Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનું તાત્પર્ય એ છે કે વિનય વિના જો શ્રુતનું ગ્રહણ કરવામાં આવે તો દેવતાદિના કોપના કારણે અત્યંત ભયંકર દોષનો પ્રસંગ આવે છે. યોગ્ય પૂજાદિ ઉપચારાદિ સાધનના સન્નિધાન વિના જ મહાનિધાનનું ગ્રહણ કરવામાં આવે તો તે જેમ અત્યંત દોષ માટે થાય છે, તેમ અહીં પણ વિનય વિના શ્રતના પ્રહણમાં અત્યંત દોષ થાય છે.
ભૂમિ વગેરે સ્થાને દાટેલા નિધાન જયારે ગ્રહણ કરાય છે ત્યારે સામાન્યથી એની આગળ ધૂપ દીવો વગેરે કરાય છે. તેના અધિષ્ઠાયક દેવાદિને જણાવવાપૂર્વક પછી જ આદરપૂર્વક લઈ જવાય છે. આવા પ્રકારનો પૂજાદિ ઉપચાર કર્યા વિના જો ગ્રહણ કરવામાં આવે તો દેવતા કે સાદિનો ઉપદ્રવ થતો હોય છે, જે અત્યંત દોષ માટે થાય છે. એવી રીતે વિનય વિના જો શ્રુતનું ગ્રહણ કરવામાં આવે તો શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ઉન્માદ, સન્નિપાત, ધર્મથી ભ્રષ્ટ અને મરણ વગેરે દોષોની પ્રાપ્તિ થાય છે. તેથી શાસ્ત્રીય મર્યાદાએ યોગ્ય જગ્યાએ બેસીને વંદનાદિ વિનયપૂર્વક અંજલી કરીને શ્રુતનું ગ્રહણ કરવું જોઈએ. આ અંગેના વિનયનું વર્ણન શ્રી આવશ્યકસૂત્રની નિર્યુક્તિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે ગ્રંથમાં વિસ્તારથી છે, ત્યાંથી તે જાણી લેવું જોઈએ. અહીં તો માત્ર પ્રકૃતોપયોગી જ વર્ણન કર્યું છે. //ર૯-૨૯ો. વિનયના પ્રાધાન્યનું સમર્થન કરાય છે
विनयस्य प्रधानत्वद्योतनायैव पर्षदि ।
तीर्थं तीर्थपति नत्वा, कृतार्थोऽपि कथां जगौ ॥२९-३०॥ શ્લોકાર્થ અને એનો આશય સ્પષ્ટ છે. સર્વ યોગોમાં વિનયની પ્રધાનતા છે - એ જણાવવા માટે, શ્રી તીર્થંકર પરમાત્મા બાર પર્ષદામાં સ્વયં કૃતાર્થ હોવા છતાં તીર્થને નમસ્કાર કરીને દેશના કરે છે. શ્રી તીર્થંકરપરમાત્મા કેવલજ્ઞાની હોવાથી સ્વયં કૃતાર્થ છે. તેઓશ્રીને વિનયાદિ કોઈ પણ પ્રવૃત્તિ કરવાની રહેતી નથી. તેઓશ્રી વિનયાદિ ન કરે તો તેઓશ્રીને કોઈ દોષની પ્રાપ્તિ થવાની નથી કે કોઈ પણ ગુણની હાનિ થવાની નથી.
આમ છતાં સમવસરણમાં બાર પર્ષદાની આગળ ધર્મદિશના ફરમાવતાં પૂર્વે શ્રી તીર્થંકરપરમાત્મા “નમો નિત્યસ' કહીને તારક તીર્થને નમસ્કાર કરે છે. એની પાછળનો આશય “સર્વ યોગોમાં વિનયનું પ્રાધાન્ય જણાવવાનો છે. આથી સમજી શકાશે કે સર્વથા કૃતકૃત્ય થયેલા શ્રી તીર્થંકર પરમાત્મા પણ જો વિનયને કરતા હોય તો આપણા જેવા અકૃતાર્થ આત્માઓને વિનય આચરવાનું સર્વથા અનિવાર્ય છે. સ્વચ્છંદતા અને ઉદ્ધતપણું આ બંન્ને દોષો ખૂબ જભયંકર છે. સર્વથા વિનયપૂર્ણ જીવનને જીવ્યા વિના એ દોષોથી દૂર રહી શકાય એવું નથી. એક રીતે જોઇએ તો ખૂબ જસરળ જણાતો વિનય પણ બીજી રીતે ખૂબ જ વિકટ છે. પરંતુ એને આત્મસાત્ કરવા સિવાય બીજો કોઇ ઉપાય પણ નથી. આત્મસ્વભાવને પ્રકટ કરવા માટે એ જ એક ઉપાય છે. ૨૯-૩ના.
એક પરિશીલન
૧૮૫