Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આત્મામાં દુઃખધ્વંસ હોવા છતાં દુઃખની ઉત્પત્તિ થતી હોવાથી એદુઃખધ્વસ) પર નથી. મુક્તાત્માઓમાં દુઃખની ઉત્પત્તિ થતી ન હોવાથી તેમનામાં પર દુઃખધ્વસ છે.
ન્યાયની પરિભાષામાં દુઃખધ્વંસના પરત્વનું વર્ણન કરતી વખતે વર્ધમાન ઉપાધ્યાયે પ્રકાશટીકામાં જણાવ્યું છે કે “સ્વસમાનકાલીન સ્વસમાનાધિકરણ(પોતાના કાલમાં રહેનાર અને પોતાના અધિકરણમાં રહેનાર) જે દુ:ખપ્રાગભાવ છે તેના અસમાન દેશમાં રહેનાર દુઃખધ્વંસને પરદુઃખધ્વંસ કહેવાય છે. અર્થાત્ દુઃખધ્વસમાં તાદશ(સ્વસમાનકાલીન સ્વસમાનાધિકરણ દુઃખપ્રાગભાવ) અસમાન દેશત્વસ્વરૂપ પરત્વ છે. જેમ જેમ દુઃખ ભોગવાતું જાય તેમ તેમ દુઃખનો ધ્વંસ થતો જાય છે. એ વખતે ભવિષ્યમાં આવનારા દુ:ખનો પ્રાગભાવ પણ હોય છે. આપણા સૌના આત્મામાં આવો દુઃખધ્વંસ અને દુઃખપ્રાગભાવ બંન્ને હોય છે. તેથી તે દુઃખધ્વસ સ્વાદુઃખધ્વસ) સમાનકાલીન અને સ્વસમાનાધિકરણ એવા દુઃખપ્રાગભાવનો સમાનદેશીય છે. મુક્તાત્માઓના આત્મામાં રહેલો દુઃખધ્વંસ, તેઓશ્રીના આત્મામાં દુઃખની ઉત્પત્તિ થવાની ન હોવાથી તાદશ દુઃખપ્રાગભાવનો અસમાનદેશીય છે તેથી મુક્તાત્માઓનો દુઃખધ્વસ પર છે.
માત્ર સ્વસમાનકાલીનદુઃખપ્રાગભાવાસમાનદેશીય દુઃખધ્વંસને પરદુઃખધ્વંસ કહેવામાં આવે અર્થાત દુઃખપ્રાગભાવનું “સ્વસમાનાધિકરણત્વ' વિશેષણ આપવામાં ન આવે તો ચૈત્રાદિના આત્મામાં રહેલા દુઃખધ્વંસના સમાન કાલમાં તો મૈત્રાદિમાં રહેલો દુઃખપ્રાગભાવ પણ છે. તેથી તાદશ ચૈત્રાદિમાં વૃત્તિ(રહેનાર) દુઃખધ્વસના સમાનકાલીન મૈત્રાદિવૃત્તિ દુખપ્રાગભાવનું અસમાનદેશિત્વ(ભિન્નાધિકરણવૃત્તિત્વ-વ્યધિકરણત્વ) ચૈત્રાદિવૃત્તિ દુઃખધ્વસમાં પણ હોવાથી ચૈત્રાદિમાં મુક્તત્વ માનવાનો પ્રસંગ આવશે. તેના નિવારણ માટે સ્વસમાનકાલીનદુઃખપ્રાગભાવ સ્વસમાનાધિકરણ વિવક્ષિત છે. તેથી ચૈત્રાદિવૃત્તિદુઃખધ્વંસ-સમાનકાલીન મૈત્રાદિવૃત્તિ દુઃખપ્રાગભાવ, સ્વ(ચૈત્રાદિવૃત્તિદુઃખધ્વંસ)સમાનાધિકરણ ન હોવાથી તેને (મૈત્રાદિવૃત્તિ દુઃખમાગભાવને) લઇને ચૈત્રાદિમાં મુક્તત્વ માનવાનો પ્રસંગ નહિ આવે.
માત્ર સ્વસમાનાધિકરણ-દુઃખપ્રાગભાવાસમાનદેશ–સ્વરૂપ પરત્વ માનવામાં આવે તો મુક્તાત્માઓને અમુક્ત માનવાનો પ્રસંગ આવશે. કારણ કે મુક્ત આત્માઓમાં સર્વથા દુઃખધ્વસ તથા પૂર્વે દુઃખનો પ્રાગભાવ હતો. તેથી સ્વ(દુઃખધ્વંસ)સમાનાધિકરણ એ પૂર્વકાલીન પ્રાગભાવનું સમાનદેશિત્વ જ મુક્તાત્માઓના દુઃખધ્વંસમાં છે. દુઃખપ્રાગભાવ, સ્વસમાનકાલીન જ વિવક્ષિત હોવાથી મુક્તાત્માઓમાં અમુકતત્વ માનવાનો પ્રસંગ નહિ આવે. કારણ કે મુક્તાત્માઓનો દુઃખપ્રાગભાવ સ્વસમાનકાલીન(દુઃખધ્વંસસમાનકાલીન) નથી, ભિન્નકાલીન છે. તેથી તેને લઈને ઉપર જણાવ્યા મુજબ મુક્તાત્માઓમાં અમુફતત્વ માનવાનો પ્રસંગ નહીં આવે. આથી સમજી શકાશે કે ચરમદુઃખધ્વંસ સ્વરૂપ મુક્તિ છે: એ તાત્પર્ય છે. ચરમદુઃખધ્વસ અને પરદુઃખધ્વસનું સ્વરૂપ ઉપર જણાવ્યા મુજબનું છે.
૨૨૨
મુક્તિ બત્રીશી