Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
निद्रा नोत्पाद्यते भुक्त्या, दर्शनावरणं विना । ઉત્પાદ્યતે ન ઘન, ઘટો કૃત્પિષમજ્વર //રૂ૦-૨૦
નિતિ-સ્પષ્ટ: Ilરૂ૦-૨૦ના
“દર્શનાવરણીયકર્મના ઉદય વિના ભોજનથી નિદ્રા ઉત્પન્ન થતી નથી. માટીના પિંડ વિના દંડથી ઘડાની ઉત્પત્તિ થતી નથી.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે કેવલીપરમાત્મા કવલાહાર કરે તો તેઓશ્રીને નિદ્રાની ઉત્પત્તિનો પ્રસંગ આવશે. દિગંબરોની એ વાત યુક્ત નથી. કારણ કે નિદ્રાનું કારણ દર્શનાવરણીયકર્મનો ઉદય છે. ભોજન તો તેમાં નિમિત્તમાત્ર છે. શ્રી કેવલીપરમાત્માનું દર્શનાવરણીયકર્મ સર્વથા ક્ષીણ થયેલું હોવાથી તેઓશ્રી વાપરે તોપણ તેઓશ્રીને નિદ્રાનો સંભવ જ નથી. કારણ કે કારણ વિના કાર્યનો સંભવ નથી. સામગ્રીથી સિદ્ધ થતું કાર્ય, સામગ્રયંતઃપાતી કોઈ એક કારણથી સિદ્ધ ન થાય - એ સ્પષ્ટ છે, જે ઉપર જણાવેલા ઉદાહરણથી સમજી શકાય છે. ૩૦-૨ના
કેવલીભગવંતો કવલાહાર કરે તો તેઓશ્રીને રસનેન્દ્રિયથી જન્ય એવા રાસનપ્રત્યક્ષાત્મક મતિજ્ઞાનની પ્રાપ્તિનો પ્રસંગ આવશે. દશમા હેતુના નિરૂપણ વખતે દર્શાવેલા એ દોષનું હવે નિરાકરણ કરાય છે–
रासनं च मतिज्ञानमाहारेण भवेद् यदि ।
घाणीयं स्यात् तदा पुष्पघाणतर्पणयोगतः ॥३०-२१॥ રાતનું રેતિ–સ્પષ્ટ: IIરૂ૦-૨ા
“આહાર કરવાના કારણે શ્રી કેવલીભગવંતોને રાસન-પ્રત્યક્ષાત્મક મતિજ્ઞાનની ઉત્પત્તિ જો થતી હોય તો સમવસરણમાં પુષ્પના પરાગ અને ધ્રાણેન્દ્રિયનો સંબંધ થવાથી શ્રી કેવલીભગવંતને ઘ્રાણેન્દ્રિયજન્ય ઘાણજ પ્રત્યક્ષાત્મક મતિજ્ઞાન ઉત્પન્ન થવાનો પ્રસંગ આવશે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે આહારની પ્રવૃત્તિના કારણે જો કેવલજ્ઞાનીઓને મતિજ્ઞાનનો પ્રસંગ આવતો હોય તો તેઓશ્રી આહાર ન પણ કરે તોય સમવસરણમાં પુષ્પાદિના ગંધના સંપર્કથી ઘાણજપ્રત્યક્ષાત્મક મતિજ્ઞાનનો પ્રસંગ તેઓશ્રીને અનિવાર્ય જ છે. એના નિવારણ માટે જે ઉપાય વિચારાય તે જ ઉપાયથી રાસનપ્રત્યક્ષાત્મક મતિજ્ઞાનના પ્રસંગનું નિવારણ કરી શકાય છે. જ્ઞાનાવરણીયકર્મનો ઉદય ન હોવાથી વસ્તુતઃ શ્રી કેવલીપરમાત્માને મતિજ્ઞાનનો સંભવ નથી... ઇત્યાદિ વિચારવું જોઈએ. ૩૦-૨૧
ચોથા શ્લોકથી દશમા હેતુનું નિરૂપણ કરતી વખતે કવલાહારના કારણે કેવલીને પ્રતિક્રમણ યોગ્ય ઇર્યાપથનો પ્રસંગ જણાવ્યો હતો, તેનું નિરાકરણ કરાય છે તેમ જ ધ્યાન અને તપની હાનિનો પ્રસંગ પણ જણાવ્યો હતો, તેનું પણ નિરાકરણ કરાય છે–
૨૦૮
કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશી