Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
દિગંબરના મતમાં અપાય જણાવાય છે
दोषं वृथा पृथकृत्य, भवोपग्राहिकर्मजम् ।
बध्नन्ति पातकान्याप्तं, दूषयन्तः कदाग्रहात् ॥३०-३०॥ “ભવોપગ્રાહિકર્મથી ઉત્પન્ન દોષને વ્યર્થ વિસ્તારીને કદાગ્રહથી, આમ તીર્થંકરપરમાત્માને દૂષિત કરતાં દિગંબરો પાપોને બાંધે છે.” – આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ભવોપગ્રાહિકર્મના ઉદયના કારણે શ્રી કેવલીપરમાત્મા ભોજન કરે છે. કર્મજન્ય એ દોષને લઈને દિગંબરોએ આ પૂર્વે જણાવ્યા મુજબ અનેક દોષોનું આપાદન કર્યું. એ રીતે એક દોષને વિસ્તારથી જણાવવા દ્વારા પોતાના કદાગ્રહથી, આપ્ત (યથાર્થવક્તા) એવા શ્રી તીર્થંકર-પરમાત્માને દૂષિત કરનારા દિગંબરોને ઘણો જ પાપબંધ થાય છે. આ પાપના બંધના ભયથી પણ દિગંબરોએ પોતાના કદાગ્રહને છોડીને “શ્રી કેવલીભગવંતો કવલાહાર કરે છે - એ વાત સ્વીકારી લેવી જોઈએ... એ કહેવાનો આશય છે. ૩૦-૩૦ના
આ રીતે પરમાત્માને દૂષિત કરવાથી પોતાને પાપનો બંધ થાય છે અને આમ છતાં પરમાત્મા તો દુષ્ટ થતા નથી : એ જણાવાય છે–
कलङ्कः कल्पितै र्दुष्टैः, स्वामी नो नैव दूष्यते ।
વરાત્સિતપૂનમ, સૃશ્યને નૈવ માનુમાન્ /ર૦-રૂકા કલ્પિત દુષ્ટ કલંકોથી અમારા સ્વામી શ્રી તીર્થંકર પરમાત્મા દૂષિત થતા નથી. સૂર્ય સામે ચોર વગેરે ગમે તેટલી ધૂળ ઉડાડે તો ય તે સૂર્યનો સ્પર્શ પણ કરતી નથી.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે શ્રી કેવલીપરમાત્મા ભોજન કરે તો તેઓશ્રીને ઘણા દોષો પ્રાપ્ત થાય છે... ઇત્યાદિ દિગંબરોએ જણાવ્યું. પરંતુ તે બધા જ દોષો કલ્પિત અને દુષ્ટ છે તે આ પૂર્વે જણાવ્યું છે. દોષો વાસ્તવિક હોત તો ચોક્કસ જ એને કારણે પરમાત્મા દોષથી યુક્ત હોત. અવાસ્તવિક દોષોથી પરમાત્મા તો દુષ્ટ બનતા નથી. પરંતુ તેવા દોષોનું આરોપણ કરવાથી દોષારોપણ કરનારા માત્ર પાપોથી બંધાય છે. આ વાતને દષ્ટાંતથી સમજાવી છે. સૂર્યની ઉપર ધૂળ ફેંકનારની આંખમાં જ ધૂળ પડે છે. સૂર્ય ઉપર તો તે કોઈ પણ રીતે પડવાની નથી. આથી સમજી શકાશે કે સૂર્ય ઉપર ધૂળ ઉડાડવા જેવી પરમાત્માની ઉપર દોષારોપણ કરવાની પ્રવૃત્તિ છે, જે દિગંબરોને પોતાને જ એકાંતે અહિત કરનારી છે. એથી પરમાત્માને કોઈ જ ફરક પડતો નથી.. ઇત્યાદિ વિચારવું જોઇએ. ૩૦-૩૧
દિગંબરોની માન્યતાનું નિરાકરણ થવાથી શ્વેતાંબરોની માન્યતાથી જ શ્રી જૈનશાસન જયવંતું છે : એ જણાવાય છે–
એક પરિશીલન
૨૧૭