Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જો કવલાહાર કરે તો તેઓશ્રીને શાતા વેદનીયકર્મની ઉદીરણા કર્યાનો પ્રસંગ આવશે. તેના અનુસંધાનમાં આ શ્લોકથી જણાવ્યું છે કે – ભોજનની ક્રિયાથી શાતાની ઉત્પત્તિ થતી હોવાથી કવલાહારથી શાતાવેદનીયકર્મની ઉદીરણાનો પ્રસંગ આવે છે. આ પ્રમાણે શાતાવેદનીયકર્મની ઉદીરણાનું આપાદન કરનારા દિગંબરોને, એવી રીતે જ અશાતાવેદનીયકર્મની ઉદીરણાનો પ્રસંગ આવે છે. કારણ કે ભગવાનની દેશનાથી પણ પરિશ્રમના કારણે દુઃખનો સંભવ હોવાથી અશાતાવેદનીયકર્મની ઉદીરણાનો સંભવ છે જ. “દેશના પ્રયત્ન વિના સ્વભાવથી જ થાય છે.” - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે દેશના પ્રયત્નજન્ય છે - એ આ પૂર્વે જ જણાવ્યું છે... વગેરે બરાબર સમજી લેવું જોઈએ. ૩૦-૧થી
सुहृद्भावेन समाधत्ते
ઉપર જણાવ્યા મુજબ શાતાવેદનીયકર્મની ઉદીરણાનો પ્રસંગ, અશાતા વેદનીયની ઉદીરણાના પ્રસંગના આપાદનથી દૂર કર્યો છે. તેથી વસ્તુતઃ તે દૂર થયો ન હોવાથી મિત્રભાવે તેના નિવારણ માટે જણાવાય છે–
उदीरणाख्यं करणं, प्रमादव्यङ्ग्यमत्र यत् ।
तस्य तत्त्वमजानानः, खिद्यसे स्थूलया धिया ॥३०-१८॥ उदीरणाख्यमिति-उदीरणाख्यं करणं यदान्तरशक्तिविशेषलक्षणं प्रमादव्यङ्ग्यं वर्तते, तस्य तत्त्वं स्वरूपमजानानः स्थूलया धिया बहिर्योगमात्रव्यापारगोचरया खिद्यसे त्वं । योगव्यापारमात्रस्य तदाक्षेपकत्वे ततो मनोयोगेनाप्यप्रमत्ते सुखोदीरणप्रसङ्गात्, तदीयसुखस्य ज्ञानरूपत्वे सुखान्तरस्यापि तथात्वप्रसङ्गात् । सुख्यहमित्यनुभवस्य चाप्रमत्तेऽप्यक्षतत्वादिति ॥३०-१८॥
અહીં પ્રમાદથી જણાતું ઉદીરણા નામનું જે કરણ છે, તેનું સ્વરૂપ નહિ જાણતા એવા તમે સ્કૂલબુદ્ધિથી વ્યર્થ ખેદ પામો છો.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આત્યંતર શક્તિવિશેષને કરણ કહેવાય છે. ઉદીરણા નામનું કરણ પ્રમાદથી અભિવ્યંગ્ય (જાણવાયોગ્ય) છે. એ ઉદીરણાનું સ્વરૂપ જાણતા ન હોવાથી, માત્ર બાહ્ય કવલાહારાદિની થતી પ્રવૃત્તિને જોઇને સ્થૂલ બુદ્ધિથી તમે દિગંબરો નકામા ખેદ પામો છો. કારણ કે ઉદીરણાને ખેંચી લાવનાર પ્રમાદ છે, માત્ર બાહ્ય ક્રિયા નથી.
માત્ર બાહ્ય ક્રિયાથી જ ઉદીરણા થતી હોય તો મનોયોગે અપ્રમત્ત ગુણસ્થાનકે યતિને પણ સુખની ઉદીરણાનો પ્રસંગ આવશે. “અપ્રમત્ત યતિનું સુખ જ્ઞાન સ્વરૂપ હોવાથી તેની ઉદીરણાનો પ્રસંગ નહિ આવે.” - એમ કહેવામાં આવે તો “કેવલી પરમાત્માનું સુખ પણ જ્ઞાન સ્વરૂપ હોવાથી તેની ઉદીરણાનો પ્રસંગ પણ નહીં આવે.” - એમ માનવામાં કોઈ દોષ નથી. યદ્યપિ કેવલી પરમાત્માનું સુખ સ્વાનુભવનો વિષય છે. અપ્રમત્તયતિઓને પોતાનું જ્ઞાનાત્મક સુખ ૨૦૬
કેવલિભુક્તિવ્યવસ્થાપન બત્રીશી