Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આથી ચોક્કસ છે કે શરીરની વિશેષ સ્થિતિમાં (ચિરકાળભાવિ સ્થિતિની પ્રત્યે) કવલાહારથી પ્રાપ્ત થયેલાં વિચિત્ર પુદ્ગલોનું ઉપાદાન, કારણ છે. તેથી કવલાહારને કર્યા વિના કોઇ પણ રીતે શ્રી કેવલીપરમાત્માને પોતાના પરમ ઔદારિક શરીરની સ્થિતિ દીર્ઘકાળ માટે ઘટી શકે એમ નથી.
“આ રીતે ઔદારિક શરીરની દીર્ઘકાલીન સ્થિતિ પ્રત્યે કવલાહાર(ભોજન) કારણ છે - એ સમજી શકાય છે. પરંતુ તે ઔદારિક શરીર, કેવલજ્ઞાનાકાલીન પરમૌદારિક શરીરથી ભિન્ન એવા શરીર સ્વરૂપ સમજવું જોઇએ. કેવલજ્ઞાનકાલીન પરમઔદારિક શરીર તો આહાર વિના જ લાંબા કાળ સુધી ટકી શકે છે.” – આ પ્રમાણેનું કથન તદ્દન અયુક્ત છે. કારણ કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વેનું શરીર અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછીનું શરીર ભિન્ન છે – એમ માનવામાં કોઇ પ્રમાણ નથી. કેવલજ્ઞાનની પ્રાપ્તિના કારણે જે કોઇ ફરક પડે છે તે આત્મામાં ફરક પડે છે. શરીરમાં તો કોઇ જ ફરક પડતો નથી. તેથી ઔદારિકશી૨સામાન્યની દીર્ઘકાલીન સ્થિતિ, કવલાહારપ્રયોજ્ય છે ઃ એ સિદ્ધ થાય છે. “કેવલજ્ઞાનાકાલીન જે શરીર છે, તે પરમૌદારિક શરીરથી ભિન્ન છે. તાદશભિન્નત્વ (કેવલજ્ઞાનાકાલીનત્વ સ્વરૂપ પરમૌદારિકશરીરભિન્નત્વ) વિશિષ્ટ શરીરની દીર્ઘ સ્થિતિની પ્રત્યે કવલાહાર પ્રયોજક છે.” - આ રીતે ‘તાદૃશભિન્નત્વ' વિશેષણનું ઉપાદાન કરીને કવલાહારનું પ્રયોજ્યત્વ વિશિષ્ટ શરીરમાં માનવાનું પ્રામાણિક નથી. એમાં માત્ર પોતાની માન્યતાનો કદાગ્રહ છે. II૩૦-૨૩૫
પોતાના શરીરની દીર્ઘસ્થિતિને ટકાવવા માટે શ્રી કેવલીપરમાત્માએ કવલાહાર કરવો જોઇએ ઃ એનું જ સમર્થન કરાય છે—
भुक्त्याद्यदृष्टसम्बद्धमदृष्टं स्थापकं तनोः ।
तत्त्यागे दृष्टबाधा त्वत्पक्षभक्षणराक्षसी ||३० - २४॥
भुक्त्यादीति - भुक्त्याद्यदृष्टेन भोजनादिफलहेतुजाग्रद्विपाककर्मणा सम्बद्धं तनोश्शरीरस्य स्थापकमदृष्टं । दृष्टमिति शेषः । तत्त्यागे केवलिन्यभ्युपगम्यमाने त्वत्पक्षभक्षणराक्षसी दृष्टबाधा समुपतिष्ठते । तथा च तद्वयादपि तव नेत्थं कल्पना हितावहेति भावः ||३०-२४॥
“શરીરને લાંબા કાળ સુધી ટકાવનારું કર્મ ભોજનાદિના કર્મની સાથે સંબદ્ધ છે. તેનો અભાવ કેવલી પરમાત્મામાં સ્વીકારવામાં આવે તો પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ વસ્તુની બાધા થાય છે, જે દિગંબરોના પક્ષને ભક્ષી જનારી રાક્ષસી છે.” આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો આશય એ છે કે ભોજન પાન... આદિ જેનાં ફળ છે એવા તે હેતુભૂત વિપાક-ઉદયવાળા કર્મની સાથે, શરીરને લાંબા કાળ સુધી ટકાવી રાખનારું કર્મ સંબદ્ધ(સંકળાયેલું) છે : એ પ્રત્યક્ષ દેખાય છે.
એક પરિશીલન
-
૨૧૧