Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ચોવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે બાર પ્રકારનો અનશનાદિ તપ છે અને મહાવ્રતાદિના પાલન સ્વરૂપ આચાર(સાધ્વાચાર) છે, જે અનુક્રમે સમાધિનો ત્રીજો અને ચોથો પ્રકાર છે. એ બંન્ને સમાધિના ચાર ચાર પ્રકાર આ શ્લોકથી વર્ણવ્યા છે.
લબ્ધિ પૂજા આદિ આ લોક સંબંધી ફળની અપેક્ષાએ તપ કરવો ના જોઇએ અને આચાર પાળવો ના જોઇએ. અર્થાતુ આ લોક સંબંધી કોઈ પણ ફળની અપેક્ષા વિના તપ કરવો જોઇએ અને આચાર પાળવો જોઇએ - આ તપસમાધિનો અને આચારસમાધિનો પહેલો પ્રકાર છે. આવી જ રીતે પરલોકમાં દેવ, દેવેન્દ્ર કે ચક્રવર્તી વગેરે થવાદિની ઇચ્છા વિના તપ કરવો જોઈએ અને આચાર પાળવો જોઈએ - આ તપસમાધિ અને આચારસમાધિનો બીજો પ્રકાર છે.
કીર્તિ, વર્ણ, શબ્દ અને શ્લાઘાદિની ઈચ્છાથી તપ કરવો ના જોઇએ અને આચાર પણ પાળવા ના જોઇએ. સર્વ દિશામાં થતી પ્રશંસા, એક દિશામાં થતી પ્રશંસા, દિશાના અદ્ધભાગમાં થતી પ્રશંસા અને માત્ર પોતાના સ્થાનમાં થતી પ્રશંસા; અનુક્રમે કીર્તિ, વર્ણ, શબ્દ અને શ્લાઘા સ્વરૂપ છે. તે કીર્તિ વગેરેની ઇચ્છા વિના જ તપ કરવો જોઇએ અને આચાર પાળવો જોઇએ. આ તપસમાધિનો અને આચારસમાધિનો ત્રીજો પ્રકાર છે.
તેમ જ કોઈ પણ પ્રકારની ઇચ્છા વિના માત્ર શુભાશુભ કર્મની નિર્જરા માટે તપ કરવો જોઇએ અને આચાર પાળવો જોઇએ. આ પ્રમાણે તપસમાધિ અને આચારસમાધિનો ચોથો પ્રકાર થાય છે. ચારે ય સમાધિનો વિચાર કરીએ તો સમજાશે કે તપ અને આચારની આરાધના કરતી વખતે માત્ર નિર્જરાનું ધ્યેય રાખવાનું અનિવાર્ય છે. સુખનું અર્થીપણું ગયા વિના નિર્જરાનું અર્થીપણું આવે એવું નથી. શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ તપ અને આચારની આરાધનામાં અવરોધ જ સુખના અર્થીપણાનો છે. તપ અને આચાર સમાધિ, એ માટે ચોક્કસ દિશાસૂચન કરે છે. સુખની ઇચ્છા કરેલા ધર્મને પણ નિષ્ફળ બનાવે છે. ૨૯-૨૪ વિનયવિશેષનું નિરૂપણ કર્યું. હવે તેના ફળનું વર્ણન કરાય છે–
इत्थं समाहिते स्वान्ते, विनयस्य फलं भवेत् ।
स्पर्शाख्यं स हि तत्त्वाप्तिर्बोधमात्रं परः पुनः ॥२९-२५॥ આ રીતે વિનયાદિ ચાર સમાધિથી યુક્ત ચિત્ત થયે છતે સ્પર્શ નામનું વિનયનું ફળ પ્રાપ્ત થાય છે. તત્ત્વની સમ્માતિ(નિશ્ચયાત્મક જ્ઞાન)ને અહીં સ્પર્શ કહેવાય છે. સ્પર્શથી બીજું બધું જ્ઞાન માત્ર બોધસ્વરૂપ છે.” - આ પ્રમાણે પચ્ચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિશિષ્ટ વિનયરૂપ ચાર સમાધિથી યુક્ત મન થયે છતે, વિનયના ફળ સ્વરૂપે સ્પર્ધાત્મક બોધ પ્રાપ્ત થાય છે. વસ્તુના પારમાર્થિક સ્વરૂપના સુદઢ નિશ્ચયાત્મક જ્ઞાનને સ્પર્શજ્ઞાન કહેવાય છે. જે વસ્તુમાં કોઈ પણ ધર્મનો આરોપ કર્યા વિના તેના મૂળભૂત સ્વરૂપનો યથાર્થ બોધ છે, તેને
૧૮૨
વિનય બત્રીશી