिः । दुःखानधिकरणेत्यादिकरणे खण्डप्रलयेनार्थान्तरता स्यादिति दुःखप्रागभावनिवेशः । सत्कार्यमात्रवृत्तित्वादिति हेतुः । वृत्तित्वमात्मत्वे व्यभिचारि कार्यवृत्तित्वमनन्तत्वे ध्वंसाप्रतियोगित्वरूपस्य तस्याकार्ये आत्मादौ कार्ये ध्वंसे च सत्त्वात् । कार्यमात्रवृत्तित्वमपि ध्वंसत्वे व्यभिचारवृत्तित्वे (व्यभिचारि तदर्थं भाववृत्ते) सतीति विशेषणे दीयमानेऽपि न तदुद्धारः । प्रागभावध्वंसस्य प्रतियोगितद्ध्वंसस्वरूपत्वेन ध्वंसत्वस्यापि भाववृत्तित्वात् । ततः सदिति कार्यविशेषणम् ।।३१-२।।
તાદેશ (આત્મકાલાન્યગગનાદિવૃત્તિ ધ્વંસના પ્રતિયોગીમાં અવૃત્તિ) દુઃખત્વ - “દુઃખના પ્રાગભાવના અનાધારમાં વૃત્તિ એવા ધ્વંસના પ્રતિયોગીમાં વૃત્તિ છે. કારણ કે તેવું દુઃખત્વ સત્કાર્યમાત્રમાં વૃત્તિ છે.” આ પ્રમાણે બીજા શ્લોકનો અક્ષરાર્થ છે. જેનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફ૨માવ્યું છે કે – અસુખ એટલે દુઃખ, તેનો જે પ્રાગભાવ, તેનો અનાધાર(અનધિકરણ) મહાપ્રલયકાળ, એમાં રહેનારો જે ધ્વંસ તે દુઃખનો ધ્વંસ, તેના પ્રતિયોગી એવા દુઃખમાં દુ:ખત્વ (તાદેશ દુઃખત્વ) વૃત્તિ હોવાથી તાદેશદુઃખત્વમાં દુઃખપ્રાગભાવાનાધારવૃત્તિધ્વંસપ્રતિયોગિનિરૂપિત વૃત્તિતા(સાધ્ય) છે.
-
માત્ર ‘વૃત્તિમત્ત્વ'(વૃત્તિતા)ને સાધ્ય માનવામાં આવે તો દુઃખત્વ(તાદેશ દુઃખત્વ)રૂપ પક્ષમાં દુઃખનિષ્ઠાધિકરણતા-નિરૂપિત વૃત્તિતા સિદ્ધ જ હોવાથી સિદ્ધસાધન દોષ આવે છે. પ્રતિપક્ષી જેને માનતા નથી, તે અસિદ્ધને સાધ્ય બનાવાય છે. અન્યથા પ્રતિપક્ષીને જે સિદ્ધ છે
એક પરિશીલન
૨૨૫