Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ईर्यापथप्रसङ्गश्च, समोऽत्र गमनादिना ।
અક્ષતે ધ્યાન-તપસી, સ્વાનાસમયે પુનઃ ॥૩૦-૨૨સી
ईर्येति–ईर्यापथप्रसङ्गश्चात्र भगवतो भुक्तौ गमनादिना समस्तेनापि तत्प्रसङ्गस्य तुल्ययोगक्षेमत्वात्, स्वाभाविकस्य च तद्गमनस्य दृष्टबाधेन कल्पयितुमशक्यत्वादिति भावः । स्वकालासम्भवे भुक्तिकालासम्भविनी ध्यानतपसी पुनरक्षते । योगनिरोधदेहापवर्गकालयोरेव तत्सम्भवात् (तत्स्वभावात्) । स्वभावसमवस्थितिलक्षणयोश्च तयोर्गमनादिनेव भुक्त्यापि न व्याघात इति द्रष्टव्यम् ||३०-२२।।
“ઇર્યાપથપ્રસંગ, ગમનાદિની ક્રિયાના કારણે અહીં સમાન છે. તેમ જ ભોજનના કાળમાં નહિ થનારાં ધ્યાન અને તપ અક્ષત જ છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે ભગવાન શ્રી કેવલી પરમાત્મા ભોજન(કવલાહાર) કરે તો જેમ પ્રતિક્રમણને યોગ્ય ઇર્યાપથનો પ્રસંગ આવે છે તેમ જવા વગેરેની તેમ જ આંખની પાંપણની હલનચલનાદિની ક્રિયાના કારણે પણ એ પ્રસંગ તો આવવાનો જ છે. અર્થાત્ શ્રી કેવલી-પરમાત્મા ભોજન ન કરે તોપણ વિહારાદિ ક્રિયાઓના કારણે ઇર્યાપથનો પ્રસંગ આવવાનો જ છે.
“તેઓશ્રીની વિહારાદિની પ્રવૃત્તિ કેવલ યોગનિમિત્તક છે. (કષાયાદિનિમિત્તક નથી.) તેથી વિહારાદિના કારણે ઇર્યાપથનો પ્રસંગ આવતો નથી.” આ પ્રમાણે જો કહેવામાં આવે તો શ્રી કેવલીભગવંતોનો કવલાહાર પણ કેવલ યોગનિમિત્તક છે - આ પ્રમાણે કહી શકાય છે. અર્થાત્ બંન્ને સ્થાને ઇર્યાપથના વિષયમાં તુલ્યયોગક્ષેમ છે. “ભગવાન શ્રી કેવલીપરમાત્માની વિહારાદિની પ્રવૃત્તિ સ્વાભાવિક છે, તેથી તેઓશ્રીને ઇર્યાપથનો પ્રસંગ આવતો નથી.” - પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે ગમનાગમનાદિની પ્રવૃત્તિ સ્વભાવથી જ થાય છે એ કહી શકાય એવું નથી. દેખીતી રીતે એ બાધિત છે, પ્રત્યક્ષવિરોધિની એ કલ્પના અયુક્ત છે. પ્રમત્તોને જ ઇર્યાપથિકી વિરાધના કર્મબંધનું કારણ બને છે. કેવલીપરમાત્માને તો તે નિર્જરાનું કારણ બને છે... ઇત્યાદિ અન્યત્ર અનુસંધેય છે.
આ
-
દિગંબરોએ પોતાની માન્યતાનું સમર્થન કરતાં ચોથા શ્લોકમાં અગિયારમા હેતુ તરીકે જણાવેલ ધ્યાન અને તપની ક્ષતિનું નિરાકરણ કરાય છે – અક્ષતે... ઇત્યાદિ ગ્રંથથી. એનો આશય એ છે કે કેવલીપરમાત્માને ધ્યાન અને તપ સતત હોવાથી તેનો ભંગ ન થાય – એ માટે તેઓને કવલાહાર હોતો નથી. દિગંબરોનું એ કથન અયુક્ત છે. કારણ કે શ્રી કેવલીભગવંતોને યોગનિરોધ અવસ્થામાં અને મોક્ષગમનના અવસરે ધ્યાન અને તપ હોય છે. તે વખતે તેઓશ્રી આહાર કરતા નથી. આહાર કરવાના કાળમાં ધ્યાન અને તપ તેઓશ્રીને હોતાં નથી. આથી સમજી શકાશે કે શ્રી કેવલજ્ઞાનીને ધ્યાન અને તપ નિત્ય હોતાં નથી. પરંતુ અંતિમ સમયે જ હોય છે. આમ છતાં એક પરિશીલન
૨૦૯